Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Author(s): Jambuvijay Publisher: Mahavir Jain VidyalayPage 11
________________ પ્રકાશકીય નિવેદન પણ થતું હતું. વિશેષમાં, પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજ પાટણથી સિદ્ધક્ષેત્ર-પાલીતાણા અને ત્યાંથી અમદાવાદ, ખંભાત, વડોદરા વગેરે સ્થાનોમાં વિચરતા રહ્યા, સાથે સાથે આગમપ્રકાશનની તૈયારી રૂપે જે જે સમયે જેની અનુકૂળતા મળી છે તે ગ્રન્થોને મેળવવા, સુધારવા વગેરેનું કામ પણ કરતા રહ્યા. આમ ચારેક વર્ષ પૂર્ણ થયા પછી પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજ સાહેબને વિચાર આવ્યો કે આવું મોટું કાર્ય કરવું જ છે તો તે પહેલાં જેસલમેરના ભંડારની મહત્ત્વની પ્રાચીન પ્રતિઓ સાથે પણ આગમો મેળવી લેવા જોઈએ. અને તે માટે વિ. સં. ૨૦૦૬ માં પોતાના વિદ્યામંડળ સાથે તેઓ જેસલમેર પધાર્યા. ત્યાં દોઢેક વર્ષ રહીને વિવિધ આગમગ્રન્યો અને તેની વ્યાખ્યાઓને ત્યાંના ભંડારની પ્રાચીન પ્રતિઓ સાથે મેળવવાનું અને કેટલીક પ્રતિઓની નકલો કરાવવાનું, કામ કરવા ઉપરાંત અનેકવિધ દૃષ્ટિએ ઉપયોગી મહત્વની વિપુલ સામગ્રી પણ એકત્ર કરી. આની વિશેષ વિગતો માટે શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદ–તરફથી પ્રકાશિત “જેસલમેર દુર્ગસ્થ જૈન જ્ઞાનભંડારોનું સૂચીપત્ર' ગ્રન્થની પ્રસ્તાવના જેવી જોઈએ. જેસલમેર પછી એક ચાતુર્માસ બીકાનેરમાં રહીને પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા વગેરે સ્થાનોમાં ચાતુર્માસ કર્યો. દરમ્યાનમાં પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની સ્થાપના થઈ. આના સ્થાપક મુખ્ય ચાર મહાનુભાવોમાંના પૂજ્યપાદ આગમપ્રભાકરછ પણ એક હતા. પ્રાકૃત ટેસ્ટ સોસાયટી દ્વારા તેમણે નન્દીસૂત્રની ચૂર્ણિ, આચાર્ય શ્રી હરિભદ્રસૂરિકૃત નન્દી સૂત્રવૃત્તિ, દશવૈકાલિકચૂર્ણિ, સૂત્રકૃતાંગચૂણિ, પઉમચરિયું, આખ્યાનકમણિકોશ વગેરે ગ્રન્થોનું શોધન સંપાદન કર્યું. આ અરસામાં જ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની અમદાવાદમાં સ્થાપના થઈ. તેના સંશોધન-સંપાદનાદિ અનેકવિધ કાર્યોમાં પણ તેઓ માર્ગદર્શન આપતા હતા અને લારા દ૦ વિદ્યામંદિર તરફથી તેઓશ્રીએ આચાર્યવર્ય શ્રી હરિભકસૂરિત સ્વોપાટીકાસહિત યોગશતકનું તથા શ્રી શ્રીવલ્લભગણિત ટીકાસહિત આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ. વિરચિત નિઘંટુકોશનું મહત્ત્વપૂર્ણ સંપાદન પણ કર્યું. આ બધાં કાર્યોની સાથે સાથે આગમગ્રન્થોને મેળવવા, સુધારવા વગેરેનું કામ પણ મર્યાદિત પ્રમાણમાં થતું રહ્યું. ઉપર જણાવેલી બહુમુખી કાર્યપદ્ધતિમાં અનેક ગ્રન્થોનું ઉપયોગી કાર્ય તો થયું પણ આચારાંગસૂત્રનું, ચાર અધ્યયન સુધી મૂલ અને વૃત્તિનું તેમ જ પ્રાયઃ તેટલા જ પ્રમાણમાં ચૂર્ણિનું, કાર્ય થયેલું હતું તે આગળ વધી શક્યું નહીં. ઉપરાંત ભારે વિ. સં. ૨૦૦૮ થી ૨૦૧૪ સુધી, પરમપૂજય પુરાતત્ત્વાચાર્ય પદ્મશ્રી મુનિશ્રી જિનવિજયજીનાં સંશોધનાદિ કાર્યોમાં સાથ આપવો પડ્યો.” વિઘાલયે આગમપ્રકાશન યોજના શરૂ કરી તેના પ્રારંભ વખતે જ પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ જણાવેલું કે “જે ગ્રન્થો તૈયાર જેવા છે તે અને જે ગ્રન્થો તૈયાર કરવામાં બહુ ઓછું કામ બાકી છે તે ગ્રન્થોનું મુદ્રણ પ્રથમ હાથ ઉપર લેવું જોઈએ. આચારાંગ, સૂત્રકૃતાંગ જેવા ગ્રન્થો સંશોધન અને અન્વેષણની દષ્ટિએ વધારે સમય લેશે, તેથી તેવા ગ્રન્થોને અનુકૂળતાએ તૈયાર કરીશું, જેથી પ્રકાશનનું કાર્ય અટકે નહીં.” આ ઉપરથી એટલું તો જાણી શકાય છે કે અન્ય આગમોની અપેક્ષાએ આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રના સંપાદનનું કાર્ય વિશેષ શ્રમસાધ્ય છે. વસ્તુસ્થિતિ આવી હતી અને દરમ્યાનમાં જ પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજ સાહેબનો અણધાર્યો દુઃખદ દેહાંત થયો. એટલે આ કાર્યને ચાલુ રાખવાની જવાબદારી સ્વીકારવાની અમે પરમપૂજ્ય વિઠઠર્ય મુનિભગવંત શ્રી જંબુવિજયજી મહારાજ સાહેબને આગ્રહભરી વિનતિ કરી અને અમને એ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે એમણે ભાવપૂર્વક અમારી વિનતિનો સ્વીકાર કર્યો. તેઓશ્રીએ અતિ પરિશ્રમ સેવીને સૌપ્રથમ પ્રસ્તુત આચારાંગસૂત્રનું સંપાદન કર્યું છે. તેઓશ્રીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 516