________________
ઋણસ્વીકાર જૈન આગમ ગ્રંથોના સંશોધન-સંપાદન અને પ્રકાશનના કાર્યમાં વેગ આપવાના ઉદેશથી, વિ. સં. ૨૦૦૧ ની સાલમાં, પાટણ (ઉ. ગુ.) માં પૂજ્યપાદ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજની પ્રેરણાથી અને મુ. શ્રી કેશવલાલ કિલાચંદના પ્રયાસોથી સ્થપાયેલ શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ (ઠે. શ્રી પાટણ જૈન મંડળ, ૭૭, મરીનડ્રાઈવ, મુંબઈ-૨૦) તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)ની મૂળ જૈન આગમો પ્રકાશિત કરવાની યોજના માટે રૂ. ૧,૩૫,૫૬૬-૦૦ અંકે એકલાખ પાંત્રીસ હજાર, પાંચસો છાસઠ રૂપિયા પૂરા મળ્યા છે; આ ભવ્ય સહકાર માટે અમે શ્રી જિનાગમ પ્રકાશિની સંસદનો, શ્રી પાટણ જૈન મંડળનો તથા એ બન્ને સંસ્થાના કાર્યકરોનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
જયંતીલાલ રતનચંદ શાહ બાલચંદ ગાંડાલાલ દોશી રતિલાલ ચીમનલાલ કોઠારી
માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org