________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા]
| [ ૨૧
દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુકલધ્યાનનું અનન્ય કારણ છે. શુકલધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે.
(૭) દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહુપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે.
(૮) હે આર્ય! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંત:કરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહિ. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.
(૯) સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.
(૧૦) સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk