Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra
Author(s): Nimchand Hirachand Kothari
Publisher: Nimchand Hirachand Kothari

View full book text
Previous | Next

Page 5
________________ ન ઉપજે તેટલા માટે તેને જુદા જુદા હેડીંગમાં ગોઠવવામાં આવ્યા છે, તે પણ કોઈ મૂળ વાત ત્રુટક કરવામાં આવી નથી (હેડીંગ બાદ કરતાં એક સરખી હકીકત નજર આવશે.) • આ પુસ્તક વાંચક વર્ગને ઉપયોગી થશે તે લીધે શ્રમ ઉપયોગી ગણી હું મને પિતાને કૃતાર્થ માનીશ વળી ઉપયોગી થયાની ખાત્રી તેમના ખપ ઉપરથી જણાશે. આ પુસ્તક કદમાં ને શોભામાં ધાર્યા કરતાં વિશેષ કરવામાં આવ્યું છે. છતાં તેની કીમત જેમની તેમ કાયમ રાખવામાં આવી છે તે આશા છે કે બે રૂપિયાની રાખેલી કીમત વાંચક વર્ગને વધારે નહીં લાગતા સહુ તેને લાભ લઈ શકશે. આ મારો પ્રથમ પ્રયાસ છે જેથી તેમાં ખામી અને ભૂલ તે હશેજ. પણ વાંચક વર્ગ કપા કરી દીર્ધ દ્રષ્ટીથી ક્ષમા કરશે એમ આશા રાખું છું ને જે ખામી જણાય તે સરવવામાં આવશે તે વખતે બીજી આવૃતિ કાઢવાને પ્રસંગ આવશે તે ઉપકાર સાથે સુધારવામાં આવશે. - સુજ્ઞ વાચક વર્ગો જાણે છે કે હમેશાં કામ કરવું ને ભૂલ કાઢવી એ બેમાં ઘણે તફાવત રહે છે. ભૂલની દ્રષ્ટીએ જોવાય તે ભૂલ નીકળેજ, પણ જે ગુણગ્રાહી અને અમીની દ્રષ્ટીથી જોવાય તો જ અનુકુળ પડતું થવા સંભવ થાય. સ્વજાતિ સ્વજાતિને ગ્રહ એવો નિયમ છે તે મુજબ ગુણ ગુણને ગ્રહને દુર્ગણી દુર્ગુણને ગ્રહ. ગુણથી ગુણી ભિન્ન નથી, તેમ ગુણથી ગુણ ભિન્ન નથી. એ ગુણી અને ગુણ બન્ને એકજ છે દાખલા તરીકે સાકર અને સાકરની મીઠાશ ભિન્ન નથી ને તેથી કરી કેવળજ્ઞાન ઉપજે છે ત્યારે કોઈને દેષ ગ્રહણ થતું નથી તેટલાજ કારણથી આચાર્ય પદવી કેવળી છતાં છદમસ્તને અપાય છે. માટે વાંચક વર્ગે પિતાનું ગુણગ્રાહીપણું નહીં છોડવા પ્રાર્થના છે. તે આ પુસ્તકના હેન્ડબીલમાં સાદી ભાષા વાપરવામાં આવેલી એટલું જ નહિ પણ પુસ્તકની કીમત પહેલાં અને પાછળથી ગ્રાહક થનાર પાસેથી એક સરખી લેવા રાખ્યા છતાં તેમજ દીનપરદન પુસ્તકોના હેન્ડબીલોને વર્ષાદ વરસવા છતાં જે ગૃહસ્થાએ ઉદારતા બતાવી અગાઉથી ગ્રાહક થઈ આશ્રય આપ્યો છે તેમને અંત:કરણથી ઉપકાર માનું છું પુસ્તક છાપવું પુરૂં થતાં સુધીમાં જેમના તરફથી ગ્રાહકોનાં નામ ભરાઈ હેન્ડબલે પાછાં આવી પહોંચ્યાં છે તેઓ ગૃહનાં મુબારક નામ પુસ્તકના પાછળના ભાગમાં દાખલ કરવામાં આવ્યાં છે. તક ગયા પછી આવેલાં ગ્રાહકોનાં નામ રહી ગયા સંબંધે મારી કસુર નહીં ગણવા વિનંતિ છે. આ પ્રસંગે મારે જણાવવું જોઈએ કે રાજકોટના રહીશ કે ઠારી અભેચંદ ગોપાળજી જે સ્વભાવે શાન્ત અને મીલનસાર છે તેણે પિતાને આપકમિપણથી પિતાની બહેશથી થોડાં વરસ થયાં મુંબઈમાં કમિશન એજન્ટની પિતાથી દુકાન કરેલી છે તે મારા નજીકના કુટુંબી થાય છે તેણે આ પુસ્તકના સંબંધમાં પહેલેથી છેલ્લે સુધી તન મન ને ખંતથી પિતાના કિસ્મતી વખતને ભેગ આપી વખતે વખત કિસ્મતી મદદ કરેલી છે તેને માટે તેમને ધન્યવાદ ઘટે છે, Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 394