Book Title: Adhyatma Parag
Author(s): Vitrag Sat Sahitya Trust Bhavnagar
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 48
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૪૨ ] [ અધ્યાત્મ કણિકા ને આનંદ. જેમ સાકરમાં સર્વાગે ગળપણ તેમ આત્મામાં સર્વાગે આનંદ. (૨૪૧). (૯). હું મુક્ત જ છું. મારે કંઈ જોઈતું નથી. હું તો પરિપૂર્ણ દ્રવ્યને પકડીને બેઠો છું –આમ જ્યાં અંદરમાં નક્કી કરે છે, ત્યાં અનંતી વિભૂતિ અંશે પ્રગટ થઈ જાય છે. (૨૪૫). (૧૦) આત્મસાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. અનંતકાળમાં ન થયું હોય એવું. ચૈતન્યતત્ત્વમાં જઈને જે દિવ્ય દર્શન, તે જ અલૌકિક દર્શન છે. સિદ્ધદશા સુધીની સર્વ લબ્ધિ શુદ્ધાત્માનુભૂતિમાં જઈને મળે છે. (૨૪૭) (૧૧) વિશ્વનું અદ્દભુત તત્ત્વ તું જ છો. તેની અંદરમાં જતાં તારા અનંત ગુણોનો બગીચો ખીલી ઊઠશે. ત્યાં જ જ્ઞાન મળશે, ત્યાં જ આનંદ મળશે, ત્યાં જ વિહાર કર. અનંત-કાળનો વિસામો ત્યાં જ છે. (૨૪૮). (૧૨) દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી ન પડે. (૨૫૧) (૧૩) દષ્ટિ પૂર્ણ આત્મા ઉપર રાખી તું આગળ જા Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65