Book Title: Agam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 32
________________ ૧ર૦ વ્યવહાર-જીંદસ-૩ [૧૦] રોગગ્રસ્ત આચાર્ય કે ઉપાધ્યાય કોઈ મુખ્ય સાધુને ક્યું કે “હે આર્ય ! મારા કાળધર્મ પછી અમુક સાધુને મારા પદ ઉપર સ્થાપિત કરજો, જો આચાર્ય દ્વારા નિર્દિષ્ટ તે સાધુને પદ ઉપર સ્થાપન વાને યોગ્ય હોય તો તેને સ્થાપિત ક્રવો જોઈએ. જો તે એક પદ ઉપર સ્થાપન ક્રવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ, જે સંઘમાં અન્ય કોઈ સાધુને પદ માટે યોગ્ય હોય તો તેમને સ્થાપિત ક્રવા જોઈએ. જો સંઘમાં બીજા ક્રેઈ સાધુને પદને યોગ્ય ન હોય તો આચાર્યે ધેલ સાધુને જ તે પદ ઉપર સ્થાપવા જોઈએ. તેમને તે પદ ઉપર સ્થાપિત ક્યાં પછી જોઈ ગીતાર્થ સાધુ હે કે હે આર્ય ! તમે આ પદ માટે અયોગ્ય છો, તેથી આ પદને છોડી દો. એમ કહેતા જે તે ઉક્ત પદને છોડી દે તો છેદ કે તપ પ્રાયશ્ચિત્ત ન આવે. જો સાધર્મિક સાધુ કલ્પ અનુસાર તેને આચાર્યાદિ પદ છોડવાને માટે ન કહે તો તે બધાં સાધર્મિક સાધુ ઉક્ત કારણથી છેદ કે તપ પ્રાયશ્ચિતને પાત્ર થાય છે. [૧૦૮] સંયમનો પરિત્યાગ કરી જનારા આચાર્ય કે ઉપાધ્યાય કોઈ મુખ્ય સાધુને કહે હા આર્ય ! મારા ચાલ્યા ગયા પછી અમુક સાધુને મારા પદ ઉપર સ્થાપિત જો - શેષ કથન સૂઝ-૧૦૭ મુજબ છે. [૧૯] આચાર્ય કે ઉપાધ્યાય સ્મરણ હોવા છતાં પણ વડી દીક્ષાને યોગ્ય સાધુને ચાર-પાંચ રાત્રિ પછી પણ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે અને તે સમયે જો તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડીદિક્ષા થવામાં પણ વાર હોય તો તેને છેદ કે તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. જો તે નવદીક્ષિત કે વડી દીક્ષા લેવા યોગ્ય કોઈ પૂજ્ય પુરુષ ન હોય તો તેમને ચાર-પાંચ સત્રિ ઉલ્લંઘન કરવાનું છેદ કે કપરૂપ પ્રાયશ્ચિત આવે છે. [૧૧] આચાર્ય કે ઉપાધ્યાય, સ્મૃતિમાં ન રહેવાથી વડી દીક્ષાને યોગ્ય સાધુને શેષ આલાવો સૂત્ર-૧૦૯ મુજબ જણાવો. ૧૧૧] આચાર્ય કે ઉપાધ્યાયને સ્મૃતિમાં રહેલ હોય કે સ્મૃતિમાં રહેલ ન હોય તો પણ વડીદીક્ષાને યોગ્ય સાધુને દશ દિવસ બાદ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન રે. તે વખતે જો તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડી દીક્ષા ચયામાં વાર હોય તો તેમને છેદ કે તપપ જોઈ પ્રાયશ્ચિત્ત ન આવે. જો તે નવદીક્ષિતને વડી દીક્ષાને યોગ્ય કોઈ પૂજ્યપુરુષ ન હોય તો તેમને દશ સમિ ઉલ્લંઘન કરવાના કારણે એક વર્ષ સુધી આચાર્ય ચાવતું ગણાવચ્છેદક પદ ઉપર નિયુક્ત કરવા ન સ્પે. [૧૧] વિશિષ્ટ જ્ઞાનપ્રાપ્તિને માટે જે કોઈ સાધુ પોતાનો ગણ છોડીને બીજા ગણને સ્વીકાર કરી વિચરતો હોય તે સમયે તેને જો કોઈ સ્વધર્મી સાધુ મળે અને પૂછે - હે આર્ય “તમે જોની નિશ્રામાં વિચરો છો ?' ત્યારે તે એ ગણમાં જે દીક્ષામાં સૌથી મોટા હોય તેનું નામ કહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55