Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 19
________________ શ્રુત-૧, ભૂમિકા મળે છે, તે વર્ણાદિનું મળવું તે વિસસાકરણ, તે અસંખ્યેયકાળ રહેનાર હોય છે. અસ્થિર તે ક્ષણમાત્ર રહેનાર-સંધ્યાના રંગ, ઇન્દ્રધનુષુ વગેરે છે. તથા છાયાપણે અને આત૫૫ણે પુદ્ગલોના વિસસાપરિણામથી જ પરિણામ છે, તે ભાવકરણ છે. દૂધ આદિ સ્તનમાંથી નીકળ્યા પછી ક્ષણે ક્ષણે કઠિન અને ખાટું વગેરે થાય છે તે ભાવકરણ છે. [નિ.૧૬-] હવે મૂળકરણ કહે છે - શ્રુતગ્રન્થમાં આ મૂલકરણ છે. તે મન, વચન, કાચ લક્ષણ પ્રવૃત્તિ અને શુભ અશુભ ધ્યાનમાં રહેલા વડે ગ્રંથચના કરાય છે, તેમાં લોકોત્તરમાં શુભ ધ્યાનમાં રહી ગ્રંથરચના કરાય છે અને લોકમાં અશુભ ધ્યાન આશ્રિત ગ્રંથરચના કરાય છે. લૌકિક ગ્રંથ કર્મબંધનો હેતુ હોવાથી કર્તાનું અશુભ ધ્યાન જાણવું. અહીં તો ‘સૂત્રકૃત્’ તો સ્વ સિદ્ધાંત હોવાથી શુભ અધ્યવસાયથી રચેલું છે કેમકે શુભ ધ્યાનાવસ્થિત ગણધરોએ ચેલું છે. તેઓ ગ્રંયરચના વખતે શુભ ધ્યાની હોવાથી કર્મદ્વાર વડે અવસ્થા વિશેષને કહે છે. ૨૩ [નિ.૧૭-] તેમાં કર્મસ્થતિ વિચારતા મધ્યમ કર્મતિવાળા ગણધરોએ આ સૂત્ર રચેલ છે. તથા વિપાકથી મંદ અનુભાવવાળા, બંધને આશ્રીને જ્ઞાનાવરણીયાદિ મંદાનુભાવે બાંધતા તથા અનિકાચિત અને નિધત અવસ્યા કરતા, દીર્ઘ સ્થિતિક કર્મોને હ્રસ્વ સ્થિતિ કરીને તથા બંધાતી ઉત્તરપ્રકૃતિને સંક્રામવા વડે, ઉદયમાં આવેલા કર્મોને ઉદીરણા કરવા વડે અપ્રમત્તગુણ સ્થાને રહી, સાતા-અસાતા-આયુને ઉદીરતા તથા મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર, અંગોપાંગ આદિ કર્મના ઉદયે વર્તતા, પુરુષ વેદે રહીને ક્ષાયોપશમિક ભાવમાં વર્તતા ગણધરાદિ વડે આ સૂત્રકૃતાંગ રચાયું છે. હવે સ્વબુદ્ધિના પરિહાર દ્વાર વડે કરણના પ્રકારને કહે છે– [નિ.૧૮-] તીર્થંકરના મતને સાંભળી માતૃકાદિ પદોને ઇન્દ્રભૂતિગૌતમ આદિએ ગ્રંથરચનામાં ક્ષયોપશમ કરીને, તેના પ્રતિબંધક કર્મના ક્ષયોપશમથી ઉપયોગ રાખીને શુભ અધ્યવસાય વડે સજ્જનોએ આ સૂત્ર કર્યુ, તેથી “સૂત્રકૃ” નામ છે. હવે તીર્થંકરે કયા યોગમાં વર્તી કહ્યું અને ગણધરે કયા યોગમાં રચ્યું તે બતાવે છે– [નિ.૧૯-] તેમાં ક્ષાયિક જ્ઞાનવર્તી તીર્થંકરે વાક્યોગ વડે અર્થ પ્રકર્ષયથી ગણધરોને કહ્યો. તે ગણધરો સામાન્ય પુરુષ ન હતા, પણ ક્ષીરાશ્રવલબ્ધિ આદિના સમૂહના યોગના ધારક યોગધર હતા, તેમની સમક્ષ પ્રકાશેલ, સૂત્રકૃત અંગની અપેક્ષાએ નપુંસક લિંગ છે. સાધુ શબ્દથી અહીં ગણધરો લીધા છે, તેમને ઉદ્દેશીને ભગવંતે અર્થ પ્રકાશ્યો છે, તે. અર્થ સાંભળીને ગણધરોએ પણ વચનયોગ વડે રચ્યું. તે જીવનો સ્વાભાવિક ગુણ એટલે પ્રકૃત, તે પ્રાકૃત ભાષા વડે રચ્યું. પણ સંસ્કૃત ભાષામાં ન રચ્યું. સંસ્કૃત ભાષા નાટ્, નિટ, શત્ પ્રત્યયાદિ વિકારની વિકલ્પનાથી બનેલી છે તેમાં ન રચ્યું. હવે બીજી રીતે સૂત્રકૃતનો નિરુક્ત અર્થ કહે છે– [નિ.૨૦-] અકારાદિ અક્ષરના ગુણ કે તેના અનંતગમ પર્યાયવાળું ઉચ્ચારણ લેવું, અન્યથા અર્થનું પ્રતિપાદન કરવું અશક્ય છે. અક્ષગુણ વડે મતિજ્ઞાનની સંઘટના એટલે ભાવશ્રુત, તેને દ્રવ્યશ્રુત વડે પ્રકાશવું તે. અથવા અક્ષરગુણની બુદ્ધિ ૨૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વડે રચના કરવી તેના વડે તથા જ્ઞાનાવરણ આદિ કર્મોને દૂર કરવા - જીવપ્રદેશોથી પૃથક્કરણ રૂપ, પરિશાટન કરવું તે હેતુ વડે ‘સૂત્રકૃતાંગ' કર્યું તે સંબંધ છે. તે જ કહ્યું છે જેમ જેમ ગણધરો સૂત્ર રચવાનો ઉદ્યમ કરે છે, તેમ તેમ કર્મો ઓછા થાય છે, જેમ જેમ કર્મો ઓછા થાય તેમ તેમ ગ્રંથ રચનાનો ઉધમ થાય. એ જ વાત પાછલી અડધી ગાથાથી બતાવે છે તે ઉભય યોગ એટલે અક્ષર ગુણમતિ સંઘટના યોગ તથા કર્મપરિશાટના યોગ વડે અથવા વાક્યોગ અને મનોયોગ વડે આ સૂત્ર કર્યું એટલે સૂત્રકૃત્ એવું નામ છે. સૂત્રકૃતનું નિરુક્ત કહ્યું હવે સૂત્રપદનું નિરુક્ત કહે છે– [નિ.૨૧-] અર્થના સૂચનથી સૂત્ર, તે સૂત્ર વડે કેટલાક અર્થો સાક્ષાત્ સ્વીકાર્યા, તથા બીજા અર્થો અપિત્તિથી સમજાવ્યા. એટલે સાક્ષાત્ ન બતાવ્યા હોય છતાં ‘દહીં લાવ' એમ કહેતા દહીંનું વાસણ લાવવાનું પણ જાણે. એમ કરીને ચૌદપૂર્વીઓ પરસ્પર છ સ્થાનમાં રહેલા છે. તથા કહ્યું છે— અક્ષર પ્રાપ્તિ વડે સમાન, પણ ઓછા-વધતાં મતિ પ્રમાણે હોય છે તે મતિથી શ્રુતજ્ઞાનમાં પણ ઓછા-વધતાં જાણી લેવા. તેમાં જે સાક્ષાત્ અર્થ બતાવ્યા, તેમાં બધાં ચૌદપૂર્વી સમાન જાણવા, પણ જે સૂચિત છે, તેની અપેક્ષાએ કોઈ ચૌદપૂર્વી અનંત ભાગ અધિક અર્થને જાણે, બીજા તે જ કારણથી અસંખ્ય ભાગ અધિક અર્થ જાણે, ત્રીજા સંખ્યેય ભાગ અધિક જાણે, તથા બીજા સંખ્યેય, અસંખ્યેય, અનંતગુણ જાણે. તે બધાં યુક્તિયુક્ત સૂત્રમાં કહ્યા જેવા સમજવા. તે જ કહ્યું છે કે - “મતિ વિશેષ હોય - ઇત્યાદિ." | પ્રશ્ન - શું સૂત્રમાં કહ્યા સિવાયના પણ અર્થો છે કે જેથી ચૌદ પૂર્વીઓ પટ્ સ્થાન પતિત કહો છો ? [ઉત્તર] - હા, ઘણાં છે. કહ્યું છે - જે પ્રજ્ઞાપનીય ભાવવાળા પદાર્થો છે તે ન કહી શકાય તેવાનો અનંતમો ભાગ છે અને કહી શકાય તેવા પદાર્થોનો અનંતમો ભાગ સૂત્રમાં ગુંથેયોલ છે. આમ હોવાથી તે અર્થો આગમમાં બહુ પ્રકારે ગોઠવેલા છે, કેટલાંક સૂત્રોમાં સાક્ષાત્ કહ્યા છે, કેટલાંક અપિત્તિથી સમજાય છે અથવા ક્યાંક દેશથી અને ક્યાંક સર્વે પદાર્થો લીધા છે. વળી જે પદો વડે અર્થો બતાવીએ તે પદો પ્રસિદ્ધ છે, સાધવા પડતાં નથી, તે અનાદિના છે, હમણાં ઉત્પન્ન કરેલા નથી તથા આ દ્વાદશાંગી શબ્દાર્થ રચના વડે મહાવિદેહમાં નિત્ય છે અને ભરત ઐવત ક્ષેત્રમાં દરેક તીર્થંકરમાં શબ્દ રચના દ્વાર વડે નવી રચાય છે પણ પદાર્થ અપેક્ષાએ તો નિત્ય જ છે. - x + X + હવે સૂત્રકૃતના શ્રુતસ્કંધ, અધ્યયનાદિનું નિરુપણ કરે છે— [નિ.૨૨-] આ સૂત્રમાં બે શ્રુતસ્કંધ, ૨૩-અધ્યયનો, ૩૩-ઉદ્દેશાકાળ છે. તે આ રીતે - અધ્યયન-૧માં ૪-ઉદ્દેશા, બીજામાં ૩, ત્રીજામાં ૪, ચોથા-પાંચમામાં ૨-૨, તથા બાકીના અધ્યયનો એકસરા છે. આ રીતે ૩૩-ઉદ્દેશા છે. આ સૂત્ર આચારાંગથી બે ગણું અર્થાત્ ૩૬,૦૦૦ પદ પરિમાણ છે.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 264