________________
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः।
श्री शान्तिनाथस्वामिने नमः। आचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्मेभ्यो नमः। भाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपझेभ्यो नमः। सद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपादपद्मभ्यो नमः।
જિન આગમ જયકારા
(પ્રસ્તાવના)
अत्थं भासइ अरहा सुत्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियहाए तओ सुत्तं पवत्तइ ॥ ९२ ॥ [आवश्यकनियुक्ति]
–ભગવાન ભદ્રબાહુવામી પરમકૃપાળુ, અનંત ઉપકારી, અરિહંત પરમાત્મા તથા સદગુરુદેવની પરમકૃપાથી–અર્થથી જિનેશ્વરભાષિત તથા સૂત્રથી ગણધરભગવંતગ્રથિત-દ્વાદશાંગીરૂપી માળાના પ્રથમ પુષ્પરૂપ શ્રી આચારાંગસૂત્ર(આયારંગસુત્ત)ને વિવિધ સામગ્રીને આધારે સંપાદિત કરીને આગમભક્ત જગત સમક્ષ રજૂ કરતાં આજે અમને અપૂર્વ આનંદનો અનુભવ થાય છે.
કેવલજ્ઞાન પ્રગટ થયા પછી ભગવાન મહાવીર પરમાત્માએ આપેલી દેશનાનો સાર ગણધર ભગવાન દ્વારા, સ્થવિરો દ્વારા તથા અતિપ્રાચીન પૂર્વધર મહાપુરુષો દ્વારા આગમ ગ્રંથોમાં સંગૃહીત થયેલો છે. આગમો જૈનશાસનનો આધાર છે. “આગમ ગ્રંથોનાં મૂળ તથા ટીકા સહિત અનેક સંપાદન-પ્રકાશનો આજ સુધીમાં થયાં હોવા છતાં, પ્રાપ્ત થયેલી હસ્તલિખિત પ્રાચીન વિપુલ સામગ્રી તથા ચૂર્ણિ–ટીકા આદિ વ્યાખ્યા ગ્રંથોને આધારે પાઠ-પાઠાંતરો સાથે આગમ ગ્રંથોની વાચના તૈયાર થવી જોઈએ' આ વાતનો સ્પષ્ટ ખ્યાલ આજીવન મૃતોપાસક આગમપ્રભાકર સ્વ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજને ઘણાં વર્ષો પૂર્વે આવેલો હતો, તેથી તેમના જીવનકાળ દરમ્યાન તેમણે સમગ્ર આગમ પ્રકાશન નિમિત્તે વિપુલ પ્રમાણમાં વિવિધ સામગ્રીનો ઘણું જ પરિશ્રમપૂર્વક સંગ્રહ કરી રાખેલો છે કે જેથી ભવિષ્યમાં આગમસંપાદન ઘણું સરળ બને. આ બધી સામગ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદ–માં સુરક્ષિત છે. આ અંગે તેમની પ્રેરણાથી જ શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી જૈન આગમ ગ્રંથમાલાનો તેમના જ સ્વહસ્તે પ્રારંભ થયેલો હતો. આ રીતે આ અત્યંત મહત્વની પ્રવૃત્તિના મૂળ બીજ અને પ્રેરક રૂપે પુણ્યનામધેય સ્વ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને સહસ્ત્રશઃ ધન્યવાદ ઘટે છે.
તેઓશ્રીના સ્વર્ગગમન પછી પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આગમ પ્રકાશનનું આ મહત્ત્વપૂર્ણ કાર્ય ચાલુ રાખેલું છે તે માટે, તથા પ્રસ્તુત આચારાંગસૂત્રના સંપાદન દ્વારા પ્રવાણની– આગમની મંગળવાણીની ઉપાસના કરવાનો, તેમ જ—મારા અનંત ઉપકારી પૂજ્યપાદ ગુરુદેવ અને પિતાશ્રી મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની ઉત્કટ ઈચ્છાપૂર્વક મને સૂચના હતી કે “હવે તું
૧. જુઓ નંદિસ સંપાદકીય. પૃ ૧૬-૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org