________________ સૂત્ર-૪૭ 277 [૪૭]તે પરિષદ્ [શ્રોતાઓનો સમૂહ સંક્ષેપથી ત્રણ પ્રકારની કહી છે. જેમકે (1) જ્ઞાયિકા પરિષદૂ (2) અજ્ઞાયિકા પરિષદ્ 3) દુર્વિદગ્ધા પરિષદુ જેમ ૪િ૮-૫ર જેવી રીતે ઊત્તમ જાતિના હંસ પાણી પાણી છોડીને દુધ પીએ છે તેવી રીતે જે પરિષદમાં ગુણસંપન્ન વ્યક્તિ હોય છે, તેઓ દોષ છોડી ગુણગ્રહણ કરે છે. તેને હે શિષ્ય ! તું જ્ઞાયિકા પરિષદૂ જાણ. જે શ્રોતા. મૃગ, સિંહ અને કૂકડાના અબોધ બચ્ચાઓની જેમ સરળ, સ્વભાવથી જ મધુર હોય, અસંસ્કૃત રત્નોની જેમ સંસ્કારહીન હોય તેવા અનભિજ્ઞ શ્રોતાઓની સભા અજ્ઞાયિકા પરિષદ્ કહેવાય જેવી રીતે કોઈ ગ્રામીણ પંડિત કોઈપણ શાસ્ત્રમાં સંપૂર્ણ ન હોય, અને તિરસ્કારના ભયથી કોઈને પૂછે પણ નહિ અને પોતાની પ્રશંસા સાંભળી મિથ્યાભિમાનથી વાયુપૂર્ણ મશકની જેમ ફૂલાયેલ રહે તેવા લોકોની સભાને હે શિષ્ય! દુર્વિદગ્ધ પરિષદૂ જાણ. [૫૩-૫૪]જ્ઞાન પાંચ પ્રકારનું પ્રરૂપ્યું છે-લલિતજ્ઞાન, શ્રુતજ્ઞાન. અવધિજ્ઞાન મનપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તે પાંચ જ્ઞાનો સંક્ષેપમાં બે ભેદોમાં સમાવિષ્ટ થઈ જાય છે. જેમકે- પ્રત્યક્ષ અને પરોક્ષ. [પપભગવત્ત ! તે પ્રત્યક્ષ જ્ઞાનના કેટલા ભેદ છે? વત્સ! તે પ્રત્યક્ષ જ્ઞાનના બે ભેદ છે. ઈદ્રિયપ્રત્યક્ષ અને નોઈદ્રિય પ્રત્યક્ષ. [પs] તે ઈદ્રિયપ્રત્યક્ષ જ્ઞાન પાંચ પ્રકારનું છે. જેમકે–શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ જિહવેન્દ્રિય પ્રત્યક્ષ અને સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. [૫૭]નોઈદ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કેટલા પ્રકારનું છે ? નોઈદ્રિય પ્રત્યક્ષ જ્ઞાન ત્રણ પ્રકારનું છે. અવધિજ્ઞાન પ્રત્યક્ષ, મનઃ પર્યવ જ્ઞાન પ્રત્યક્ષ, કેવળજ્ઞાન પ્રત્યક્ષ. [૫૮]-અવધિજ્ઞાન પ્રત્યક્ષ કેટલા પ્રકારનું છે ? અવધિજ્ઞાન પ્રત્યક્ષ બે પ્રકારનું કહ્યું છે. જેમકે ભવપ્રત્યયિક અને ક્ષાયોપથમિક. [59]- ભવપ્રત્યયિક- કેટલા પ્રકારનું છે ? ભવપ્રત્યયિક જ્ઞાન બે પ્રકારનું છે. જેમકે દેવો ને થનાર અને નારક જીવોને થનાર. [60] તે ક્ષાયોપજ્ઞમિક અવધિજ્ઞાન કોને હોય છે ? –ક્ષાયોપથમિક અવધિજ્ઞાન બે પ્રકારનાં જીવોને હોય છે. જેમકે મનુષ્યોને અને તિર્યંચ પંચેન્દ્રિયોને. ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કયા હેતુથી ઉત્પન્ન થાય છે?–અવધિજ્ઞાન ને આવરણ કરનાર ઉદય પ્રાપ્ત કમનો ઉપશમ હોવાથી ક્ષાયોપથમિક અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. [૧]અથવા જ્ઞાનાદિ ગુણોથી સમ્પન્ન અણગારને જે ક્ષયોપશમિક અવધિજ્ઞાન, ઉત્પન્ન થાય છે. તેના સંક્ષેપમાં છ ભેદો છે. જેમકે આનુગામિક સાથે ન ચાલનાર) વર્તમાન હીયમાન પ્રતિપાતિક અપ્રતિપાતિક (પ્રશ્ન)–તે આનુગામિક અવધિજ્ઞાન કેટલા પ્રકારનું છે? આનુગામિક અવધિજ્ઞાન બે પ્રકારનું પ્રરૂપ્યું છે. જેમકે- અન્તગતઆત્માના પર્યન્તવર્તી પ્રદેશોમાં ઉત્પન્ન થનાર અને એક દિશામાં જાણનાર) અને મધ્યગત (એકજ સાથે સર્વ દિશાઓને પ્રકાશિત કરનાર) તે અન્તગત કેટલા પ્રકારનું છે ? અન્તગત અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે –પુરતઃ અત્તગત માર્ગતઃ અન્તગત અને પાશ્વતઃ અન્તગત તે પુરતઃ અન્તગત અવધિજ્ઞાન કેટલા પ્રકારનું છે? પુરતઃ અન્તગત. આ પ્રમાણે છે–જેમ કોઈ પણ પુરુષ ઉલ્કા, ઘાંસનો પુળો, સળગતું કાષ્ઠ, મણિ, દીપક, અથવા જ્યોતિને આગળ કરીને અનુક્રમથી યથાગતિએ ચાલે અને તે પ્રકાશિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org