Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ શ્રુત-૧, ભૂમિકા કહીશ એ પ્રયોજન પદ છે અને છેવટનું પ્રયોજન મોક્ષ પ્રાપ્તિ છે, સંબંધ તો પ્રયોજના પદ વડે કરી અનુમાન કરવા યોગ્ય છે, માટે જુદો કહ્યો નથી. કેમકે શાસ્ત્ર અને પ્રયોજન બંને સંબંધના આશ્રયમાં છે - x • આ સમુદાય અર્થ કહ્યો. હવે અવયવ અર્થ કહે છે - દ્રવ્ય અને ભાવથી તીર્થના બે ભેદ છે. દ્રવ્યતીર્થ તે નદી ઉતરવાનો માર્ગ. ભાવતીર્થ તે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ આ ત્રણે સંસારસમુદ્ર પાર ઉતારવામાં સમર્થ છે અથવા ત્રણેનો આધાર તે સંઘ કે પ્રથમ ગણધર છે. તેને કરનારા તીર્થકરોને નમીને કહીશ તેમાં બીજે પણ તીર્થકરવને કોઈ કહે તેનો વ્યવચ્છેદ કરવા કહે છે . જે રાગ, દ્વેષ, મોહને જીતે તે જિન. આવા જિન સામાન્ય કેવલિ પણ હોય તેવી સ્પષ્ટતા માટે “વર” શબ્દ મૂક્યો. ૩૪ અતિશયયુક્ત તે જિનવર. તેમને નમીને, તેમને નમસ્કાર કરવાનું કારણ છે તેમનું આગમના અર્ચના ઉપદેશવથી ઉપકારીપણું. જિત સાથે વર વિશેષણનું કારણ છે શાસ્ત્રનું ગૌરવ. શાસ્ત્ર રચનારના પ્રાધાન્યથી શાસ્ત્રનું પ્રધાનપણું છે. અર્થનું સૂચન કરે તે સૂત્ર. તેને કરનાર તે સૂત્રકાર. તેઓ સ્વયંભુદ્ધ-આદિ પણ હોય, તેથી અહીં ગણધરોને નમીને કહ્યું. સામાન્ય આચાર્યોમાં ગણધરવ હોવા છતાં તીર્થકર નમસ્કાર પછી તુરંત ગણધર લેવાથી ગૌતમ આદિ જ જાણવા. ગાથામાં મકેલ ૨ સિદ્ધાદિના ગ્રહણ માટે છે. વવ પ્રત્યયથી સ્વ-પર સિદ્ધાંતનું સુચન જેના વડે કરાયું છે તે ‘સૂત્રકૃત'. તેના મહાઅર્થવવી તેને “ભગવાન” એવું વિશેષણ આપ્યું અને એના વડે આ સૂત્ર સર્વજ્ઞનું કહેલું છે, તે પણ બતાવ્યું. યોજન એટલે યુક્તિ-અર્થની ઘટના, નિશ્ચયથી કે અધિકતાથી જે યુક્તિ કરાય તે નિયુક્તિ અર્થાત્ સભ્ય અર્થને પ્રગટ કરવો તે. અથવા નિયુક્ત સૂત્રમાં જ પરસ્પર સંબંધ રાખનારા અર્થોનું રહસ્ય પ્રગટ કરવું તે યુક્ત શબ્દના લોપથી નિયુક્તિ, તેને કહીંશ. અહીં સૂત્રકૃતાની નિયુક્તિને કહીશ એના વડે ઉપક્રમ દ્વાર કહ્યું. તે જ અહીં ‘અપસંદ' શબ્દ વડે થોડું કહ્યું. ત્યારપછી નિપ. તે ત્રણ પ્રકારે છે, ઓઘ નિષ્પન્ન, નામ નિપજ્ઞ, સૂગાલાપક નિષa. તેમાં ઓઘ નિપજ્ઞ નિક્ષેપમાં આ ‘અંગ’ પોતે છે, નામનિષ નિક્ષેપમાં “સૂત્રકૃત” છે. હવે પર્યાય કહે છે– [નિ.૨] અંગોમાં સૂત્રકૃતુ બીજુ અંગ છે, તેના આ યોક અર્થવાળા નામો છે. (૧) 'ભૂત' એટલે અર્થરૂપે તીર્થકરોથી ઉત્પન્ન, તેને ગણધરોએ ગ્રંથ ચના વડે કર્યું - તે સૂતગડ, (૨) ‘સૂત્રકૃત' એટલે સ્ત્રાનુસારે જેમાં તાવનો અવબોધ કરાય તે ‘સુcકડ'. (3) ‘સૂચામૃત” એટલે સ્વ પર સિદ્ધાંતનું અર્થ સૂચન તે સૂચા. તે જેમાં કરી છે તે. આ ત્રણે નામો ગુણનિષ્પન્ન છે. [નિ.3-] સૂઝ અને કૃત બે પદોનો નિક્ષેપ કહે છે - નામ, સ્થાપના છોડીને દ્રવ્યસૂત્ર બતાવે છે - પોંડગ એટલે કાલાથી ઉત્પન્ન થયેલ કપાસનું રૂ. આદિ શબ્દથી અંડજ રિશમ, વાલજ [ઉન આદિ લેવા. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભાવમૂત્ર-અહીં આ અધિકારમાં ‘સૂચક જ્ઞાન’ અથતુ “શ્રુતજ્ઞાન' છે. તેનું જ સ્વ-પરના અર્થનું સૂકપણું છે. તે શ્રુતજ્ઞાન સૂઝ ચાર પ્રકારે છે – સંજ્ઞાસૂત્ર, સંગ્રહમ, વ્રતનિબદ્ધ, જાતિનિબદ્ધ. તેમાં સંજ્ઞા સૂત્ર સ્વસંકેતપૂર્વક નિબદ્ધ છે. જેમકે - “જે ડાહ્યો છે, તે સ્ત્રી સંગ ન કરે.” ઇત્યાદિ. તથા લોકમાં પણ પુદ્ગલો, સંસ્કાર, ક્ષેત્રજ્ઞ ઇત્યાદિ. સંગ્રહસૂત્ર - જે ઘણાં અને સંગ્રહ કરે છે. જેમકે - ‘દ્રવ્ય’ કહેતા સર્વ ધર્મઅધર્માદિ દ્રવ્યનો સંગ્રહ લેવાય. અથવા “ઉત્પાદ થય ઘૌવ્ય યુક્તસતુ”. વૃત નિબદ્ધ સૂત્ર-અનેક પ્રકારે વૃત જાતિ આદિથી નિબદ્ધ. જેમકે - “જ્ઞાનસ", ‘‘ તિનેતિ” વગેરે. જાતિ નિબદ્ધ ચાર પ્રકા (૧) કાનીય - જેમકે ઉત્તરાધ્યયન, જ્ઞાતાસૂત્ર આદિ. (૨) ગધ - બ્રહ્મચર્ય અધ્યયનાદિ, (૩) પધ-છંદોવાળું, (૪) ગેમ-જે સ્વર સંચાર વડે પ્રાય ગીતિ છંદ વડે ચેલ - જેમકે કાપિલીય અધ્યયન-ગ્નપુર્વ મસTo [નિ.૪-] હવે ‘કૃત પદનો નિક્ષેપ કહે છે - કૃત એટલે કર્મ બાંધવું. કેમકે અકતનિ કર્મ બંધાતુ નથી. • x • X - કરણ, કાક અને કૃત એ ત્રણ શબ્દ છે, તે ત્રણેના પ્રત્યેકના નામ આદિ છ નિક્ષેપા છે, તેમાં પાછલી અડધી ગાથા વડે સંક્ષેપમાં કહેવાનું હોય કરણ શબ્દને છોડીને કારકના નિક્ષેપા કહે છે - તેમાં નામ, સ્થાપના પ્રસિદ્ધ છે. હવે દ્રવ્યના વિષયમાં કાક કહે છે - તે દ્રવ્યનો, દ્રવ્ય વડે, દ્રવ્ય સ્વરૂપ કારક તે દ્રવ્ય કાક. “ક્ષેગકારક” તે ભરત-ગાદિમાં જે કારક અથવા જે ફોત્રમાં કારકનું વ્યાખ્યાન કરાય તે પ્રકાક. એ રીતે કાળ-કાક પણ સમજી લેવું. ભાવદ્વારમાં કારક ચિંતવતા જીવ પોતે અત્રે કારક છે. કારણ કે સૂઝના કારક ગણધર ભગવંત છે. આ વાત નિયુક્તિકાર પોતે જ કહેશે. - x • હવે દ્રવ્ય કરણને કહે છે | [નિ.૫-] દ્રવ્યના વિષયમાં કરણને ચિંતવીયે. જેમકે - દ્રવ્યનું, દ્રવ્ય વડે અને દ્રવ્ય નિમિતે જે કરણ-અનુષ્ઠાન તે દ્રવ્યકરણ. તેના બે ભેદ-પ્રયોગકરણ અને વિસસા કરણ. તેમાં પ્રયોગકરણ-૫ આદિના વ્યાપાથી જે થાય તેને તેના બે ભેદમળકરણ અને ઉત્તરકરણ. તેમાં ઉત્તકરણ પાછલી અડધી ગાથાથી જણાવે છે - ઉત્તરત્ર કરણ તે ઉત્તરકરણ - કર્ણવિધ આદિ અથવા મૂલકરણ - ઘટ આદિ જે ઓજાર-દંડ, ચકાદિ વડે સ્વરૂપથી પ્રગટ કરીએ તે ઉત્તકરણ. કર્તાનો ઉપકારકસંસ્કરણાદિથી ઉપકારક કરવામાં સમર્થ છે તે. ફરીથી વિસ્તારી મૂલ અને ઉત્તરકરણ બતાવે છે– [નિ.૬-] મૂળકરણ એટલે ઔદારિકાદિ પાંચ શરીરો, તેમાં ઔદારિક, વૈક્રિય, આહાક ત્રણેમાં ઉત્તરકરણ કર્ણ, સ્કંધ આદિ વિધમાન છે. તે જ પ્રમાણે - આઠ અંગ મુખ્ય છે. માથું, છાતી, પેટ, પીઠ, બે હાથ, બે પગ. આ આઠે અંગ ત્રણે શરીરમાં બનાવવા તે મૂળ કરણ છે. કાન, ખભા વગેરે અંગોપાંગ બનાવવા તે ઉત્તરકરણ છે. કાશ્મણ, તૈજસ શરીર બનાવવું તે મૂળકરણ છે, તેના અંગઉપાંગનો અભાવ હોવાથી તેને ઉત્તરકરણ નથી.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 264