Book Title: Agam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ [74] ---- - ------- -- ---- ------- --- ---- - नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર થી સુધર્માસ્વામિને નમઃ ܕܕܕܕܕܕܕܕܕܕܕܕܕܕܙܢܢܙܕܫܙܢܕܙܕܢܪܪ 44 નંદીસુત્ત (પ્રથમાચૂલિકા-ગુર્જરછાયા [1] સંસારના સમસ્ત પ્રાણીઓના ઉત્પતિસ્થાનો ને જાણનાર, જગતના ગુરુ, જીવોને આનંદ આપનાર, જગતનાથ, સમસ્ત જગતના બંધુ, લોકના પિતામહનો જિનેશ્વરભગવંત સદા. જયશીલ છે. [2] સમસ્ત શ્રુતજ્ઞાનના મૂળસ્ત્રોત, વર્તમાન અવસર્પિણી કાલના 24 તીર્થકરોમાં અંતીમ અને પ્રાણીમાત્રના ગુરુ મહાત્મા મહાવીર સદા જયવંત છે. [૩વિશ્વને જ્ઞાનાલોકથી આલોકિત કરનાર, રાગ-દ્વેષ રૂપ કર્મ-શત્રુઓ ઉપર વિજય મેળવનાર, તથા દેવ-દાનવો દ્વારા વન્દિત, કમરજથી સદા મુક્ત બનેલા ભગવાન મહાવીરનું સદા કલ્યાણ થાઓ. [૪]ગુણરૂપી ભવનોથી વ્યાપ્ત, શ્રુત-શાસ્ત્રરૂપ રત્નોથી પરિપૂર્ણ, વિશુદ્ધ સમ્યકત્વરૂપ રાજપથયુક્ત, અખંડચારિત્રરૂપકિલ્લાવાળા સંઘ-નગર ! તારું કલ્યાણ થાઓ. પી સંયમ જેની નાભિ છે, તપ જેના આરા છે, સમ્યકત્વ જેની પરિધિ છે એવા સંઘરૂપી ચક્રને નમસ્કાર હો! જેની તુલના ન થઈ શકે એવા સંઘચક્રનો સદા જય હો! [૬]અઢાર હજાર શીલાંગ રૂપ ધ્વજા જેના ઉપર ફરફરી રહી છે, જેમાં તપ અને સંયમરૂપ સુંદર અશ્વયુગલ જોડાયેલ છે, જેમાંથી સ્વાધ્યાયનો મંગળમય મધુર ધ્વનિ નિકળી રહેલ છે એવા ભગવાન સંઘરથનું કલ્યાણ થાઓ. 9િ-૮]જે સંઘ રૂપ પા કમરજ-કાદવ તથા જળ-પ્રવાહ બન્નેથી બહાર નીકળેલ છે, જેનો આધાર શ્રતરત્નમય દીર્ઘ નાલ છે, જેની પંચ મહાવ્રત રૂપ સ્થિર કર્ણિકાઓ છે, ઉત્તર ગુરૂપ જેની પરાગ છે, શ્રાવકગણરૂપ ભ્રમરોથી ઘેરાયેલ છે, જિનેશ્વર રૂપ સૂર્યના કેવળજ્ઞાનના તેજથી વિકાસ પામેલો છે અને શ્રમણગણ રૂપ હજારો પત્રોથી સુશોભિત છે એલા શ્રી સંઘપાનું સદ્ય કલ્યાણ હો! [૯]તપ-સંયમ રૂપ મૃગલાંછનથી યુક્ત, અક્રિયાવાદી રુપ રાહુના મુખથી દુદ્ધ, નિરતિચાર સમયકૃત્વરુપ ચાંદનીથી સુશોભિત, સંઘચંદ્ર ! સદા જયને પ્રાપ્ત થાઓ. [10] એકાંતવાદ ગ્રહણ કર્યા પરવાદીરૂપ ગ્રહપ્રભાને નષ્ટ કરનાર, તપતેજથી દેદીપ્યમાન, સમ્યજ્ઞાન રૂપ પ્રકાશથી યુક્ત, ઉપશમ પ્રધાન સંઘસૂર્યનું કલ્યાણ હો. [11] વધતા આત્મિક પરિણામ રૂપ ભરતીથી જે વ્યાપ્ત છે, જેમાં સ્વાધ્યાય અને શુભ યોગ રૂપ કર્મવિદારણ કરનાર મગર છે, જે ક્ષોભ પામતો નથી,તથા જે સમગ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/e95dc4f91929306ff824a94c3fe11dd43f3f00c5ae8acbda3a9a6bc8ac1927e8.jpg)
Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38