Book Title: Agam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ 282 નંદીસુનં-(૮૨) જાએ છે, વિપુલમતિ તે જ સ્કલ્પોને કંઈક અધિકતર, વિપુલતર, વિશુદ્ધ અને નિર્મળરૂપે જાણે અને જાએ છે. ક્ષેત્રથી- ઋજુમતિ જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગમાત્ર ક્ષેત્રને તથા ઉત્કૃષ્ટથી નીચે રત્નપ્રભા પૃથ્વી સંબંધી ઉપરના નીચલા ક્ષુલ્લક પ્રતર સુધી અને ઉપર જ્યોતિષચક્રના ઉપરના તલ પયત અને ત્રિછલોકમાં મનુષ્યક્ષેત્રની અંદર-અઢીદ્વીપ-સમુદ્રપર્વત-૧૫ કર્મભૂમિઓ, 30 અકર્મભૂમિઓ, પદ અંતરદ્વિીપોમાં રહેતાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોના મનોગત ભાવોને અઢી અંગુલ અધિક ક્ષેત્રને વિપુલતર, વિશુદ્ધતર અને નિર્મલતર-તિમિર રહિત જાણે અને જુએ છે. કાળથી જામતિ જધન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગને અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમના. અસંખ્યાતમા ભાગ-ભૂત. અને ભવિષ્યકાળને જાણે અને જુએ છે. વિપુલમતિ એટલાજ કાળને અધિકતર, વિપુલતર, વિશુદ્ધતર અને નિર્મળ જાણે અને જુએ છે. ભાવથીઋજુમતિ અનંત ભાવોને જાણે અને જુએ છે, પરંતુ બધા ભાવોના અનંતમા ભાગને જાણે અને જુએ તેજ ભાવોને વિપુલમતિ કંઈક અધિકતર, વિપુલતર, વિશુદ્ધતર અને નિર્મળરૂપે જાણે અને જુએ છે. [૮૩-૮૪]મન:પર્યવજ્ઞાન મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનમાં ચિંતિત અર્થને પ્રગટ કરવાવાળું છે, તથા ગુણપ્રત્યય એણે માન્તિ આદિ ગુણો આ જ્ઞાનની પ્રાપ્તિના કારણ છે અને તે ચારિત્રયુક્ત અપ્રમત્ત તવતનેજ થાય છે. આ પ્રમાણે મન:પર્યવજ્ઞાનની પ્રરૂપણા થઈ. [૮પોતે કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ગૌતમ! કેવળજ્ઞાન બે પ્રકારે પ્રરૂપ્યું છે, જેમક- ભવસ્થકેવળજ્ઞાન અને [૨]સિદ્ધ કેવળજ્ઞાન તે ભવસ્થ કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ? ભવસ્થકેવળજ્ઞાન બે પ્રકારે પ્રરૂપ્યું છે, જેમકે- સયોગીભવસ્થ કેવળજ્ઞાન. અને અયોગીભવસ્થ કેવળજ્ઞાન. તે સયોગીભવસ્થકેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ? સયોગીભવસ્થકેવળજ્ઞાન બે પ્રકારનું પ્રરૂપ્યું છે, જેમકે-પ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અને અપ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન- અથવા બીજી રીતે પણ બે પ્રકારો છે, જેમકે ચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અને અચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન-ભગવન્! અયોગીભવકેવળજ્ઞાન કેટલા પ્રકારે છે ? ગૌતમ ! અયોગીભવી- કેવળજ્ઞાન બે પ્રકારનું છે, જેમકે– પ્રથમસમયઅયોગીભવસ્થકેવળજ્ઞાન અપ્રથમસમયઅયોગીભવસ્થકેવળજ્ઞાન અથવા ચરમસમયઅયોગીભવ સ્થ કેવળજ્ઞાન. અચરમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન આ પ્રમાણે અયોગી ભવસ્થા કેવળજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. ભવસ્થ કેવળજ્ઞાન વર્ણન પૂરૂ થયું. [૮]તે સિદ્ધ કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે? તે સિદ્ધ કેવળજ્ઞાન બે પ્રકારનું છે, જેમકે- અન્તરસિદ્ધકેવળજ્ઞાન અને પરમ્પરસિદ્ધકેવળજ્ઞાન. [૮]તે અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે? તે અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન 15 પ્રકારનું કહ્યું છે, જેમકે– તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તીર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ, સ્વર્યબુદ્ધસિદ્ધ પ્રત્યેકબુદ્ધસિદ્ધ બુદ્ધબોધિત. સિદ્ધ સ્ત્રીલિંગસિદ્ધ પુરૂષલિંગસિદ્ધ નપુંસકલિંગસિદ્ધ સ્વલિંગસિદ્ધ અવલિંગસિદ્ધ ગૃહસ્થતિંગસિદ્ધ એકસિદ્ધ અનેક સિદ્ધનું કેવળજ્ઞાન. આ અનન્તર સિદ્ધ કેવળજ્ઞાન વર્ણન પૂર. તે પરંપર સિદ્ધકેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ? પરંપરસિદ્ધકેવળજ્ઞાન અનેક પ્રકારે વર્ણિત છે, જેમકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38