Book Title: Agam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ 278 નંદીસુ-() વસ્તુઓ દ્વારા માર્ગમાં રહેલા આગળના પદાર્થોને જુએ છે. તેજ પ્રમાણે પુરતઃ અત્તગત અવધિજ્ઞાનથી આગળના આત્મપ્રદેશોથી પ્રકાશિત થતા પદાર્થોને જોઈ શકે છે અને આ જ્ઞાન સાથેસાથે ચાલે છે. -માર્ગતઃ અન્તગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? –માર્ગતઃ અન્તગત. અવધિજ્ઞાન આ પ્રમાણે છે– જેમ કોઈ પુરુષ ઉલ્કા, સળગતા તૃણને, સળગતા કાષ્ઠને, મણિ પ્રદીપ અથવા જ્યોતિને પાછળ કરીને ચાલે તો તે ઉલ્કાઆદિથી પાછળના પદાર્થો પ્રકાશિત થાય છે, તેમજ આત્મા પાછળના પ્રદેશો વડે અવધિજ્ઞાનથી જાણે છે. [62] પાર્શ્વતઃ અત્તગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? પાશ્વતઃ અન્તગત, અવધિજ્ઞાન આ પ્રમાણે છે- જેમ કોઈ પુરુષ ઉલ્કા, સળગતું તૃણ, સળગતું કાષ્ઠ, મણિ, પ્રદીપ અથવા જ્યોતિને બંને બાજુ રાખીને બન્ને–બાજુના ક્ષેત્રને પ્રકાશિત કરતો ચાલે છે. એવી જ રીતે જે અવધિજ્ઞાન બન્ને બાજુના પદાર્થોને પ્રકાશિત કરતું સાથે સાથે ચાલે છે તે પાર્શ્વતો અન્તગત અવધિજ્ઞાન કહેવાય છે. આ અન્તગત અવધિજ્ઞાનનું વર્ણન થયું. મધ્યગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? મધ્યગત અવધિજ્ઞાન આ પ્રમાણે- જેમ કોઈ પુરુષ ઉલ્કા, તૃણના અરિનને, કાષ્ઠના અગ્નિને, મણિને દીપકને અથવા જ્યોતિને મસ્તક પર રાખીને વહન કરતો ચાલે છે અને સર્વ દિશાઓમાં રહેલા પદાર્થોને ઉપરોક્ત પ્રકાશ દ્વારા જોતો ચાલે છે એજ રીતે ચારેય બાજુ પદાર્થોનું જ્ઞાન કરાવતું જે જ્ઞાન જ્ઞાતાની સાથે સાથે ચાલે છે તે જ્ઞાન મધ્યગત અવધિજ્ઞાન કહેવાય છે. અન્તગત અને મધ્યગત અવધિ-જ્ઞાનમાં વિશેષતા શું છે ? પુરત: અન્તગત અવધિજ્ઞાનથી જ્ઞાતા આગળની બાજુ સંખ્યાત અથવા અસંખ્યાત યોજનામાં રહેલા દ્રવ્યોને જાણે છે અને સામાન્ય ગ્રાહક આત્મા (દર્શન) થી જુએ છે. માર્ચતઃ અત્તગત અવધિજ્ઞાની અવધિજ્ઞાન દ્વારા પાછળની બાજુ સંખ્યાત અથવા અસંખ્યાત યોજનોમાં સ્થિત દ્રવ્યોને વિશેષ રૂપથી જાણે છે અને સામાન રૂપથી જુએ છે. પાશ્વતઃ અત્તગત અવધિજ્ઞાનથી બંને બાજુ સ્થિત દ્રવ્યોને સંખ્યાત અથવા અસંખ્યાત યોજનોમાં વિશેષરૂપથી જાણે છે અને સામાન્યરૂપથી જુએ છે. મધ્યગત અવધિજ્ઞાનથી સર્વ દિશાઓમાં અને વિદિશાઓમાં સર્વ પ્રદેશોથી, સર્વ વિશુદ્ધ સ્પર્ધકોથી સંખ્યાત અથવા અસંખ્યાત યોજનોમાં સ્થિત દ્રવ્યોને વિશેષ રૂપથી જાણે છે અને સામાન્ય રૂપથી. જુએ છે. તે આનુગામિક અવધિજ્ઞાન છે. [3] અનાનુગામિક અવધિજ્ઞાનનું સ્વરુપ કેવું છે? અનાનુગામિક અવધિજ્ઞાન આ પ્રમાણે છે. જેમ કોઈ વ્યક્તિ એક સ્થાનમાં અગ્નિ પ્રગટાવી તે અગ્નિની ચારે તરફ પરિભ્રમણ કરતો તે અરિનના સ્થાનથી દૂર જાય તો ત્યાં અંધકાર હોવાથી ત્યાંના પદાર્થોને જોઈ ન શકે, તેવી રીતે અનાનુગામિક અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તે ક્ષેત્રથી સંખ્યાત, અસંખ્યાત યોજન સુધી રહેલા સમ્બન્ધિતનિરંતર અથવા અસમ્બન્ધિત-ત્રુટક તૂટક રીતે પદાર્થને જુએ છે. અનાનુગામિક અવધિજ્ઞાન થયું હોય તે ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જાય તો તે ત્યાંના પદાર્થોને જેતો નથી. [64] વર્લૅમાન –અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? –અધ્યવસાયો-વિચારો પ્રશસ્ત હોવા પર તથા તેઓની વિશુદ્ધિ થવાપર અને ચારિત્રની વૃદ્ધિ થવાપર તથા ચારિત્ર વિશુદ્ધયમાન થવાપર જે જ્ઞાન ચારેય દિશાઓ અને વિદિશાઓમાં સર્વ પ્રકારે વધતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38