Book Title: Adhyatma Parag
Author(s): Vitrag Sat Sahitya Trust Bhavnagar
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 55
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ કણિકા ] ભાવલિંગ છે. (૯૫) [૪૯ (39) ‘હું અનાદિ-અનંત મુક્ત છું' એમ શુદ્ધ આત્મદ્રવ્ય ૫૨ દષ્ટિ દેતાં શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. ‘દ્રવ્ય તો મુક્ત છે, મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે ’ એમ. દ્રવ્ય પ્રત્યે આલંબન અને પર્યાય પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ થતાં સ્વાભાવિક શુદ્ધ પર્યાય પ્રગટે જ છે. (૧૦૦) ( ૩૮ ) આત્મા સર્વોત્કૃષ્ટ છે, આશ્ચર્યકારી છે. જગતમાં તેનાથી ઊંચી વસ્તુ નથી. એને કોઈ લઈ જઈ શકતું નથી. જે છૂટી જાય છે તે તો તુચ્છ વસ્તુ છે; તેને છોડતાં તેને ડર કેમ લાગે છે ? (૧૦૨ ) ( ૩૯ ) ‘હું શુદ્ધ છું’ એમ સ્વીકારતાં પર્યાયની રચના શુદ્ધ જ થાય છે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. (૧૦૪) (૪૦) આત્માએ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વૈષ ૫રમાર્થે ધારણ કરેલો છે. જ્ઞાયક તત્ત્વને પરમાર્થે કોઈ પર્યાયવેષ નથી, કોઈ પર્યાય-અપેક્ષા નથી. આત્મા ‘મુનિ છે' કે ‘કેવળજ્ઞાની છે' કે ‘સિદ્ધ છે' એવી એક પણ પર્યાય-અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. જ્ઞાયક તો Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65