Book Title: Agam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ સુત્ર- 155 દેવ, મનુષ્ય, તિર્યંચ, નરકગતિ, તેમાં ગમન, અને વિવિધ સંસારમાં પર્યટન ઈત્યાદિ ગંડિકાઓ કહી છે. પ્રજ્ઞાપના કરી છે. આ રીતે ગંડિકાઅનુયોગનું વર્ણન પૂર્ણ પ્રશ્ન ચૂલિકા શું છે ? આદિના ચાર પૂર્વેમાં ચૂલિકાઓ છે. શેષ પૂવમાં ચૂલિકાઓ નથી. આ ચૂલિકા રૂપ દષ્ટિવાદનું વર્ણન છે. દષ્ટિવાદનું વર્ણન છે. દષ્ટિવાદની પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢો- સંખ્યાત શ્લોકો, સંખ્યાત પ્રતિપત્તિઓ સંખ્યાત નિયુકિતઓ, સંખ્યાત સંગ્રહણીઓ છે. તે અશોમાં બારમું અજ્ઞ છે. એમાં એક શ્રુતસ્કન્ધ છે. 14 પૂર્વ, સંખ્યાત વસ્તુ, વિશેષ, સંખ્યાત ચૂલિકા વસ્તુ, સંખ્યાત પ્રાકૃતિકાઓ, સંખ્યાત પ્રાભૃતિક પ્રાકૃતિકાઓ છે. પદપરિમાણથી સંખ્યાત સહસ્ત્ર પદો છે. સંખ્યાત અક્ષર; અનંત ગમ; અનંત પર્યાય છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર, શાશ્વત, કૃત નિબદ્ધ નિકાચિત, જિન પ્રરૂપિત ભાવો કહ્યા છે. પ્રજ્ઞાપન, પ્રરૂપણ. દુનિ, નિદર્શન, ઉપદર્શનથી સ્પષ્ટતર કરેલ છે. દષ્ટિવાદના અધ્યેતા તદ્રુપ આત્મા, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે, આવી રીતે ઉક્ત અંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. દષ્ટિવાદા સૂત્રનું વિવરણ સંપૂર્ણ થયું. આ દ્વાદશાહ ગણિપિટકમાં અનંત જીવાદિ ભાવપદાર્થ અનંત અભાવ, અનંત હેતુ, અનંત અહેતુક અનંત કારણ; અનંત અકારણ અનન્ત જીવ; અનંત અજીવ, અનંત ભવસિદ્ધિક; અનંત અવસિદ્ધિક, અનંત સિદ્ધ; અનંત અસિદ્ધ કહેવામાં આવ્યા છે. [૧પ)ભાવ, અભાવ, હેતુ-અહેતુક કારણ-અકારણ અનંતજીવ, અજીવ, ભવ્યઅભવ્ય, સિદ્ધ-અસિદ્ધ, આ રીતે સંગ્રહણી ગાથામાં ઉક્ત વિષય સંક્ષેપમાં કહ્યા છે. [૧પ૭]આ દ્વાદશાંગ ગણિપિટકની ભૂતકાળમાં અનંત જીવોએ વિરાધના કરીને ચાર ગતિરૂપ સંસાર-કાંતારમાં પરિભ્રમણ કર્યું છે. આવી રીતે વર્તમાન કાળમાં પરિમિત જીવો ગણિપિટકની વિરાધના કરી ચાર ગતિ રૂપ સંસા-કાંતારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આવી રીતે અનંતજીવો આગામી કાળમાં દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરીને ચર્તુતિરૂપ સંસાર-કાંતારમાં પરિભ્રમણ કરશે. ભૂતકાળમાં અનંત જીવો આ ગણિપિટકની આજ્ઞાની આરાધના સંસારરૂપ કાંતારને પાર કરી ગયા છે. વર્તમાનકાળમાં અનંતજીવો ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને સંસાર-કાંતારને પાર કરી રહ્યા છે. આગામી કાળમાં અનંતજીવો આ ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને સંસાર-કાંતારને પાર કરશે. આ દ્વાદશાંગ ગણિપિટક કયારેય ન હતું. એમ નથી વર્તમાન કાળમાં નથી, એમ નહી ભવિષ્યમાં નહી હોય, એમ નહીં, તે દ્વાદશાંગ ગણિપિટક ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે. ભવિષ્યમાં પણ રહેશે. મેવત ધ્રુવ જીવાદિવટુ નિયત ; ગંગાદિના પ્રવાહવતુ શાશ્વત, અક્ષય, માનુષોત્તરપર્વતની બહારના સમુદ્રવતુ અવ્યય જેબૂદ્વીપના પરિમાણાવતું અવસ્થિત અને આકાશવતુ નિત્ય છે. જેમ પંચાસ્તિકાય કયારેય ન હતા એમ નહી. કયારેય નથી. એમ નહી, કયારેય નહી હોય એમ નથી અર્થાત્ ભૂતકાળમાં સર્વદા હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. તે ધ્રુવ, નિયતઃ શાશ્વત, અક્ષય; અવ્યય અવસ્થિત અને નિત્ય છે. તેવી જ રીતે આ દ્વાદશાંગ ગણિપિટક કયારેય ન હતું, વર્તમાનમાં નથી, ભવિષ્યમાં નહિ હોય તેમ નથી. ભૂતમાં હતું વર્તમાનમાં છે. અને ભવિષ્યમાં પણ રહેશે. તે ધ્રુવ, નિયત; શાશ્વત, અક્ષયઅવસ્થિત અને નિત્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38