Book Title: Agam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ 280 નિંદીસુi-(૭૫) અંગુલપૃથકત્ત્વ પગ યા પગપૃથકત્ત્વ, વિતસિત–(૧૨ અંગુલ પરિમાણ ક્ષેત્ર) યા વિતસ્તિપૃથકત્ત્વ, રત્નિ (હાથ પરિમાણ ક્ષેત્રો યા રત્નિપૃથકન્ડ કુક્ષિ (બે હાથ પરિમણ ક્ષેત્ર) યા કુક્ષિપૃથકત્ત્વ ધનુષ્ય (ચાર હાથ પરિમાણ ક્ષેત્ર) યા ધનુષ્ય-પૃથકત્ત્વ કોશ યા કોશપૃથકત્વ. યોજન યા યોજનપંથકન્ડ, યોજનશત થા યોજન શતપથકત્ત્વ સહસ્ત્ર યોજન યા સહસ્ત્ર યોજનપૃથકત્ત્વ, લાખ યોજન યા લાખયોજન પૃથકન્ડ, ક્રોડ યોજન થા ક્રોડયોજન પૃથકત્ત્વ, ક્રોડાકોડી યોજન યા કોડાક્રોડી યોજન મૃતકણ્વ, સંખ્યાત યોજન યા સંખ્યાતયોજન પૃથકત્ત્વ, અસંખ્યાત યોજન યા અસંખ્યાતયોજન મૃતકત્ત્વ, અસંખ્યાત યોજન યા અસંખ્યાત યોજનપૃથકત્ત્વ અને વધારેમાં વધારે સંપૂર્ણ લોકને જોઈને જે જ્ઞાન નષ્ટ થઈ જાય છે. તે પ્રતિપાદિત અવધિજ્ઞાન કહેવાય છે. [૭]અપ્રતિપાતિ અવધિજ્ઞાન કેલા પ્રકારનું છે ? અપ્રતિપાતિ અવધિજ્ઞાન જે જ્ઞાનથી જ્ઞાતા અલોકના એકપણ આકાશ-પ્રદેશને વિશિષ્ટ રૂપથી જાણે છે અને સામાન્યરૂપથી જુએ છે તે અપ્રતિપાતી અવધિજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ પર્યન્ત રહે છે. તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે. [૭૭ીતે અવધિજ્ઞાનને સંક્ષેપથી ચાર પ્રકારે કહ્યું છે. જેમકે- દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી. ભાવથી. દ્રવ્યથી-અવધિજ્ઞાની જધન્ય, અનંત રૂપી દ્રવ્યોને જાણે -જુએ છે, ઉત્કૃષ્ટ સર્વરૂપી દ્રવ્યોને જાણે અને જુએ. ક્ષેત્રથી અવધિજ્ઞાની જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને જાણે અને જુએ, ઉત્કૃષ્ટ અલોકમાં લોકમત અસંખ્યાત ખંડોને જાણે અને જુએ છે. કાળથી-અવધિજ્ઞાની જ ઘન્ય આવલિકાના અસંખ્યાતમાં ભાગમાત્ર કાળને જાણે અને જુએ, અતીત અને અનાગત અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અવસિપિણીઓ પરિમાણ કાળને જાણે અને જુએ . ભાવથી-અવધિજ્ઞાની જધન્ય અનંત ભાવોને જાણે અને જુવે છે, ઉત્કૃષ્ટ પણ અનંત ભાવોને જાણે અને જુએ. પરંતુ સર્વ પયયોના. અનન્તમાં ભાગમાત્રને જાણે અને દેખે છે. [38] આ પૂર્વોક્ત અવધિજ્ઞાન-ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યાયિક એ બે પ્રકારે છે, અને તેના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આધારે ઘણા વિકલ્પો-ભેદો છે. [૭૯-૮૦નારકી, દેવ, અને તીર્થંકર અવધિજ્ઞાનથી અબાહ્ય અર્થાતુ યુક્ત જ હોય છે અને સર્વદિશાવિદિશાઓમાં જુએ છે મનુષ્ય અને તિર્યંચજ દેશથી અને સર્વથી પણ) જુએ છે. આ પ્રમાણે અવધિજ્ઞાનપ્રત્યક્ષનું વર્ણન સમાપ્ત. [81) મનપર્યવ જ્ઞાન કેવા પ્રકારનું છે? હે ભગવન્! તે મન૫ર્યવત જ્ઞાન શું મનુષ્યને ઉત્પન્ન થાય છે કે મનુષ્યતર (દેવ-નારકી અને તિર્યંચો) ને ? ગૌતમ ! તે મન:પર્યવ જ્ઞાન મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે. મનુષ્યતર પ્રાણીઓને નહીં. જે મનુષ્યોને ઉત્પન્ન થાય છે તો શું સંમઈિમ મનુષ્યોને થાય છે? ગૌતમ ! સંમછિમ મનુષ્યોને નહિ. ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે. જો ગર્ભજ મનુષ્યોને મન:પર્યવ જ્ઞાન થાય છે તો શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને, અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને કે અન્તરદ્વીપના ગર્ભજ મનુષ્યોને થાય છે ? ગૌતમ ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને મન:પર્યવજ્ઞાન થાય છે, અકર્મભૂમિના અને અત્તરદ્વીપના ગર્ભજ મનુષ્યોને નથી હોતું. જો કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે તો શું સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને અથવા અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38