Book Title: Agam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ નંદીસુત (150) આજ 22 સૂત્ર સ્વસમયની દષ્ટિથી ચતુઃ નય યુક્ત છે. આ રીતે પૂવપિર સર્વ મેળવવાથી “સૂત્ર” થાય છે. આ રીતે તીર્થંકર અને ગણધરોએ કથન કર્યું છે. આ સૂત્રરૂપ દષ્ટિવાદનું વર્ણન થયું પૂર્વગત દષ્ટિવાદના કેટલા પ્રકાર છે? પૂર્વગત દષ્ટિવાદના 14 ભેદો વર્ણવ્યા છે, જેમકે- ઉત્પાદપૂર્વ, અગ્રાણીયપૂર્વ અસ્તિનાસ્તિકવાદપૂર્વ જ્ઞાનપ્રવાદપૂર્વ સત્ય. પ્રવાદપૂર્વ, પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ વિદ્યાનુપ્રવાદપૂર્વ અવધ્યપૂર્વ, પ્રાણાયુપૂર્વ, ક્રિયાવિશાલપૂર્વલોકબિન્દુસારપૂર્વ, ઉત્પાદપૂર્વની દસવસ્તુ વિશાળ પ્રકરણ) અને ચાર ચૂલિકા વસ્તુ કહેલ છે. અગ્રણીયપૂર્વની ચૌદ વસ્તુ અને બાર ચૂલિકા વસ્તુ કહેલ છે. વીર્યપ્રવાદપૂર્વની આઠ વસ્તુ અને આઠ ચૂલિકા વસ્તુ છે.અતિ નાસ્તિ પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુ અને દસ ચૂલિકા વસ્તુ કહેલ છે. જ્ઞાનપ્રવાદ પૂર્વની બારવટુ કહેલ છે. સત્યપ્રવાદ પૂર્વની બે વસ્તુ કહેલ છે. આત્મપ્રવાદપૂર્વની સોળવસ્તુ કહેલ છે. કર્મપ્રવાદ પૂર્વની ત્રીસ વસ્તુ કહેલ છે. પ્રત્યાખ્યાન પૂર્વની વીસવસ્તુ કહેલ છે. વિદ્યાનુપ્રવાદ પૂર્વની પંદર વસ્તુ પ્રતિપાદન કરી છે. અવધ્ય પૂર્વની બાર વસ્તુ પ્રતિપાદન કરી છે. પ્રાણાયુપૂર્વની તેર વસ્તુ કહેલ છે. ક્રિયાવિશાલ પૂર્વની ત્રીસ વસ્તુ કહેલ છે. લોકબિંદુસાર પૂર્વ ની પચીસ વસ્તુ કહી છે, [૧પ૧-૧૫૩ોસંક્ષેપમાંવસ્તુ અને ચૂલિકાઓની સંખ્યા. પ્રથમપૂર્વમાં 10, દ્વિતીયમાં 14, તૃતીયમાં 8, ચતુર્થમાં 18, પાંચમામાં 12, છઠામાં 2, સાતમામાં 16, આઠમામાં 30, નવમામાં 20, દસમામાં 15, અગીયારમામાં 12; બારમામાં 13 તેરમામાં 30 અને ચૌદમાં પૂર્વમાં રપ વસ્તુઓ છે, આદિના ચાર પૂર્વોમાં ક્રમથી–પ્રથમમાં 4; બીજામાં 12 ત્રીજામાં 8; અને ચોથા પૂર્વમાં 10 ચૂલિકાઓ છે. શેષ પૂર્વેમાં ચૂલિકા નથી. આ પૂર્વગત દિક્ટિવાઓ વર્ણન થયું. [154]- અનુયોગના કેટલા પ્રકાર છે ? –અનુયોગ બે પ્રકારે છે, જેમકેમૂલપ્રથમાનુયોગ અને ગણિકાનુયોગ. મૂલપ્રથમાનુયોગમાં કયા વિષયનું વર્ણન છે? મૂલપ્રથમાનુયોગમાં અહત્ત ભગવન્તોના પૂર્વભવોનું, દેવલોક ગમન, દેવલોકનું આયુષ્ય, ત્યાંથી અવીને તીર્થકર રૂપમાં જન્મવું. દેવાદિકૃત જન્માભિષેક, તથા રાજ્યાભિષેક, રાજલક્ષ્મી, પ્રવ્રજ્યા, તત્પશ્ચાતુ તપ, કેવલજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થની પ્રવૃત્તિ, તેમના શિષ્ય, ગણ, ગણધર, આચાયઓ, પ્રવતિનીઓ, ચતુર્વિધ સંઘનું પરિમાણ, જિન-સામાન્ય કેવળીઓની સંખ્યા, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, સમ્યકત્વ તથા સમસ્ત શ્રુતજ્ઞાની, વાદી, અનુત્તરગતિ પ્રાપ્ત કરનાર, અને ઉત્તર વૈક્રિય ધારી, વાવભાત્ર મુનિ સિદ્ધ થયા, મોક્ષ માર્ગનો જે પ્રમાણે ઉપદેશ આપ્યો, જેટલા સમય સુધી પાદ પોપગમન સંથારો કર્યો, જે સ્થાન પર જેટલા ભક્તોનું છેદન કર્યું અને અજ્ઞાન અંધકારના પ્રવાહથી મુક્ત થઈને જે મહામુનિવરો અંતકૃત થયા, મોક્ષના અનુત્તર સુખને પામ્યા, ઈત્યાદિ વર્ણન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત અન્ય ભાવ પણ મૂલ પ્રથમાનુયોગમાં કહ્યાં છે. આ રીતે મૂલ પ્રથમનુયોગના વિષયનું વિવરણ થયું. તે ગણિડકાનુયોગના કેટલા પ્રકાર છે ? ગડિકાનુયોગમાં કુલકરનંડિકા, તીર્થંકર ગંડિકા, ચક્રવર્તીચંડિકા, દસારગડિકા, બલદેવચંડિકા, વાસુદેવચંડિકા, ગણધર ગડિકા, ભદ્રબાહુગંડિકા, ઉત્સર્પિણીગંડિકા, અવસર્પિણીગંડિકા, ચિત્રાન્તરગેડિક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38