________________
આવસ્યયં - ૪/૧૪
૧૪
હોય છે તે ક્ષેત્રલોકમાં ઉત્તમ છે. સાધુઓ શ્રુતધર્મ આરાધક હોવાથી ક્ષાયોપશમિક ભાવે અને રત્નત્રય આરાધનાથી ભાવલોકમાં ઉત્તમ છે. કેવલી પ્રરૂપિત ધર્મમાં ચારિત્ર ધર્મ અપેક્ષાએ ક્ષાયિક તથા મિશ્ર ભાવની ઉત્તમતા રહેલી છે.
[૧૪] શરણ-એટલે સાંસારિક દુઃખોની અપેક્ષાએ રક્ષણ મેળવવા માટે આશ્રય મેળવવાની પ્રવૃત્તિ. આવા ચાર શરણોનો હું અંગીકાર કરું છું. હું અરિહંતોનું - સિદ્ધોનું - સાધુનું અને કેવલી ભગવંતે ભાખેલા ધર્મોનું શરણ અંગીકાર કરું છું.
[૧૫] હું દિવસ સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ ક૨વાને ઈચ્છું છું આ અતિચાર સેવન કાયાથી - મનથી - વચનથી (કરેલ હોય), ઉત્સૂત્ર, ભાષણ - ઉન્માર્ગ સેવનથી (કરેલ હોય), અકલ્પ્ય કે અકરણીય (પ્રવૃત્તિથી કરેલ હોય), દુર્ધ્યાન કે દુષ્ટ ચિંતવનથી (કરેલ હોય) અનાચાર સેવનથી, અનીચ્છનીય શ્રમણને અયોગ્ય (પ્રવૃત્તિથી કરેલ હોય)
જ્ઞાન - દર્શન-ચારિત્ર-શ્રુત કે સામાયિકને વિશે (અતિક્રમણ થયું હોય), ત્રણ ગુપ્તિમાં પ્રમાદ કરવાથી, ચાર કષાયોને વશ થવાથી, પાંચ મહાવ્રતોમાં પ્રમાદથી, છ જીવનિકાયની રક્ષા નહીં કરવાથી, સાત પિંડેષણામાં દોષ લગાડવાથી, આઠ પ્રવચન માતામાં દોષથી, નવ બ્રહ્મચર્યની ગુપ્તિ નહીં પાળવાથી, દશ પ્રકારના ક્ષમા વગેરે શ્રમણ ધર્મોનું સેવન ન કરવાથી (જે અતિચાર-દોષ થયા હોય)
અને સાધુઓના સામાચારીરૂપ કર્તવ્યમાં પ્રમાદ આદિ કરવાથી જે જે ખંડણા-વિરાધના કરી હોય તેનું મિચ્છામીદુક્કડમ્ અર્થાત્ મારું તે પાપ મિથ્યા થાઓ. [૧૬] (હું પ્રતિક્રમણ કરવાને અર્થાત્ પાપથી પાછા ફરવા રૂપ ક્રિયાને કરવાને) ઇચ્છું છું. ઐપિથિકી અર્થાત્ ગમનાગમનની ક્રિયા દરમિયાન થયેલ વિરાધનાથી (આ વિરાધના કઈ રીતે થાય તે જણાવે છે-)
જતા-આવતા, મારા વડે કોઈ ત્રસજીવ, બિજ, લીલોતરી, ઝાકળનું પાણી, કીડીના દર, સેવાળ, કાચું પાણી, કીચડ કે કરોળિયા જાળાં વગેરે ચંપાયા હોય; જે કોઈ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય.
આ જીવો મારા વડે ઠોકરે મરાયા હોય, ધૂળ વડે ઢંકાયા હોય, ભોંય સાથે ઘસાયા હોય, પરસ્પર તેના શરીરો અફળાવાયા હોય, થોડા સ્પર્શિત થયા હોય, દુઃખ ઉપજાવાયું હોય, ખેદ પમાડાયા હોય, ત્રાસ પમાડેલ હોય, એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હોય કે તેઓનો પ્રાણથી વિયોગ કરાયો હોય- એમ કરતાં જે કંઈ વિરાધના થઈ હોય એ સંબંધિ મારું સઘળું દુષ્કૃત મિથ્યા થાઓ.
[૧૭] હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. (પણ શેનું ?) - દિવસના પ્રકામશય્યા-ગાઢ નિદ્રા લેવાથી (અહીં પ્રકામ એટલે ગાઢ અથવા સંથારા ઉત્તરપટ્ટાથી કે ત્રણ કપડાંથી વધુ ઉપકરણ વાપરવાથી, શય્યા એટલે નિંદ્રા અથવા સંથારીયું વગેરે), દરરોજ આવી ઊંઘ કરવાથી, સંથારામાં પડખા ફેરવવાર્થી અને પુનઃ તેજ પડખે ફરવાથી, શરીરનાઅવયવો સંકોચવાથી કે ફેલાવાથી, જુ (વગેરે જીવોને) અવિધિએ સ્પર્શ કરવાથી, ખાંસતી વખતે મુખ વસ્ત્રિકા નહીં રાખવાથી, નારાજગી થી વસતિ વિશે કચકચ કરવાથી, છીંક કે બગાસા વખતે મુખ વસ્ત્રિકા વડે જયણા નહીં કરવાથી કોઈ વસ્તુને પ્રમાર્જન કર્યા વિના સ્પર્શ કરવાથી, સચિત્ત રજવાળી વસ્તુને સ્પર્શ ક૨વાથી, નિંદ્રામાં આકુળવ્યાકુળતાથી કુસ્વપ્ન કે દુસ્વપ્ન આવવાથી, સ્ત્રી સાથે અબ્રહ્મ સેવન સંબંધિ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org