Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 36
________________ ૧૭ દશાશ્રુત -છેદસૂત્રક [૪૩] હવે સાતમી ઉપાસક પ્રતિમા કહે છે તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. ચાવત દિન-રાત બ્રહ્મચારી અને સચિત આહાર પરિત્યાગી હોય છે. [દર્શન, વ્રત, સામાયિક, પૌષદ, દિવસે બ્રહમચર્ય, દિવસ નિ બ્રહ્મચર્ય એ છે પ્રતિમા પાલક તથા સચિત્ત પરિત્યાગી છે.] પરંતુ આ ઉપાસક ગૃહ આરંભના પરિત્યાગી ન હોય. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે જધન્યથી એક બે કે ત્રણ દિવસ ઉત્કૃષ્ટ સાત મહિના સુધી સૂત્રોક્ત માગનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે. આ સાતમી સચિત્ત પરિત્યાગ નામક ઉપાસક પ્રતિમા છે. આ પ્રતિમા ઉત્કૃષ્ટ સાત માસની હોય છે. ]િ હવે આઠમી ઉપાસક પ્રતિમા કહે છે - તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. (૧) દર્શન, (૨) વ્રત (3) સામાયિક (૪) પૌષધ (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત્રે બ્રહ્મચર્ય, (૭) સચિત્ત પરિત્યાગી એ પૂર્વની સાત પ્રતિમાના પાલન ઉપરાંત ઘરના સર્વે આરંભ કાર્યોનો પરિત્યાગી હોય છે. પરંતુ અન્ય સર્વે આરંભના પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે જઘન્યથી એક, બે, ત્રણ યાવતુ આઠ મહિના સુધી સૂત્રોક્ત માગનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે. આ “આરંભ પરિત્યાગ' નામે આઠમી ઉપાસક પ્રતિમા કહી. આ પ્રતિમા ઉત્કૃષ્ટ આઠ માસ સુધીની હોય છે. [૫] હવે નવમી ઉપાસક પ્રતિમાં કહે છે - તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. યાવત્ આરંભ પરિત્યાગી હોય છે. અથતિ (૧) દર્શન, (૨) વ્રત, (3) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસરાત બ્રહ્મચર્ય, (૭) સચિત્ત પરિત્યાગ અને (૮) આરંભ પરિત્યાગ એ આઠ ઉપાસક પ્રતિમાના પાલનક્ત, બીજા દ્વારા આરંભ ાવવાના પણ પરિત્યાગી હોય છે. પરંતુ ઉદિષ્ટ ભક્ત અથતુ પોતાના નિમિત્તે બનાવેલા ભોજન #નાર પરિત્યાગી હોતા નથી. આ પ્રશ્નરે આચરણાપૂર્વક વિચરતા તે જધન્યથી એક બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી નવ મહિના સુધી રોક્ત માગનુસાર પ્રતિમાને પાળે છે. આ નવમી “પૈષ્ય પરિત્યાગ' ઉપાસક પ્રતિમા છે. આ પ્રતિમાનું ઉત્કૃષ્ટ પાલન નવ માસ સુધી હોય છે. [૪] હવે દશમી ઉપાસક પ્રતિમા હે છે - તે સર્વ ધર્મ રચિવાળો હોય છે. પૂર્વોક્ત નવે પ્રતિમાનો ધારક હોય છે, તે આ પ્રમાણે દર્શન, વ્રત, સામાયિક, પોષદ, દિવસે બ્રહ્મચર્ય, દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, સચિત્ત પરિત્યાગી, આરંભી પરિત્યાગી અને નવમી પે પરિત્યાગી પ્રતિમા પાલક હોય છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68