Book Title: Adhyatma Parag
Author(s): Vitrag Sat Sahitya Trust Bhavnagar
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 59
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes અધ્યાત્મ કણિકા ] [ ૫૩ હું નિર્વિકલ્પ તત્ત્વ જ છું. જ્ઞાનાનંદથી ભરેલું જે નિર્વિકલ્પ તત્ત્વ, બસ તે જ મારે જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. (૨૦૫ ) (૫૪ ) જ્ઞાતાનું ધ્યાન કરતાં કરતાં આત્મા જ્ઞાનમય થઈ ગયો, ધ્યાનમય થઈ ગયો, એકાગ્રતામય થઈ ગયો. અંદર ચૈતન્યના નંદનવનમાં એને બધું મળી ગયું. હવે બહાર શું લેવા જાય ? ગ્રહવાયોગ્ય આત્મા ગ્રહી લીધો, છોડવાયોગ્ય બધું છૂટી ગયું, હવે શું કરવા બહાર જાય ? (૨૩૨ ) (૫૫) અંદરથી જ્ઞાન અને આનંદ અસાધારણપણે પૂર્ણ પ્રગટ થયાં, તેને હવે બહારથી શું લેવાનું બાકી રહ્યું? નિર્વિકલ્પ થયા તે થયા, બહાર આવતા જ નથી. (૨૩૩) (૫૬) ઓહો! આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો, અનંત ગુણોનો રાશિ, અનંતા ગુણોનો મોટો પર્વત છે! ચારે તરફ ગુણો જ ભરેલા છે. અવગુણ એક પણ નથી. ઓહો ! આ હું? આવા આત્માનાં દર્શન માટે જીવે કદી ખરું કુતૂહલ જ કર્યું નથી. (૨૪૪) (૫૭) હું મુક્ત જ છું. મારે કંઈ જોઈતું નથી. હું તો Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65