Book Title: Agam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ 286 નિંદીસુ-(૨૦) થઈ જાય છે. ત્યારે પછી બીજા ઘણાં ટીપાં એક એક કરીને નાંખે તે પણ વિલીન થઈ જાય છે, પરંતુ આવી રીતે નિરન્તર પાણીના ટીપાં નાખતા રહેવાથી તે પાણીના ટીપાં મલ્લકને પ્રથમતો ભીનું કરશે. ત્યાર પછી તેમાં પાણીના ટીપાં ટકી શકશે. આ ક્રમથી પાણીના ટીપાં નાખતા રહેવાથી અંતમાં તે મલ્લક પૂર્ણ ભરાઈ જશે. આ ઉપરાંત તેમાંથી પાણી બહાર નીકળવા લાગશે. આવી રીતે વારંવાર શબ્દપુદ્ગલો પ્રવિષ્ટ થવા પર તે વ્યંજન અનંત પુદ્ગલોથી પૂરિત થઈ જાય છે. અર્થાત જ્યારે શબ્દ-પુદ્ગલો દ્રવ્યશ્રોત્રમાં પરિણત થઈ જાય છે ત્યારે તે પુરુષ હું કાર કરે છે. પરંતુ તે નિશ્ચયથી જાણતો નથી કે આ શબ્દ શું છે? ત્યાર બાદ તે ઈહામાં પ્રવેશ કરે છે, ત્યારે તે જાણે છે આ અમુક શબ્દ છે. તત્પશ્ચાતું અવાયમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઉપગત આત્મજ્ઞાનમાં પરિણત. થઈ જાય છે અને નિર્ણય કરે છે કે આ શબ્દ અમુક છે. તત્પશ્ચાતુ ધારામાં પ્રવેશ કે છે અને સંખ્યાત અસંખ્યાત કાળ પર્યત તે શબ્દને ધારણ કરી રાખે છે. અવગ્રહાદિના છ ઉદાહરણો છે, જેમકે કોઈ વ્યક્તિ અવ્યક્ત હબ્દ સાંભળીને “આ શબ્દ છે એમ ગ્રહણ કરે પરન્તુ તે નિશ્ચયથી જાણતો નથી કે, "આ શબ્દ કયો છે' ત્યાર બાદ ઈહામાં પ્રવેશ કરે છે. પશ્ચાતું તે જાણે છે કે “આ અમુક શબ્દ છે.' તત્પશ્ચાતુ અવાયમાં પ્રવિષ્ટ થાય છે. તદઅંતર તેને ઉપગત થઈ જાય છે. તત્પશ્ચાતું ધારણામાં પ્રવિષ્ટ થાય છે. ત્યારે તેને સંખ્યાત યા અસંખ્યાત કાળ સુધી ધારણ કરે છે. જેમકે-કોઈ વ્યક્તિએ અસ્પષ્ટ રૂપ જોયું, તેને “આ કોઈ રૂપ છે' એ રીતે ગ્રહણ કર્યું. પરન્તુ તે જાણતો. નથી કે આ કોનું રૂપ છે? તત્પશ્ચાત્ ઈહા-તકમાં પ્રવિષ્ટ થાય છે, પછી “આ અમુક રૂપ છે આ રીતે જાણે છે. પશ્ચાતું અવાયમાં પ્રવિષ્ટ થાય છે, ત્યારે તે ઉપગત થઈ જાય છે. પશ્ચાતું તે ધારણામાં પ્રવિષ્ટ થાય છે અને સંખ્યાત યા અસંખ્યાત કાલ પર્યન્ત ધારણા કરી રાખે છે. જેમકે –કોઈ પુરૂષ અવ્યક્ત-અસ્પષ્ટ ગંધને સુંઘે છે, તેણે ‘આ કંઈક ગંધ છે આ રીતે ગ્રહણ કર્યું પરંતુ તે જાણતો નથી કે “આ કોની ગંધ છે? તદનંતર ઈહામાં પ્રવિષ્ટ થઈને તે જાણે છે અને તે જાણે છે કે “આ અમુક ગંધ છે. ત્યાર પછી, અવાયમાં પ્રવિષ્ટ થાય છે ત્યારે ત ઉપગત થઈ જાય છે, ત્યાર બાદ ધારણામાં પ્રવિષ્ટ થાય છે અને સંખ્યાત ક અસંખ્યાત. કાલ પર્યત ધારણ કરી રાખે છે. કોઈ પુરુષ અવ્યક્ત સ્પર્શનો સ્પર્શ કરે છે, તેને આ “કોઈક સ્પર્શ છે એ રીતે ગ્રહણ કર્યું પરન્તુ તે જાણતો નથી કે “આ કયો સ્પર્શ છે?” ત્યાર બાદ તે ઈહામાં પ્રવિષ્ટ થાય છે અને જાણે છે કે “આ અમુક સ્પર્શ છે. પશ્ચાતુ અવાયમાં પ્રવિષ્ટ થાય છે. ત્યારે તે ઉપગત થઈ જાય છે. પછી ધારણામાં પ્રવિષ્ટ થાય છે અને સંખ્યાત યા અસંખ્યાત કાલ પર્યન્ત ધારણ કરી રાખે છે. જેમકે -કોઈ પુરુષે અવ્યક્ત સ્વપ્ન જોયુંતેને “આ સ્વપ્ન છે એ રીતે ગ્રહણ કર્યું પરંતુ તે જાણતો નથી કે “આ કેવું સ્વપ્ન છે?” પશ્ચાતું ઈહામાં પ્રવિષ્ટ થાય છે. ત્યાં તે જાણે છે કે આ અમુક સ્વપ્ન છે.' તદનંતર અવાયમાં પ્રવિષ્ટ થાય છે. ત્યારે તે ઉપગત થાય છે. તત્પશ્ચાતું ધારણામાં પ્રવિષ્ટ થાય છે અને સંખ્યાત યા અસંખ્યાત કાળપર્યન્ત ધારણ કરી રાખે છે. આ મલકદષ્ટાન્તથી વ્યંજનાવગ્રહની પ્રરૂપણા થઈ. [૧૨૧-૧૨૨]તે આભિનિબોધિક સંક્ષેપમાં ચાર પ્રકારનું પ્રરૂપ્યું છે, - દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી. દ્રવ્યથી મતિજ્ઞાની સામાન્યરીતે સર્વ દ્રવ્યોને જાણે છે પરન્તુ જોતા નથી. કાળથી મતિજ્ઞાની સામાન્યતઃ ત્રણે કાળને જાણે છે જોતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38