Book Title: Agam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ નદીસુ-(૩૪) દઢ શ્રી આર્યવજસ્વામીને વંદન કરૂં છું. જેઓએ સંયમી મુનિઓના ચારિત્ર-સંયમની રક્ષા કરી છે, તેમજ રતનોની પેટી સદશ અનુયોગની રક્ષા કરી છે તે આર્યરક્ષિતને વંદન કરું છું. જેઓ જ્ઞાન, દર્શન તપ, વિનયાદિ ગુણોમાં સર્વદા અપ્રમાદી હતા. પ્રસન્ન ચિત્તવાળા હતા, એવા આઈ નંદિક્ષપણ કને મસ્તક નમાવી વંદન કરૂં છું. વ્યાકરણનિષ્ણાત, ભંગોના જ્ઞાતા, કર્મ પ્રકૃતિની પ્રરૂપણા કરવામાં પ્રધાન એવા આર્ય નાગહસ્તીનો વાચકવંશ યશવંશની જેમ વૃદ્ધિ પામો. ઉત્તમ જાતિના અંજન ધાતુ તુલ્ય પ્રભાથી યુક્ત, પાકેલ દ્રાક્ષ અને નીલકમળ અથવા નીલમણિ સમાન કાંતિથી યુક્ત, આર્ય રેવતિ-નક્ષત્રનો વાચક વંશ વૃદ્ધિ પામો. જે અચલપુરમાં દીક્ષિત થયા અને કાલિક શ્રતની વ્યાખ્યા કરવામાં નિપુણ. તથા ધીર હતા, એવા ઊત્તમ વાચક બહ્મદીપક શાખાના સિંહાચાર્યને વંદન કરૂં છું. ૩િપ-૪૫]જેમનો આ અનુયોગ આજે પણ અધ ભરત ક્ષેત્રમાં પ્રચલિત છે તથા ઘણા નગરોમાં જેની યશોગાથા ગવાય છે, તે ઋન્ટિલાચાર્યને વંદન કરું છું. શ્રી ઋન્ટિલાચાર્ય પશ્ચાતુ હિમવાન પર્વતની જેમ મહાન, વિક્રમશાળી, વૈર્ય અને પરાક્રમવાળા અનંત સ્વાધ્યાયને ધારણ કરનાર હિમવાનું આચાર્યને મસ્તકવડે વંદન કરું છું. કાલિક શ્રુત સંબંધી અનુયોગના જ્ઞાતા, ઊત્પાદ આદિ પૂર્વેના ધારક, હિમવાનું ક્ષમાશ્રમણ સદશ શ્રી નાગાર્જુનાચાર્યને વંદન કરું છું. મૃદુ-કોમળ, આર્જવ ભાવોથી સંપન્ન, ક્રમથી વાચક પદને પ્રાપ્ત થયેલ, ઓઘ શ્રુત-ઉત્સર્ગ વિધિનું સમાચરણ કરનાર નાગાર્જુન વાચકને નમન કરું છું. તપાવેલ ઉત્તમ જાતિનું સુવર્ણ, ચંપક પુષ્પ અને વિકસિત ઉત્તમ કમળના ગર્ભ સમાન રીત વર્ણથી યુક્ત ભવ્ય પ્રાણીઓના હૃદયવલ્લભ, લોકોના હૃદયમાં દયાગુણ ઉત્પન્ન કરવામાં નિષ્ણાત, ધીર, તત્કાલીન દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં યુગપ્રધાન, બહુવિધ સ્વાધ્યાયના પરમ વિજ્ઞાતા, અનેક શ્રેષ્ઠ મુનિવરોને સ્વાધ્યાય આદિમાં પ્રવૃત્ત કરાવનારા, નાગેન્દ્રકુળ તથા વંશને પ્રસન્ન કરનારા, પ્રાણીમાત્રને હિતોપદેશ આપવામાં સમર્થ, ભવ-ભયના નાશક, નાગાર્જુનઋષિના સુશિષ્ય આચાર્ય ભૂતદિન ને વંદન કરું છું. નિત્યાનિત્ય રુપથી વસ્તુતત્ત્વને સમ્યકતયા જાણનારા, સુવિજ્ઞાત સૂત્રાર્થના ધારક, યથાવસ્થિત ભાવોના સમ્યક પ્રરૂપક લોહિયાચાર્યને વંદન કરું છું. શાસ્ત્રોના અર્થ અને મહાથની ખાણ સમાન અથાત્ ભાષા, વિભાષા, વાર્તિકાદિથી અનુયોગની વ્યાખ્યા કરવામાં કુશળ, મૂળોત્તર ગુણોથી સંપ, સાધુઓને આગમોની વાચના. દેવામાં અને શિષ્યોદ્વારા પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં સમાધિને અનુભવ કરનાર તથા પ્રકૃતિથીજ મધુરભાષી, એવા દૂષ્યગણી આચાર્યને સન્માનપૂર્વક પ્રણામ કરું છું. પ્રવચનકારોના પ્રશસ્ત લક્ષણોપેત, સુકુમાર સુંદર તળવાળા, સેંકડો પ્રતીચ્છકો થી પ્રણામ કરાયેલ (દૂષ્યગણીના) ચરણોમાં હું પ્રણામ કરું છું. આ યુગપ્રધાન આચાર્યો સિવાય અન્ય જે કાલિક શ્રત તથા અનુયોગના જ્ઞાતા, ધીર, આચાર્ય ભગવંતો થયા છે તેમને પ્રણામ કરીને હું દેવવાચક) જ્ઞાનની પ્રરૂપણા કરીશ. [૪૬]શૈલ-ઘસાયેલો ગોળ પત્થર અને પુષ્પરાવર્ત મેઘ, કટક-ઘડો. ચલણી પરિપૂર્ણક, હંસ, ભેંસ, બકરી, મશક, જળો, બિલાડી, શેળો, ગાય, ભેરી, આહીર, દંપતી, તેમની સમાન શ્રોતાજન હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/f527475639e1e89810eb8b5156165f1f33aa3a0783e5e4ebcf4b3f89d092928d.jpg)
Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38