Book Title: Agam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ સુત્ર-૬૫ 279 જાય છે તે વર્તમાન અવધિજ્ઞાન છે. | [૬૫-૬૬]ત્રણસમયના આહારક સૂક્ષ્મનિગોદીયા જીવની જેટલી જધન્યઅવગાહના હોય છે તેટલું જધન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર છે. સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત એવા સર્વ અગ્નિકાયના સર્વાધિક જીવોને અંતરરહિત આકાશપ્રદેશોમાં સૂચરૂપે સ્થાપિત કરે. તે જીવો જેટલા આકાશને વ્યાપ્ત કરે, અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર સર્વ દિશાઓમાં તીર્થંકરોએ અથવા ગણધરોએ તેટલું નિર્દેશ્ય છે. [૭]જે અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમાં ભાગમાં રહેલ રૂપી પદાર્થોને દેખે તે કાળથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ દેખે જે ક્ષેત્રથી અંગુલનો સંખ્યાતમો ભાગ જૂએ તે કાળથી આવલિકાની સંખ્યાતમો ભાગ જુએ. ક્ષેત્રથી અંગુલપ્રમાણ જુએ તે આવલિકામાં કંઈક ન્યૂન જૂએ. પૃથકત્વ (બેથી નવ) અંગુલ જૂએ તો સંપૂર્ણ આવલિકા પ્રમાણ કાળ જુએ [68-70] કાળથી મુહૂર્તમાં ન્યૂન જુએ, અને જો કાળથી દિવસમાં કંઈક ઓછું દેખે તો ક્ષેત્રથી એક ગાઉ પરિમાણ દેખે છે એમ જાણવું જોઈએ. જો ક્ષેત્રથી એક યોજન પ્રમાણે જુએ તો કાળથી દિવસ યોજન પ્રમાણ જુએ તો કાલથી દિવસ પૃથકત્વ (બેથી નવ દિવસ) જુએ. જો ક્ષેત્રથી પચીસ યોજન પર્યન્ત જુએ. તો કાળથી પક્ષમાં કંઈક ન્યૂન જાએ. અવધિજ્ઞાની ક્ષેત્રથી જો ભરતક્ષેત્રને જુએ તો કાળથી અર્ધમાસ પરિમિત ભૂત. ભવિષ્ય, કાલ સંબંધી રૂપી પદાર્થોને જાણે દેખે છે. જો ક્ષેત્ર જેબૂદ્વીપ પરિમાણ જાએ તો કાળથી કાંઈક અધિક એક માસ જુએ. જે ક્ષેત્રને જાએ તો કાળથી એક વર્ષ પરિમિત ભૂત ભવિષ્યને જાણે દેખે. અને જે ક્ષેત્રથી રુચક દ્વીપ સુધી દેખે તો કાળથી પૃથકુત્ત્વ વર્ષ-ભૂત ભવિષ્યતું કાળને જાણે દેખે. જો ક્ષેત્રથી સંખ્યાત દ્વીપ–સમુદ્ર પર્યન્ત જાણે જાએ તો કાળથી સંખ્યાત કાળને જાણે, પરંતુ કાળથી અસંખ્યાત કાળ જાણતું હોય તો દ્વીપ-સમુદ્રોની ભજન જાણવી જોઈએ. [71] અવધિજ્ઞાનમાં કાળની વૃદ્ધિ થવાપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-ચારેયની - વૃદ્ધિ થાય છે. ક્ષેત્રની વૃદ્ધિ થવા પર કાળની ભજના-વૃદ્ધિ હોય અથવા ન પણ હોય. દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિ થવાપર ક્ષેત્ર અને કાળ ની ભજના છે. [૭૨-૭૩ોકાળ સૂક્ષ્મ હોય છે પણ ક્ષેત્ર તેનાથી પણ સૂક્ષ્મતર છે. કેમકે એક અંગુલ પરિમિત શ્રેણીરૂપ ક્ષેત્રમાં આકાશના પ્રદેશોની ગણના કરવામાં આવે તો અસંખ્યાત. ઉત્સર્પિણી અવસર્પિણીઓના સમય પરિમાણ તે પ્રદેશો હોય છે. આ રીતે વર્તમાન અવધિજ્ઞાનનું વર્ણન છે. - 74] હાયમાન અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે. હીયમાન અવધિજ્ઞાન અપ્રશસ્તવિચારોમાં વર્તતા અવિરત સમ્યગદષ્ટિ જીવને તથા વર્તમાન દેશવિરત શ્રાવકને અને સર્વવિરત ચારિત્ર-સાધુને, જ્યારે તે અશુભ વિચારોથી સંકલેશને પ્રાપ્ત હોય છે અને ચારિત્રમાં સંકુલેશ ને પ્રાપ્ત થાય છે ત્યારે ચારે બાજુથી--અવધિજ્ઞાનની પૂર્વ અવસ્થાથી હાનિ હોય છે. એ પ્રમાણે હીયમાન-અવધિજ્ઞાન જાણવું. [૭પપ્રતિપાતિ અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? પ્રતિપાતિ અવધિજ્ઞાન-જધન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અથવા સંખ્યાતમો ભાગ, બાલાઝા અથવા બાલાગ્રપૃથકત્ત્વ, લીખ યા લીખપૃથકત્ત્વ, જૂ યા જૂપૃથકત્ત્વ, જવ યા જવપૃથકત્ત્વ, અંગુલ યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38