Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 64
________________ ૧૮૮ દશાશ્રુતસ્કંધ-છેદ ૩ શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પ્રજ્ઞમ ધર્મ હે ? ઉત્તર – હા, કહે છે. પ્રશ્ન – શું, તે સાંભળે છે ? ઉત્તર – હા, સાંભળે છે. પ્રશ્ન - શું તે ફેવલિ પ્રજ્ઞામ ધર્મ પરત્વે શ્રદ્ધા પ્રતીતિ અને રુચિવાળો થાય છે ખરો ? ઉત્તર - હાં, તે ક્વલિ પ્રજ્ઞમ ધર્મ પત્વે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિવાળો પણ થાય છે. પ્રશ્ન - શું તે શીલાત, ગુણંવત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ ક્ય છે ખરો ? ઉત્તર – તે સંભવ નથી. તે કેવળ દર્શન શ્રાવક હોય છે. તે જીવ-અજીવનું યથાર્થ સ્વરૂપનો જ્ઞાતા હોય છે ચાવતું તેને અસ્થિમજ્જાવતુ ધર્માનુરાગ હોય છે. જેમ કે હે આયુષ્યમાન ! આ નિર્ચન્જ પ્રવચન જ જીવનમાં ઈષ્ટ છે, આ જ પરમાઈ છે, બાકી બધું નિરર્થક છે. તે આ પ્રમાણે અનેક વર્ષો સુધી આગારધર્મની આરાધના ક્રે છે અને આરાધના કરીને જીવનની અંતિમ ક્ષણોમાં કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! તે નિદાનનું આ પાપરૂપ પરિણામ છે કે આ શીલવત, ગુણવત, વિસ્મણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધવાસ કરી શક્તો નથી. ( સાતમાં વિટાણાનું રવા કહ્યું ] ૧૧] હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે યાવત સંયમ સાધનામાં પરાક્રમ તો નિગ્રન્થ દિવ્ય અને માનષિક કામભોગોથી વિરક્ત થઈ એમ વિચારે કે “માનષિક કામભોગ અધવ ચાવત ત્યાજ્ય છે.” દેવ સંબંધિ કામભોગ પણ અધુવ, અનિત્ય, શાકાત, ચલાલ સ્વભાવવાળા, જન્મ-મરણ વધારનારા અને પહેલા કે પછી અવશ્ય ત્યાજ્ય છે. જો સમ્યક પ્રશ્નરે આચરિત મારા આ તપ-નિયમાદિનું જે લ્યાણ કરી વિશિષ્ટ સ્થળ હોય તો હું પણ ભાવિમાં વિશદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળો ઉગ્રવંશી કે ભોગવંશી કુળમાં પુરૂષ રૂપમાં ઉત્પન્ન થાઉં અને શ્રમણોપાસક થાઉં. જીવાજીવના સ્વરૂપને જાણું ચાવતું ગ્રહણ કરેલા તપ વડે આત્માને ભાવિત કરતો વિય, તે શ્રેષ્ઠ થશે. હે આયુષ્યમાન શ્રમણો આવી રીતે કોઇ સાધુ કે સાધ્વી નિયાણું ક્રે યાવતું દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં મહાઅદ્ધિવાળો દેવ થાય છે. યાવત દિવ્ય ભોગોને ભોગવતો વિચરે છે. યાવત્ તે દેવ તે દેવલોકનું આયુ ક્ષય થતાં યાવત પુરૂષરૂપે ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ પૂર્વવતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68