________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[૪૫
નહિ બહારની સર્વ વસ્તુઓ પ્રત્યેનું તારું આશ્ચર્ય તૂટી જશે. તું ૫૨થી વિરક્ત થઈશ. (૩૮૭)
(૨૨)
જ્ઞાનીની પરિણિત સહજ હોય છે. પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ કરીને તેમને ગોખવું નથી પડતું, પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે આત્મામાં એકધારું પરિણમન વર્ત્યા જ કરે છે. (૩)
(૨૩)
જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારાં છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી પણ રુંધાયેલો કષાય છે. પરંતુ જ્ઞાન નહિ હોવાથી જીવ કષાયને ઓળખી શકતો નથી. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે, અને વૈરાગ્ય છે તે જ્ઞાનને કયાંય ફસાવા દેતો નથી પણ બધાયથી નિસ્પૃહ અને સ્વની મોજમાં ટકાવી રાખે છે. જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે. (૪)
(૨૪)
સ્વભાવની વાત સાંભળતાં સોંસરવટ કાળજે ઘા પડી જાય. ‘સ્વભાવ' શબ્દ સાંભળતાં શરીરની સોંસરવટ કાળજામાં ઉતરી જાય, રુંવાટેરુંવાટા ખડાં થઈ જાય એટલું હૃદયમાં થાય, અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk