Book Title: Abhyasadashana Ketlak Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૫૦ ] દર્શન અને ચિંતન કુટુંબ મોટું. માયાળુ પણ ખૂબ, પણ જેટલી માયામમતા તેટલી જ અજ્ઞાનતા. એટલે કુટુંબીઓને હું ઘરે રહું એ સિવાય ખીજું ન જ ગમે. ધર ખેલું એટલું બધુ તુ શીખ્યા છે કે સાધુએ પણ તારી પાસે ફિક્કા છે એમ કુટુંબીઓ કહેતા. સાહસવૃત્તિ અને નિર્ભયતા જેમ આખા હિંદુ સંસારમાં તેમ મારામાં પણ હણાયાં જ હતાં. એટલે જ ઢીલ થતી. પણ પેલી જિજ્ઞાસા વળી ધકેલતી. એણે એક ખીજા જૈન સાધુતા ભેટા કરાવ્યા. તેમની પાસે સારસ્વત પૂર્ણ કર્યું. મારે કહેવું જોઈએ કે વ્યાકરણનું આ શિક્ષણ જ્યારે મને અત્યારે યાદ આવે છે ત્યારે એમ લાગે છે કે આપણા લેાકાની શિક્ષણપ્રણાલિ કેટલી અપાર શક્તિને નાશ કરી રહી છે. જેમ જેમ ઘેાડુંક સસ્કૃત જાણુતા ચા, તેમ તેમ લાગ્યું કે આ તે બધું અપૂર્ણ છે. ઉચ્ચાર પણ શુદ્ધ નથી, અર્થજ્ઞાન પણ ભ્રાંત છે અને માહિતીઓ બહુ જ અપૂર્ણ છે. હજી તે મોટા મોટા અપાર ગ્રંથૈ શીખ વાના પક્ષ છે. તે કેમ અને કયારે શિખાય ? એ નાદે વળી શોધ કરવા પ્રેર્યાં, અને અચાનક માહિતી મળી કે એક જૈન સાધુ કાશીમાં સંસ્કૃત ભણાવવા વિદ્યાર્થીઓને લઈ જાય છે. મારું મન ત્યાં ચોંટયું. પ્રથમ સાંભળેલી કાશીની પ્રશંસા તાજી થઈ. ખીજી પાસ સૂરતમાં ઊઘડેલ સંસ્કૃત પાઠશાળા તરફ મન ગયું. આ માટે એક મિત્ર ભારત જ કોઈ કુટુંબી ન જાણે તેવી રીતે પત્રવ્યવહાર શરૂ કર્યો. અને ૧૯૬૦માં ઇષ્ટ પરિણામ આવ્યું. કાશીથી પત્ર આવ્યો કે તમે આવેા. હવે પિતા અને ભાઈએ પાસે રા લેવાની હતી. નક્કી કરીને જ કે ' જવું તે છે જ. ' પિતાને પૂછ્યું' અને સાથે જ કહી દીધું કે જો ના પાડશે તે અમગળ થશે; જવાતા તે. ' ' હું જ.' છેવટે તૈયાર થઈ નીકળ્યા. કાશી જૈન પાઠશાળાની આફ્રિસ વિરમગામમાં હતી. ત્યાંથી ખીજા એક જનાર ભાઈ સાથી થયા; પણ તે વખતના એ પાઠશાળાના સેક્રેટરી જેઓ અત્યારે વકીલ છે, અને મને ખાસ મિત્રભાવે જુએ છે તેએાએ તે વખતે વિચાયું કે આ સુખલાલ આવી પરતંત્ર સ્થિતિમાં કાશી જેટલે દૂર ક્રમ જશે ? કેમ રહેશે ? અને કેવી રીતે ભણશે ? આ વિચારથી તે મને કાશી મેકલતા અટકયા. અને મારે પાછું વિા આવ્યું. પણ એ તે આઠ જ દિવસમાં ટળી ગયું. અમે બે જણ કાશી જવા નીકળ્યા. તે વખતની અમારી વ્યાવહારિક અજ્ઞાનતા કેટલી હતી એના અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16