Book Title: Abhyasadashana Ketlak Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249305/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણ [૧] ઉમર ૧૬ વર્ષની હતી ત્યારે ચોમેર જ નહિ પણ દશે દિશામાં અંધારું ફેલાયું. શારીરિક બધી સ્વતંત્રતાઓ લગભગ બંધ પડી. ઉંમરોગ્ય અને સહજ ચપળતાએ માર્ગ વિના રૂંધાવા લાગી. જેમ બધાને હોય છે તેમ મને પણ મોટી ખામી એ જ હતી કે કોઈ યોગ્ય માર્ગદર્શક ન મળે. આજે મિત્રનો જે અર્થ સમજું છું તે જોતાં તે એમ લાગે છે કે જીવનમાં બીજું કશું જ ન હોય અને એક તેવો મિત્ર હોય તે બસ છે. મૃત્યુલેકનું સ્વર્ગ મિત્રમાં છે એની પ્રતીતિ એ આંખે ગયા પછીના જીવનમાં આવી પડેલી મુશ્કેલી અને સલાહકારકના અભાવના સ્મરણથી બરાબર થાય છે. એક બાજુ જ્ઞાનનું મુખ્ય દ્વાર બંધ પડયું. જે દ્વારે ઉધાડાં હતાં અથવા ઊઘડી શકે તેવાં હતાં તેની કુંચી પાસે છતાં બતાવનાર કોઈ ન હતું. અને બીજી બાજુ જીવન કેઈક નો માર્ગ શોધી રહ્યું હતું. નવા માર્ગની– ખાસ કરી જ્ઞાન મેળવવાના માની-ડી તાલાવેલી દર ક્ષણે અકળાવી મૂકતી. સંવત ૧૯૫૩ના ચોમાસામાં એ અમૂંઝણના દિવસે જતા. સદ્ભાગ્યે એ નાનકડા ગામડામાં પણ જૈન ધર્મસ્થાન તે જ વખતે નવું થયું હતું. ત્યાં જવું અને સાંપ્રદાયિક ક્રિયાકાંડમાં પડવું એ પ્રાથમિક પ્રવૃતિ શરૂ થઈ દેખ હતા ત્યારે પણ જૈન સાધુએ તરફ ભક્તિભાવ, તેઓની પાસે જવું, કાંઈક સાંભળવું અને તેઓ કહે તેમ જ આપે તેવા નિયમ લેવા. ખાસ કરી તે ખાવુંપીવું નહિ. જૈન સાધુદશામાં હોય છે તેવા નિયમમાં સ્નાનને ત્યાગ વગેરે નિયમે લેવા એ ટેવ જ હતી. આ ટેવ આંખ ગયા પછી ઉપા. શ્રયમાં હમેશાં રહેવા અને સતત ક્રિયાકાંડમાં પડવાથી વધારે પિલ્લાઈ પણ આ વ્રતનિયમ કરતાં અસંતોષ તે રહેતે જ, મન કાંઈ બીજું જ માગી રહ્યું હતું. હું પોતે પણ સ્પષ્ટ નહેતે સમજતો અને બીજાઓ સમજે તેવા ભેટયા જ ન હતા. છતાં એ ઉપાશ્રયમાં જે કેટલાક ક્રિયાકાંડ કરવા ઘરડાબુકા, જુવાનો અને છોકરાઓ આવતા તેમાંના ધણુક ભજનો-જેને જૈન ભાષામાં “સઝઝાય સ્તવન” કહે છે—ગાતા અને રાસે વાંચતા. એ તરફ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] દર્શન અને ચિંતન મારું મન ઢળ્યું. એક તરફ એવાં ભજનોની શાબ્દિક યાદી અને બીજી તરફ તેના અર્થનું ચિંતન એ બનેમાં મન ગરક થયું, અને તેથી પ્રાથમિક ભૂખ કાંઈક ભાગવા લાગી. રસ્તાનું ગામ એટલે જેન સાધુ તેમ જ સાધ્વીઓ અવારનવાર આવ્યા જ કરે. ઠાકરદ્વાર ઘર પાસે એટલે કેઈ કોઈ વાર ચારણે, ભાટી અને બાવાઓ પણ મળે જ. ગામ બહારની ધર્મશાળામાં સદાવ્રતને લેભે હમેશાં જુદા જુદા પંથના બાવાઓ આવે જ. ગામની ભાગોળે સ્વામીનારાયણના મંદિરમાં, પાળાઓ અને બ્રહ્મચારીઓ પણ આવે જ. થોડાંક શેષ રહેલ બ્રાહ્મણગ્રહમાં જે બેત્રણ ઘરડા અને જુવાન સનાતની બ્રાહ્મણ રહ્યા હતા તે પણ મળે જ, મનને જાણવાની ભૂખ હતી એટલે એ બધી સામગ્રી તેને કામ આવી. બધાં પાસે જવું, કાંઈકે પૂછવું, ક્યારેક અભિમાનથી તે ક્યારેક તદ્દન નમ્ર જિજ્ઞાસાથી વાદવિવાદ કરવા, અને નવું દેખાય તે ગમે તે રીતે શીખી લેવું, એ તે વખતને ભારે ધધ જ થઈ પડ્યો હતો. પુસ્તકાલયમાં જે ગણ્યાગાંઠયાં પાંચદશ જૈન જૂનાં પુસ્તકે તે જ. તેમ છતાં એ ગામડાના ચોમેર પથરાયેલા ઉકરડાઓમાંથી જિજ્ઞાસુ મને અને થોડાઘણા પુરુષાર્થે કાંઈક મેળવી જ લીધું. તે વખતની ભારી અભ્યાસ સામગ્રીમાં મુખ્યપણે ત્રણ વસ્તુઓ આવે છે. પહેલી, ભાષામાં જૈન ભજનેને અપાર સંગ્રહ. બીજી, ભાષામાં રચાયેલાં જૈન તત્ત્વજ્ઞાનનાં પ્રાચીન ઢબનાં પુસ્તકને જ. અને ત્રીજી વસ્તુ, પ્રાકૃત - ભાષામાં રચાયેલાં જૂનાં કેટલાંક જૈન આગમો તથા છૂટાંછવાયાં સંસ્કૃત પડ્યો. આ ત્રણ પ્રકારની જ્ઞાનસામગ્રી અસ્તવ્યસ્તપણે મેળવી. પણ તેમાંથી એ સૂઝયું કે પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવો જ જોઈએ. સંસ્કૃત વિના પ્રાકૃત ભાષા પૂર્ણ ન આવડે એ માહિતી પણ મળી. અને સંસ્કૃત ભાષાની રમણીયતાએ દિલ જીતી લીધું. એટલે કોઈ પણ રીતે સંસ્કૃત શીખવું એ એક જ નાદ લાગે. પણ એની સગવડ ક્યાં ? મારા ગામમાં મેટે ભાગે સ્થાનકવાસી જૈન સાધુઓ આવે. તેઓમાંના સંસ્કૃત કોઈ ભાગ્યે જ જાણે. કોઈ તેનો જાણકાર આવે તે ટકનાર ન હોય. એટલે વધેલી અને વધતી જતી જિજ્ઞાસા પૂર્ણ થવામાં જેટજેટલે વિલંબ થતો તેટલી વ્યાકુળતા વધે જ જતી. આને લીધે ક્યાંકથી છૂટું છવાયું સંસ્કૃતનું એકાદ વાક્ય કાને પડ્યું કે એકાદ પદ્ય સાંભળવામાં આવ્યું છે તે જીવ માટે જ થઈ જતું. ગામમાં બ્રાહ્મણ ચોરાશીમાં જમે અને લાડુ પેટમાં નાખવા સાથે સામસામાં પડ્યો પેટમાંથી કાઢી લાડુ માટે જગા ખાલી કરતા જાય, ત્યારે એ ફેંકેલાં પદ્ય દૂર બેસી અતિ ઉત્સાહથી હું જ જમી જતો. સંસ્કૃતનું એ Page #3 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણા [ ૨૪૯ ભાજન મને ઉચ્છિષ્ટ નહોતું લાગ્યું, અને હુયે નથી લાગતું. કારણ, ભૂખ્યાતે એઠું શું ? પણ વ્યસ્થિત અભ્યાસ માટે માગ ન હતા. કેટલાક સંસ્કારી સાધુએ આવે અને સંસ્કૃત શીખવાનું કહે. કાઈ સ્નેહી બ્રાહ્મણ સંસ્કૃતની અતિ ઉત્સાહથી પ્રશંસા કરે અને શીખવાનું કહે. કાઈ કાશીના પડિતાની મહત્તા વર્ણવે, અને કાઈ કાઈ વાર એકાદ સુકÞ સાધુ સંસ્કૃત પટ્ટો ગાય. આ બધું ઉત્તરોત્તર મારા મનને ધર છેડાવવાની અને અહાર ધકેલવાની તૈયારી જ કરાવતુ. એ જિજ્ઞાસાના ઉત્કટ ઉન્માદમાં ધણી વાર આકાશે ઊષ્માનાં સ્વપ્રો આવેલાં આજે પણ સ્પષ્ટ યાદ આવે છે. સાધન ન હતુ, પણ જે મળ્યું તેને જિજ્ઞાસાએ સાધન બનાવ્યું. એક વાર એક સાધુ રઘુવંશ લાવેલા. તેમણે જતી વખતે મને સાત દિવસ તે રાખવા કહ્યું. હું સંસ્કૃતમાં પુસ્તકા કયાં છે અને ક્રમ ભણવું જોઈએ એ જાણતા જ ન હતા. જાણતા હતા એટલું કે જે સામે આવે તે ખાઈ જવું. એટલે એ મળેલા સાત દિવસામાં રઘુવશના દશ સૌ યાદ કરી દીધા. વાંચનાર જે હતા તે અક્ષરે સંસ્કૃત ન જાણતા. હું પણ નહાતા જ જાણતા. પરંતુ એ વખતની સ્મૃતિ અને ઉત્સાહે એટલી તૈયારી કરાવી. આ અધી ગડમથલમાં એક વૃદ્ધ સાધુ મળ્યા. તેમને મેં પ્રથમ જ સંસ્કૃતના વદ્યાગુરુ બનાવ્યા. તે સ્થાનકવાસી હતા. આંખે ન દેખતા, સંસ્કૃતના તે બહુ જ સાધારણ અભ્યાસી હતા; પણ જૈન આગમે! જૂની ઢબે બહુ જ સારી રીતે જાણુતા, મારે મન તે તે વખતે વિશિષ્ટ વિદ્વાન હતા. તેમની પાસેથી સારસ્વત વ્યાકરણની પંચસંધિ અને લિંગ હું શીખ્યો, ત્યારે એ ગામડામાં મારા અધા ઓળખીતા મને મુનિ અને મનીષિ કહેવા લાગ્યા. ગામના બ્રાહ્મણો પણ મને એક વિદ્વાન સમજતા. જતા-આવતા નવાસવા સાધુસંત કે વિદ્વાન કાઈ ગામમાં આવે ત્યારે મારા સ્નેહી તેમની પાસે મને એક સારા વિદ્વાનરૂપે એળખાવતા. એનું તે સ્મરણુ જ આજે મને આપણી અજ્ઞાનતા ઉપર આંસુ વરસાવવા પ્રેરે છે. એ વૃદ્ધ સાધુ લાંએ વખત ગામમાં ન રહ્યા, અને વળી મારી ભૂખ વધી. ખીજાં ગામામાં કયાં કર્યાં સૌંસ્કૃત પાઠશાળા છે ? ત્યાં મારું શી રીતે જવું ? જાઉં તેા સાથી કાણુ ? વાંચવાનું કામ કરે ક્રાણુ ? બીજી બધી શારીરિક સંભાળ કાણુ રાખે ? અને મમતાથી મને પરાધીન સ્થિતિમાં ટેકા કાણ આપે ? અથવા ટૂંકમાં, મારી બધી મૂંઝવણુતા નિકાલ લાવવા સહાનુભૂતિ કાણુ દર્શાવે? એ બધા પ્રશ્નો થતા જ હતા. મા ાતે જ કાઢવાના. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] દર્શન અને ચિંતન કુટુંબ મોટું. માયાળુ પણ ખૂબ, પણ જેટલી માયામમતા તેટલી જ અજ્ઞાનતા. એટલે કુટુંબીઓને હું ઘરે રહું એ સિવાય ખીજું ન જ ગમે. ધર ખેલું એટલું બધુ તુ શીખ્યા છે કે સાધુએ પણ તારી પાસે ફિક્કા છે એમ કુટુંબીઓ કહેતા. સાહસવૃત્તિ અને નિર્ભયતા જેમ આખા હિંદુ સંસારમાં તેમ મારામાં પણ હણાયાં જ હતાં. એટલે જ ઢીલ થતી. પણ પેલી જિજ્ઞાસા વળી ધકેલતી. એણે એક ખીજા જૈન સાધુતા ભેટા કરાવ્યા. તેમની પાસે સારસ્વત પૂર્ણ કર્યું. મારે કહેવું જોઈએ કે વ્યાકરણનું આ શિક્ષણ જ્યારે મને અત્યારે યાદ આવે છે ત્યારે એમ લાગે છે કે આપણા લેાકાની શિક્ષણપ્રણાલિ કેટલી અપાર શક્તિને નાશ કરી રહી છે. જેમ જેમ ઘેાડુંક સસ્કૃત જાણુતા ચા, તેમ તેમ લાગ્યું કે આ તે બધું અપૂર્ણ છે. ઉચ્ચાર પણ શુદ્ધ નથી, અર્થજ્ઞાન પણ ભ્રાંત છે અને માહિતીઓ બહુ જ અપૂર્ણ છે. હજી તે મોટા મોટા અપાર ગ્રંથૈ શીખ વાના પક્ષ છે. તે કેમ અને કયારે શિખાય ? એ નાદે વળી શોધ કરવા પ્રેર્યાં, અને અચાનક માહિતી મળી કે એક જૈન સાધુ કાશીમાં સંસ્કૃત ભણાવવા વિદ્યાર્થીઓને લઈ જાય છે. મારું મન ત્યાં ચોંટયું. પ્રથમ સાંભળેલી કાશીની પ્રશંસા તાજી થઈ. ખીજી પાસ સૂરતમાં ઊઘડેલ સંસ્કૃત પાઠશાળા તરફ મન ગયું. આ માટે એક મિત્ર ભારત જ કોઈ કુટુંબી ન જાણે તેવી રીતે પત્રવ્યવહાર શરૂ કર્યો. અને ૧૯૬૦માં ઇષ્ટ પરિણામ આવ્યું. કાશીથી પત્ર આવ્યો કે તમે આવેા. હવે પિતા અને ભાઈએ પાસે રા લેવાની હતી. નક્કી કરીને જ કે ' જવું તે છે જ. ' પિતાને પૂછ્યું' અને સાથે જ કહી દીધું કે જો ના પાડશે તે અમગળ થશે; જવાતા તે. ' ' હું જ.' છેવટે તૈયાર થઈ નીકળ્યા. કાશી જૈન પાઠશાળાની આફ્રિસ વિરમગામમાં હતી. ત્યાંથી ખીજા એક જનાર ભાઈ સાથી થયા; પણ તે વખતના એ પાઠશાળાના સેક્રેટરી જેઓ અત્યારે વકીલ છે, અને મને ખાસ મિત્રભાવે જુએ છે તેએાએ તે વખતે વિચાયું કે આ સુખલાલ આવી પરતંત્ર સ્થિતિમાં કાશી જેટલે દૂર ક્રમ જશે ? કેમ રહેશે ? અને કેવી રીતે ભણશે ? આ વિચારથી તે મને કાશી મેકલતા અટકયા. અને મારે પાછું વિા આવ્યું. પણ એ તે આઠ જ દિવસમાં ટળી ગયું. અમે બે જણ કાશી જવા નીકળ્યા. તે વખતની અમારી વ્યાવહારિક અજ્ઞાનતા કેટલી હતી એના અનેક Page #5 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસદશાનાં કેટલાંક અરણે [૨૫૧. દાખલાઓ આજે યાદ આવે છે. રેલમાં તે વખતે હાજત દૂર કરવાની સગવડ બહુ ઓછી હતી. મહેસાણાથી પેશાબની હાજત થઈ. રેલ ઊભી રહે; પણ મનમાં થયા કરે કે ઊતરશું અને ચાલશે તે ? આ શંકાએ જ્યાં જ્યાં વીસ અને ત્રીસ મિનિટ રેલવે ઊભી રહેતી ત્યાં પણ નીચે ઊતરવા ન દીધા. અને અંદર બીજા ડબામાં સગવડ શોધવા પણ જવા ન દીધા. મારા સાથી મારે જ ભાગ્યે કાશી માટે નીકળેલા. તેઓ હતા તે ટ્રેઈન્ડ. પણું કશું જ ન જાણે. છેવટે મારવાડના નાના સ્ટેશને મેં કહ્યું કે હવે તે છેવટે ઊતરી જ જવું; પણ આમ મરી નહિ જવાય. ત્યાં ઊતર્યા, પણ દબા-- ણને લીધે પેશાબની હાજત જ રોકાઈ ગઈ અને વધારામાં દરદ ઊઠયું. ગાડી ચાલી ગઈ. ગુજરાતના એક વૈષ્ણવ વૃદ્ધ સ્ટેશન માસ્તરે જાણ્યું કે. અમે કાશી જઈએ છીએ અને તે પણ સંસ્કૃત ભણવા, ત્યારે તે તેઓએ પ્રેમ વર્ષાવ્યો અને બીજી ગાડી સગવડવાળી શેધી આપી. અમે રેલવેમાં તે. વખતે મુખ્ય ત્રણ કામ કરતા. ખૂબ ખાતા, સ્ટેશને ગણતા અને બાકી. વખત બચે ત્યારે ઊંધતા. પહેલાં સાંભળેલું કે આગ્રા, કાશી, એ ધૂર્તનાં સ્થાને છે. એટલે આગ્રા સ્ટેશન આવ્યું ત્યારે સાવધ થઈ ગયા. અનુભવ પણ ધૂર્તતાને જ છે. જેમ તેમ કાશી પહોંચ્યા. ત્યાંની સાંકડી ગલીઓમાં પગ મૂકતાં જ વિવિધ અનુભવ થવા લાગ્યા. એક બાજુથી ભયંકર દુર્ગધ આવે, બીજી બાજુ બચો, હઠ, કહાં જાઈયેગા વગેરે અમૃતપૂર્વ ભાષા કાનમાં પડવા લાગી. અને ધીરે ધીરે જોયું કે અહીંની તે બધી જ રહેણુકરણે જુદા પ્રકારની છે. મકાન તદન પથ્થરનાં, લાકડું ફક્ત કમાડમાં દેખાય. પાયખાનાં એવાં સાંકડાં અને ગંદાં કે એમાં મનોનિગ્રહને અભ્યાસ જ કરે પડે. અધૂરામાં પૂરું જે પાઠશાળામાં રહેવાનું હતું ત્યાં જૈન સાધુઓનું સામ્રાજ્ય હોવાથી સ્વચ્છતાનો આદર્શ જ લગભગ લેપાઈ ગયું હતું. આ બધી કંટાવાવાળી સ્થિતિ હતી. પણ આશા એક જ હતી અને તે બહુ જ મોટી હતી કે કાશીમાં ભરીને પણ સંસ્કૃત શીખવું જોઈએ. - કાશી એટલે માત્ર વિશ્વનાથ અને ગંગાને લીધે જ તીર્થ નથી, પણ એ અનેક જૂની વિદ્યાઓનું રક્ષણધામ હોઈ તીર્થ છે. કાશીમાં જેમ લુચ્ચાઈ ને ગુંડાશાહીનું રાજ્ય છે, તેમ વિવિધ ભારતીય વિદ્યાઓનું પણ રાજ્ય છે. ત્યાં સંગીત, નૃત્ય, કુસ્તી, કારીગરી આદિની સાથે જ શાસ્ત્રીય બધી વિદ્યાઓ. હજી જીવે છે. પ્રત્યેક વિદ્યામાં વિશાળતા ઓછી છે, પણ ગહનતા ઘણું છે.. Page #6 -------------------------------------------------------------------------- ________________ ર૫ર દર્શન અને ચિંતન હમણાં હમણાં પરીક્ષાઓનું વર્ચસ વધવાને લીધે વિશાળતા વધવા લાગી છે, પણ તેટલા જ પ્રમાણમાં ઊંડાણ ધટતું જાય છે. ત્યાં જે વિષયને જે પંડિત હેય તે તે વિષયને ખાં હોય. વૈયાકરણ ઘણી વાર કાવ્ય અને સાધારણ દર્શનની વાત ન જાણે. કેટલાક પ્રામાણિક વિદ્વાનો તે તે ડાળ પણ ન કરે; છતાં પિતાના વિષયને તે પૂરા વફાદાર હોય. પંડિતો આ વીસમી સદીમાં પણ એટલે સુધી શાસ્ત્રને વળગી રહેનારા હેય છે કે તેમની આજુબાજુ શું થઈ રહ્યું છે તેની તેમને ભાગ્યે જ ખબર હોય છે. વિશિષ્ટ પંડિત વિદ્યાના એટલા બધા ઉપાસક હોય છે કે તેમને પૈસાનો લોભ કાશી બહાર લઈ જઈ શકતું નથી. ડું કે ઘણું જે મળે તે ઉપર ચલાવી લે છે. પણ ભણવા અને ભણાવવાની સગવડ હોવાથી તેમાં તેઓ મસ્ત રહે છે. મારા વખતમાં પંદરથી ત્રીસ રૂપિયા સુધી માસિક પગારમાં સારામાં -સારા દરેક વિષયના પંડિત મળી જતા. આ ધરણ જેકે કિવન્સ કોલેજ અને હમણું હમણાં હિંદુ યુનિવર્સિટીને લીધે બદલાયું છે; છતાં હજી પ્રમા-ણમાં કાશીમાં પંડિત માટે વધારે પગાર ખરચ નથી પડતો. જેવી રીતે પંડિત પિતાપિતાના વ્યાકરણ, અલંકાર કે દર્શન આદિ વિષયમાં ડૂબેલા હોય છે તેવી રીતે જે તેઓમાં આધુનિક દ્રષ્ટિ અને ખાસ કરી રાષ્ટ્રીય દષ્ટિ આવે તે તેઓ વડે ઘણું કામ સધાય. પણ કાશીને પંડિતવર્ગ એટલે સંકુચિતતમ અને સખત રૂઢિચુસ્ત એક વર્ગ. એ વર્ગમાં બળ શાસ્ત્રનું ખરું; પણ દષ્ટિસંકોચને લીધે એમના શાસે રાષ્ટ્રનું હિત સાધ્યું નથી, એમ મને અત્યારે સ્પષ્ટ લાગે છે. જે જૈન પાઠશાળામાં રહે ત્યાં વિશિષ્ટ બે પંડિતે તે હતા જ. જેમની પાસે હું ભણ તે મહાન વૈયાકરણ હજીયે વિદ્યમાન છે અને કિવન્સ કોલેજમાં ભણાવે છે. તેમનું પાહિત્ય તે વખતે મને જેટલું પૂજ્ય લાગતું તેટલું આજે નથી લાગતું. તેનું કારણ એટલું જ કે તેઓ પિતાના વિષયને પિષે એવી આજુબાજુની સુલભ જ્ઞાનસામગ્રીથી પણ તદ્દન બેપરવા રહે છે. જૂના પંડિત એટલે સંસ્કૃત સિવાય બીજી બધી ભાષાને અને પિતાના સનાતન સિવાય બીજા બધા સંપ્રદાયને અવગણનારા, એટલી જ તેમની વ્યાખ્યા છે, પંડિત હોય અને સામયિક પત્રો જાએ એ નવાઈની વાત તે વખતે હતી. મને યાદ છે કે એક વાર ગોખલે કેગ્રેસના સભાપતિ થઈ કાશમાં આવ્યા ત્યારે મારા સર્વશ્રેષ્ઠ અધ્યાપકે કહેલું કે આ ગોખલે કોણ છે? એટલું બધું એમનામાં શું છે કે લેકે ટોપલે ને ટોપલે ફૂલથી વધારે Page #7 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણા [ ૫૩ છે? પાણિનીય વ્યાકરણના અભ્યાસી કાશીને જૂના પૉંડિત કદી ખીજા વ્યાકરણને નજ અડે, અને અડે તો ન છૂટકે જ. ન અડવામાં ગૌરવ માને. સનાતન પતિ જૈન અને બૌદ્ધ શાસ્ત્ર ભણાવે તે આવિકાની પરવશતાને લીધે જ. જિજ્ઞાસાદષ્ટિ કે ઉદારતાથી તે કદી અડે જ નહિ.. ઊલટું, જો કાઈ ભણાવતા હાય તા તેઓને નિદે અને કહે કે અમુક અમુક પતિ જૈતા વગેરેને ભણાવે છે. આનું પરિણામ એ આવતું કે તે જ્ઞાનના સંકુચિત ક્ષેત્રમાં જ ક્રૂસાઈ રહેતા, અને સનાતની ન હોય એવા અભ્યાસીઅને ને ભણવાની બહુ જ હાડમારી પડતી, જૈન, આસમાજી ઉદાસીને વગેરેએ કિવન્સ કૉલેજમાં પોતાને પરિતા ભણાવે એ માટે ખૂબ હિલચાલ કરેલી; પણ છેવટે કોલેજના અધિષ્ટતાને એ જ ફ્રેંસલા આવે પડેલા કે પડિતો ભણાવે તે! સરકારને ના નથી. જે પંડિતે કૉલેજમાં નિંદાના ભયથી સનાતની સિવાયનાને ભણાવતા ન હતા તે જ પડિતે ખાનગી રૂપિયા લઈ પાછા ખાનગી શાળાઓમાં સનાતની ન હાય તેવાઓને પણ ભણાવતા. પડતામાં ધમ અને લાભ અનેનાં પ્રબળ તત્ત્વો સાથે જ કામ કરતાં, તેથી એક બાજુ સનાતનને જાતે ચીલે ચાલ્યા કરતા; અને ખીજી ખા પૈસા મળ્યા એટલે ગમે તેવી વાતને શાસ્ત્રીય ઠરાવવા પોતાના હસ્તાક્ષર આપી દેતા. સ્વામીનારાયણી પેાતાને વૈદિક સિદ્ધ કરવા કાશીમાં કાથળીએ ઠાલવે, કાયસ્થા પોતાને ઊંચી વર્ણના સાબિત કરવા કાશીના પરિતાને નૈવેદ ધરે, જૈન સાધુએ કાશીમાં આવીને અભ્યાસ કર્યો વિના પણ પદવી મેળવવાને લાભ રાખે અને આ બધાયે કાશીના પંડિતાના લાભદેવતાને લીધે સફળ પણ થાય. હું જૈન પાઠશાળામાં ભણતા એટલે ત્યાં તે પડિંતા રાખેલા એટલે ભણાવે જ. પણ શહેરમાં ઉચ્ચતમ પડિતાને ત્યાં ભણવા જતાં તેમને ધ મને આડે આવતા. જે પતિ મને ચાહવાની વાતો કરતા તે જ જ્યારે તેમને ત્યાં ભણવા જવાનું કહું ત્યારે વાત ટાળી દેતા. મેં પહેલેથી જનેાઈ પહેરી હૈાત અને બ્રાહ્મણ જ પ્રસિદ્ધ થયા હોત તો આમ તે ન કરત. અલબત્ત, મારે એ કહેવું જોઈએ કે આવી સકુચિત દૃષ્ટિના કેટલાક અપવાદો પણ હતા. અને હવે તે એ અપવાદો થાડા વધ્યા પણ છે. કાશીની જૂની પાઠશાળામાં શિક્ષણ-પ્રણાલિ બહુ જ દૂષિત ચાલે છે. તેના પ્રભાવ અમારી જૈન પાઠશાળામાં પણ પૂર્ણ હતો. ગેાખવું અને શબ્દશઃ રટી જવું એ ભણતરનું પહેલું અંગ. લખવા અને લોકભાષા કુળ- Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] દર્શન અને ચિંતન સામાજિક સ્થિતિના વિદ્યાર્થીને કઈ વવા તરફ્ ધ્યાન અપાય જ નહિ. ભાવિન અને વિચાર કર્યો સિવાય, ઉપયોગિતાના ખ્યાલ રાખ્યા સિવાય, પણ પુસ્તક પકડાવી દેવામાં આવે. વિદ્યાર્થી પાતે જિજ્ઞાસુ હોય અને શ્રમ ફરે તો ઠીક, નહિ તે શું ભણે છે? શી ભૂલા થાય છે? સમય કેમ કાઢે છે? એ જોનાર કાઈ જ નહિ. આવી અવ્યવસ્થાને લીધે દેશના આત્મા જેવા તક્ષ્ણ વિદ્યાર્થીઓની મેટામાં મોટી શક્તિસંપત્તિના દુર્વ્યય થતો મે જોયે છે. અને તેના ભાગ થોડેણે અંશે હું પણ અન્યા છું. કાશીમાં સંસ્કૃત ભણનાર દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ હશે એવી મારી કલ્પના છે. બધાને નિર્વાહ સુખેથી થાય છે. અન્નસત્રો સેંકડાની સંખ્યામાં છે. મોટા મેટા દાતાઓ, પડિતા અને વિદ્યાર્થીઓને નભાવે છે. પણ આ બધાની પાછળ કાઈ એક તંત્ર ન હેાવાથી તેનું પરિણામ ઓછામાં ઓછું આવે છે. -સત્રના ઘણાખરા સંચાલકા પેાતાની લાગવગના નકામા વિદ્યાર્થીઓને દાખલ કરે અને મળતા દાનના પેાતાના સ્વાર્થમાં ઉપયોગ કરે. આની વિરુદ્ધ કાઈ હિલચાલ ન કરે તેમ જ કાઈ ઊંચું માથું ન કરે. કારણ એ કે, એવા વિરાધ કરનાર ડગલે તે પગલે ડરે. જ્યારે માલવિયજીએ હિંદુ યુનિવર્સિટી સ્થાપવા માટે પહેલવહેલાં વિચાર પ્રગટ કર્યાં અને કાંઈક પ્રયત્ન શરૂ કર્યાં ત્યારે કેટલાક વિશિષ્ટ પડિતા પાસેથી અમે સાંભળેલું કે માલવિયછ પૈસા એકડા કરી ઉડાવી જવાના છે; અથવા પોતાના જ કબજામાં રાખવાના છે. કાશીના અતિસંકુચિત અને ગુડાશાહી વાતાવરણુના ભયની અસર માલવિય૭ના કામળ હૃદય ઉપર થોડી ઘણી તો છે જ, એવી મારી કલ્પના છે, સંવત ૧૯૬૦ થી ૧૯૬૩ સુધીનાં ત્રણ વર્ષોં મેં જે પાશાળામાં કાઢ્યાં તે અમારે માટે ખારું જનાનખાનું હતું. ગંગા બહુ જ નજીકમાં હતી; પણ એટલા વખતમાં અમે ત્યાં એક વાર નાહ્યા હતા. પાસે જ કરવાના ખગે છે, અને બીજી જેવા જેવી સંસ્થાએ છે પણ અમે તેથી લગભગ અસ્પૃશ્ય રહ્યા હતા. કાશીનું પ્રસિદ્ધ કરવત મુકાવવાનું સ્થાન અમારી તદ્દન નજીક હતું; પણ એ મેં ત્યાં સુધી નહિ જોયેલું. ખીજી અતિહાસિક મહસ્વતી અને જ્ઞાન મેળવવાની દૃષ્ટિએ મહત્ત્વની ઘણી જ જગ્યાએ અને સંસ્થાએ ત્યાં છે, જેને જેવા દૂર દૂરથી માણસા આવે છે; પણ મે‘ એમાંનું કશું લગભગ જોયું ન હતું. કસરત કરવી શા માટે? એમાં તે વખત શા માટે કાઢવા? શરીર તે ક્ષણિક છે જ; તે માટે બહુ મમત્વ શા માટે? આ ઉપદેશ અમારે કાને પડ્યા કરતા. આ બધું સંસ્થા સંચાલકાની, સંચાલક દૃષ્ટિએ, યોગ્યતા ન હેાવાનું ખાસ પરિણામ હતું, એમ મારે સ્પષ્ટ Page #9 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણે [૨૫૫ કહેવું જોઈએ. જે દોષ અમારી સંસ્થામાં હતો તે જ દોષ ઓછેવત્તે અંશે ત્યાંની બધી જૂની સંસ્થાઓમાં હતો જ. સિફિસ્ટના પ્રયત્ન અને આર્યસમાજીઓના સતત પ્રયાસોથી થોડું રૂઢ વાતાવરણ ભેદાતું જતું હતું. હું પણ ધીરે ધીરે બંધનોમાંથી છૂટતે જતો હતો. મને એક મિત્ર મળેલા એટલે અમે બંને આવી જૂની રૂઢિ સામે બંડ કરતા. સંસ્થાના સંચાલક સાધુ સામે થયા અને છેવટે જુદા પડ્યા. ૧૯૬૩ થી માંડી સાત વર્ષે અમારાં સ્વતંત્ર ગયાં. તે વખતે મેં શું ભણવું? કેમ ભણવું? શા માટે ભણવું? કોની પાસે ભણવું? અને કયાં રહી ભણવું? એ બધું મારા મિત્ર સાથે તે વખતની સંકુચિત દ્રષ્ટિ પ્રમાણે પણ સ્વાધીનપણે નક્કી કર્યું. અને એ નક્કી ક્રમ પ્રમાણે અમે બંનેએ અભ્યાસ શરૂ કર્યો. સંસ્થાથી છૂટા પડ્યા ત્યારે પાસે એક રૂપિયો હતો. તેમાંથી છ આના સંસ્થાના સેક્રેટરીને તાર કરવામાં ખર્ચાયા, એટલે દશ આના બાકી રહ્યા; પણ મને બરાબર યાદ છે કે એ વૈશાખ સુલ ત્રદશની રાતે જ્યાં બુદ્ધ ભગવાને પ્રથમ ઉપદેશ કરેલ છે તે સારનાથની પાસેના જૈન મંદિરમાં અમે ગયા. અમે અકિંચન છીએ એ ભાન જ ન હતું. સંસ્થાથી છૂટા થવાનો અને કઈ સ્વતંત્ર વાતાવરણમાં સુખપૂર્વક વિચારવાને આનંદ અમારામાં સમાત જ ન હતું. એ આનંદમાં અમે અમારી શક્તિનું ભાન ભૂલી ગયેલા અને એમ વિચારતા હતા કે સમાજના કેટલાક જવાબદારને પૂછી જોવું. જે તેઓ મદદ ન આપે તે બલા ટળે. અમેરિકા જઈશું અને ત્યાં ભણીશું. તે વખતે સત્યદેવના અમેરિકાથી સરસ્વતી માં પ છપાતા. રોકફેલર જેવા ધનાઢ્યોનાં જીવન વેંકટેશ્વરમાં વાંચેલાં, એટલે અમે બંને મિત્ર વિચારતા કે ત્યાં જઈશુ અને ગમે તે રીતે મદદ મળશે જ. પણ અમને તે સમાજના કેટલાક વિદ્યાપ્રિય સ્નેહીઓએ મદદ આપી, અને અમારે ને સ્વતંત્ર યુગ કાશીમાં જ શરૂ થયે. * આ યુગમાં બધું જાતે કરવાનું હતું. અનાજ આદિ ખરીરવું, મકાન મેળવવું, રસોઈને પ્રબંધ કર, પંડિતે શેધવા, તેમની પાસે ભણવું, અભ્યાસ ઉપરાંત બીજાં પુસ્તકો વાંચવા અને ગમે તેટલી દૂર હોય છતાં ઉચ્ચતમ વક્તાવાળી જાહેર સભામાં પહોંચવું. આ સ્વતંત્ર યુગમાં પણ ખરી રીતે અમારે કોઈ સાચે માર્ગદર્શક ન હતો, છતાં દૃષ્ટિ કાંઈક સારું ભણવાની-ઊંડાણથી ભણવાની અને સત્યશોધની હતી, એટલે એ ભૂલેમાંથી જ બેડામાં થોડું પણ કાંઈક મળી આવ્યું. પહેલાં પરીક્ષાની દૃષ્ટિ ન હતી, પણ પછી નેહીઓની પ્રેરણુએ એ તરફ પણ ધકેલ્યા. અનુભવ એવે થયું કે ત્યાં પણ પંડિતોનું સંકુચિત રાજ્ય છે. જે પ્રિન્સિપાલ અંગ્રેજ ન Page #10 -------------------------------------------------------------------------- ________________ ૫] હાત તો એક વાર પહેલે નખર આવેલ તે આવી શક જ હતો. બે વર્ષ બાદ જેમ જેમ પડતાની અનુભવ થયા, તેમ તેમ પરીક્ષાના મેહ વર્ષમાં પરીક્ષા પાસેથી પરીક્ષા આપી પછી અહીં પરીક્ષા નિમિત્તે પગ સુધી ચાલી. દૃશન અને ચિતન શકત કે નહિ એને સકુચિત દૃષ્ટિના વિશેષ છે થતા ગયા, અને છેલ્લા ઊઠેતાં જ પ્રતિજ્ઞા કરી કે હવે ન મૂકવે અને તે જ પ્રતિના છેવટ સ્વામી ધ્યાનને કાશીની શિક્ષણપ્રણાલી તરફ સખત કટાક્ષ હતા. તેનાં બીજાં કારણોમાં નીચેનાં ત્રણ કારણા હતાં, એમ મને તે વખતે લાગેલું અને હજી પણ લાગે છે. ૧. પરિતા અને વિદ્યાર્થી ની પ્રચલિત લેાકભાષા-—ખાસ કરીને હિંદી ભાષા શીખવા, ખેલવા અને લખવા તરફ ખેદરકારી. ૨. રાષ્ટ્ર અને દેશ તરફ તેઓની તદ્દન ઉદાસીનતા, અને ધર્મવિષયક અસહિષ્ણુતા. ક્ષે ૩. ઉચ્ચારણવિષયક ખેદરકારી અહીં ત્રીજા કારણ વિષે જરા ઇશારે કરવા આવશ્યક છે. કાઈ પતિને પૂછો કે વ્યાકરણમાં ઉચ્ચારણના કેટલા છે? તે તે વગરવિલ એ ગણાવી જાય; પણ જે દોષો તે ગણાવે, તે જેમ મેઢે ગણાવ્યે જાય, તેમ પેાતાના ઉચ્ચારણમાં સોંય તે બતાવતા પણ જાય. દક્ષિણાય અને ખીજા કેટલાક ખાસ પદ્ધિતા અને વિદ્યાર્થીઓને ખાદ કરીએ તે! ઉચ્ચારણ દ્વેષ ત્યાં એટલા બધા છે કે તેને લીધે તેમના ઉપર મને તે યા જ છૂટતી. સંસ્કૃતના ધ્રધર વિદ્યાર્થીઓ જ નહિ પણ પડિતા સુદ્ધાં જે હિંદી વાંચે તો તેમનું હિંદી વાચન સાંભળનાર જો ગીતા કે ધમ્મપદ્મમાંથી પૂર્ણ ગાંભીર્ય શીખી ન આવ્યા હાય તે ગમે તેટલા પ્રતિખંધ છતાં હસી જ પડે. બીજા બધા કરતાં ઉચ્ચારણદોષ મને વધારે ખટકવાનું કારણ કદાચ મારી સાંભળીને શીખવાની પરિસ્થિતિ હશે. પણ એ દોષ વિષે હું જરા યે અત્યુક્તિ નથી કરતો. આજકાલ ઘણાયે અંગ્રેજી ભણેલાને હું ગુજરાતી વાંચવા આપું છું ત્યારે તેમનું ગુજરાતી વાચન પણ એ પડિતાના હિન્દી વાચનની કક્ષામાં જ જાય તેવું જોઉં છું. વાંચવાના અં સામાન્ય રીતે બધા એટલા જ સમજે છે કે લખેલું કે છાપેલું હોય તે આંખે જોઈ ગગડાવી જવું. આ ખાતરી પાખરા શિક્ષામાં પણ છે, તેથી એ દ્વેષના વારસે વધે જ જાય છે. છાપવાની કળાથી હણાઈ ગયેલુ અક્ષરનું સૌષ્ઠવ Page #11 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસક્રશાનાં કેટલાંક સ્મરણે [ સ્પ સંતવ્ય ગણાય, પણ હજી ઉચ્ચારણનું સ્થાન કેઈ નેગ્રામાંથી ઉદ્ભવતી વિદ્યા ન લે ત્યાં સુધી ઉચ્ચારણને દેવ કદી જ ક્ષેતવ્ય નહિ ગણાય. જૈન પાઠશાળાની પડદા જેવી દશા ગઈ ત્યાર બાદ સ્વાશ્રય અને અભ્યાસની વ્યવસ્થા આવ્યાં હતાં. તેને લીધે કાંઈક કાંઈક ગુણદોષ-વિવેચક દૃષ્ટિ પણ જાગી હતી. એટલે કેાઈ ગુરુ કે કઈ પંડિત કહે તેટલામાત્રથી તે સ્વીકારી લેવાનું નહિ. આને પરિણામે ઘણુ વાર પંડિતે સાથે અને ખાસ કરી વિદ્યાગુઓ સાથે વિરોધ કરવાને પણ પ્રસંગ આવતા. વિદ્યાર્થીથી કાંઈ પંડિત સામે કે ગુરુ સામે સાચું પણ તેમનાથી વિરુદ્ધ કહેવાય ? આ તે માટે ગુન ગણાય. અને એ ગુનાની સજા એટલી જ કે તેઓ ભણાવે નહિ. પણ ઘણી નમ્રતા રાખ્યા છતાં જ્યારે દિવસને જ રાત કહેવડાવવાને તેઓનો આગ્રહ દેખાતે ત્યારે પછી છેવટે તેઓને છેડવાને જ માર્ગ બાકી રહે. એમ કેટલાયે પંડિતેને છેડ્યાં, પણ હજીયે મને લાગે છે કે એમાં મેં મેળવ્યું જ છે, ગુમાવ્યું નથી. કાશી એટલે સનાતનીઓનું કેન્દ્ર. ત્યાં બીજા ધર્મો અને પથે પિતાના પ્રચારને ભગીરથ પ્રયત્ન કરે છે, પણ સનાતન પંથના ખીલા ભારે મજબૂત હોવાથી તેઓ બહુ જ ઓછું ફાવે છે. આર્યસમાજના ઉત્સા અવારનવાર ચાલે. તેમાં ઘણીવાર શ્રોતાઓ કરતાં વક્તાઓ વધે, સાંભળનારાઓની ગમે તેટલી ધીરજને પણ ખુટાડી દે એવા ૧૪-૧૪ કલાકના લાંબા કાર્યક્રમ હોય, અને ભયંકર ખંડનમંડન ચાલતાં હોય ત્યાં જવું અને ધીરજ રાખી ખૂબ સાંભળવું, એ ટેવ પણ કાશીમાં કેળવાઈ કાશીમાં શાસ્ત્રાર્થની એક વિશેષતા છે અને તે એ કે, દલીલે સાથે કયારેક કયારેક ઈટ અને પથ્થર ચાલે. આવા પ્રસંગે ખાસ કરી આર્યન સમાજના જાહેર ખંડનવાળા મેળાવડાઓમાં જ આવતા. કાશના પંડિતની શાસ્ત્રચર્ચા વળી બીજા જ પ્રકારની હોય છે. કેઈ દાની આવે, પંડિતે મળે અને દક્ષિણ વહેંચાયા પહેલાં શાસ્ત્રાર્થ કરે. ઘણી વાર મહાન પંડિતો પણ અંદરોઅંદર અસભ્યતાથી હોંસાતુંસી કરે, અને તદ્દન ખાટાં મન કરી ઘેર જાય. જે પંડિતોને મોટામેટા રાજા, મહારાજા અને દેશનાયકે દ્વારા ભાન પામતા જોયા છે તે જ પંડિતે અને તેમના શિષ્ય વાદગીમાં ભાગ્યે જ સભ્યતા રાખે. આ વસ્તુથી સિદ્ધસેનનું પદ યાદ આવે છે કે “એક માંસના ટુકડા માટે લડતા બે કૂતરાએ કયારેક એકઠા થઈ શકે, પણ બે વાદી ભાઈઓનું સખ્ય કદી જ સંભવતું નથી. ઘણી વાર એમ થતું કે જે સાચા ૧૭ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫૮] દર્શન અને ચિંતન દિલથી ધર્મસ્તંભ ગણાતા કાશીના પંડિતે એકત્ર થાય તે બચી રહેલી વિદ્યાઓને ત્વર સુંદર ઉદ્ધાર થાય. એક વૃદ્ધ પાદરી ઘણી વાર મળતા. તેઓ બહુ જ સ્પષ્ટ અને શુદ્ધ સંસ્કૃત બોલતા અને સંસ્કૃતમાં જ બીજા ધર્મોનું ખંડન કરતા. એમનું કામ જ્યાં જ્યાં પાઠશાળાઓ હય, જ્યાં જ્યાં પંડિત હોય, ત્યાં પહોંચવાનું અને ખૂબ સંભળાવી પાછા ફરવાનું હતું. એમનું સંસ્કૃત પહેલવહેલાં સાંભળ્યું ત્યારથી મનમાં નિશ્ચય કરે કે વિશિષ્ટ સંસ્કૃત બેલતાં શીખી જ લેવું. એ નિશ્ચયે કેટલાક દિવસ સંસ્કૃત બેલવાની પ્રતિજ્ઞા લેવડાવેલી. શ્રાવણ માસમાં નાગપંચમી આવે છે, ત્યારે એક નિયત સ્થાને વિદ્યાર્થીઓ અને પંડિતનું મોટું દળ એકઠું થાય છે અને સૌ છૂટથી અરસપરસ ચર્ચા અને ખંડનમંડન કરે છે. આ બધું સંસ્કૃતમાં જ થાય છે. ક્યારેક એ પ્રથા બહુ જ વ્યવસ્થિત હશે. કાશીનું બીજું નામ શિવપુરી છે તેથી તેમાં શિવનાં મંદિર જ્યાં ત્યાં ખડકાયાં છે. જ્યાં મહાદેવ ત્યાં નંદી અને ભાંગ હેય. કાશીમાં જ્યાં જાઓ ત્યાં મત સાંઢ હોય અને ઘણી વાર તેમની મસ્તી મુશ્કેલીમાં પણ મૂકે. ભાંગ એ ત્યાં અહીંની પેઠે ચાનું કામ આપે છે. વિદ્યાર્થી હોય કે પંડિત, બાબુ હોય કે કહાર, ભાંગ પીવામાં કોઈને સંકોચ નહિ. ક્યારેક કોઈ પંડિત એમ પણ કહે કે “જબ ભાંગ પી. કર ગ્રંથ દેખતે હે તબ સામને સરસ્વતી આતી હૈ.' કેટલાક પંડિત શાક્ત પણ જોયેલા, જેઓ ધુરંધર વિદ્વાન છતાં ઉપાસના વખતે મદ્યપાન અવશ્ય કરતા. કાશીમાં પંચવણ વસ્તી મુંબઈ જેવી જ છે. બંગાળી પંડિતને ત્યાં જઈએ ત્યારે હેકે ગુડગુડ ન કરતો હોય તે છેવટે માછલીની ગંધ આવે જ. મથિલ પંડિતને ત્યાં અભક્ષને સંભવ ખરે જ, પણ હુકાની વાત નહિ. દક્ષિણી પંડિતે એ બધાં વ્યસનોથી મુક્ત અને વિશેષમાં એમની ઘર અને કપડાંની ખાઈ બીજા બધાને મહાત કરે. યુક્ત પ્રાંતના પંડિતમાં કોઈ દુર્વ્યસન ખાસ ન હોય; પણ દક્ષિણીઓ જેવી ચેખાઈ તે નહિ જ. ગુજરાત અને મારવાડના પંડિત ત્યાં નથી એમ કહીએ તે ચાલે. જે છે તેમણે ખાસ નામ નથી કાઢ્યું. જેમાં દેશનાયકામાં ગુજરાતીનું નામ ન હતું અને આવ્યું ત્યારે સૌથી મોખરે આવ્યું, તેમ કાશીમાં ધ્રુવ સાહેબને લીધે આજે ગુજરાતીઓ મોખરે રહેવાનું અભિમાન લઈ શકે છે. વિદ્યાઓ પણ પ્રાંતવાર વહેંચાયેલા જેવી છે. બંગાળી મેટે ભાગે તાર્કિક હેય, મિથિલ પણ તૈયાયિક હોય, દક્ષિણાય વેદાંતી હોય અને બીજાઓ વૈયાકરણ હોય. આ સામાન્ય નિયમના અપવાદ છે જ. પંજાબી વિદ્વાનો હમણાં હમણું Page #13 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસંદશાનાં કેટલાંક સ્મરણા · [ ૨૫૯ આવતા વધવા લાગ્યા છે. નાનપથના ઉદાસી એમાં આગળ જાય છે. તેમના મા છે અને પાઠશાળાઓ પણ છે. મારવાડી અનેક સાઠે, અનેક પાઠશાળાઓને અને અનેક સાધુસંતના માને પોષે છે; પણ મારવાડી ત્યાં ભાગ્યે જ વિદ્વાન મળે. કાશીના વિદ્યાસુઅકે જૈતા અને બૌદ્ધોને ખેચ્યા છે. ખરમી અને સિંહલી ઘણા બૌદ્ધો ત્યાં આવતા થયા છે. વિદ્યાના રમ્યત્વ ઉપરાંત પ્રાકૃતિક રમ્યત્વ પણ ઓછું નથી. ખરી રીતે ગ ંગાતટ, વૃક્ષરાજી અને ફળદ્રુપ ભૂમિને લીધે જ ત્યાંનું વાતાવરણુ જામેલું છે. ઘણી વાર હું મિત્રા સાથે વિદ્યાના સ્રોતની જેમ ગંગાના સ્રોતમાં પડતો. મને યાદ છે કે એથી વધારે વાર હું એમાં એવા તણાયેલા કે તત્કાળ મિત્રો ન આવ્યા હોત તો મહાસમુદ્રમાં જ પહેાંચત. મારુ' તરવાનું બળ ગંગાના વેગ સામે કુંઠિત થઈ જતું. પછી તે ચેતી જ ગયેલા. મને ભણવા કરતાં ભણાવવાના શેખ પહેલેથી જ વધારે હતા. જૈન વિદ્યાર્થીઓ તો ભણે જ. કેટલાક બ્રાહ્મણ વિદ્યાર્થીઓ ભણે; પણ જૈન પાસે ભણવામાં કાઈ નિ માટે તે અહુ જ સાવધાનીથી છુપાઈ ને ભણવા આવતા. હું પણ અંદરઅંદર કેવળ વિદ્યાવૃદ્ધિ ખાતર ધણી વાર તેને માત્ર સરખે જ નહિ પણ ઊંચે આસને બેસાડી શિખવાડતા. જૈન સાધુઓને ભણાવનાર જો નીચે આસને બેસવું પસંદ કરે તો તેને ભાગ્યે જ ખાટું લાગે. એ ગુરુપદમાંથી જન્મેલી અભિમાન–વૃત્તિ મેં ત્યાંના બ્રાહ્મણવગ માં અનેક રીતે જોઈ છે. ગાંધીયુગ આવ્યા પછી જોયેલ કાશીના વાતાવરણને પહેલાંના વાતાવરણ સાથે મેં સરખાવ્યું ત્યારે કેટલે યુગપલટો થયો છે તે સ્પષ્ટ જણાયું. હમણાં તો કેટલાયે સનાતની બ્રાહ્મણા અસ્પૃશ્યને અડતાં સકાચાતા નથી; અને ઇતર ઉચ્ચ ગણાતા વર્ણના લોકા સાથે તે તેમને ચેાકા લગભગ એક જ થઈ ગયા છે. છતાં એમ લાગે છે કે હજી કાશી રાગારનું અચલાયતન છે. ખામ એ બુદ્ધિવર્ધક છે માટે ખવાય તેટલી ખાવી; એ અજ્ઞાનને લીધે માંદગીમાં પડવાના દિવસો તેા જૈન પાઠશાળા છેડી ત્યારથી ગયા જ હતા. પણ ખીજાં આરોગ્યવિષયક અજ્ઞાન ઘણું જ ખાકી હતું તે ડગલે અને પગલે નડતું. આપરેશન કરાવ્યું હોય છતાં સવાર-સાંજ ત્રણ ત્રણ માઈલ દૂર ચાલીને ભણવા જવું અને વળી વિશેષ બીમારીમાં સપડાવું એ ક્રમ ચાલુ જ હતા. એતે લીધે અને વિશેષ ન્યાયના અભ્યાસ કરવાની વૃત્તિને લીધે કાશી સ્થળ છેડવાનું મન થયું. મિથિલા પસંદ કરી ત્યાં સખત દેરીમાં Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦]. દર્શન અને ચિંતન પહે. ત્યાંનું ગામડું એટલે થોડાંક ફુસ અને ઘાસનાં ઘરે. ખાવામાં ભાત, અને બિસ્ત્રમાં ડાંગરનું ફૂવળ. મિથિલાનો માટે ઉપકાર એ છે કે હું ભક્ત-ભાત-ભેજી થઈ ગયો. વ્યાકરણમાં “વેર સાચા ગ્રામ: ” એ ઉદાહરણ આવેલું તેને અર્થ મિથિલામાં સમજાય. એક ગામને કૂકડે બીજા ગામમાં પહોંચે એથી વધારે ભાગ્યે જ અંતર હોય. લગભગ દરેક ધર પાસે પિખરા (નાનાં જલાશ) હેય જ, સામાન્ય રીતે ત્યાંના લેકે કેઈની યાદગીરી પોખરાથી અગર બાગથી રાખે છે. ત્યાંના વિદ્વાને કહેતા કે ગ્રંથ, આરામ અને અપત્ય એ સ્થાયી યાદગીરીને ક્રમ છે. તેથી જ ઘણા વિદ્વાનો મિથિલામાં એવા થઈ ગયા છે કે જેઓએ પરિણીત છતાં ગૃહસ્થાશ્રમ ભોગવ્યો જ ન હતું. અને “યાવચ્ચદ્રદિવાકરો” કીર્તિ રાખે એવા ગ્રંથને જ જન્મ આપે છે. આંબા, જાંબુડા, બડહર, કટહર અને કેળાં એ ત્યાંની સમૃદ્ધિ. આપણા દેશના મહારાજાઓએ અને નવાબોએ જ માત્ર જૂની, જયાબંધ સ્ત્રીઓ પરણવાની પ્રથા સાચવી નથી રાખી. એ પ્રથા હજી મિથિલાના દરિદ્ર બ્રાહ્મણે પણ સાચવીને રહ્યા છે. હું જેમને ત્યાં રહેતા તે બ્રાહ્મણને અગિયાર સ્ત્રીઓ હતી. બે ઘેર, અને બાકીની પોતપોતાના પિતાને ત્યાં. પતિનું કામ મોસમમાં નવરા પડે ત્યારે દરેક સાસરાને ત્યાં થોડા થોડા દિવસ ફરવાનું અને દક્ષિણ લઈ પાછા ફરવાનું. મિથિલા એટલે જૂના કેટલાક મહર્ષિઓને જનપદ અને અત્યારે મોટી બ્રાહ્મણસંખ્યાને દેશ. ત્યાંની કટ્ટરતા કાશીને પણ લજવા. ડગલે ને પગલે પ્રાયશ્ચિત્ત. હમણાં હમણાં દાખલ થયેલ વૈષ્ણવ ધર્મને અનુસરનારા ગણ્યાગાંઠ્યા બાદ કરીએ તો મોટેભાગે બધા શૈવ અને તાંત્રિક જ. એટલે તેમને જેમ ઈશ્વરમાં અદ્વૈત તેમ અભક્ષ અને ભક્ષમાં પણ અદ્વૈત જ. ગરીબાઈ એટલી બધી કે બે રૂપિયા આપી તેના વ્યાજમાં અમારા પંડિત મજૂરો પાસે કામ લેતા. પણ કટ્ટરતા એવી કે બીજો કોઈ અન્યધ આવે તો તે અસ્પૃશ્ય જ. હું જ્યારે જૈન તરીકે જણમાં આવ્યો ત્યારે પ્રથમથી મહિને ચાર આનામાં કામ કરનારે માણસ પાછળથી ચાર રૂપિયા આપવાને કહ્યા છતાં આવતા અટકી જ ગયો. જે કે એ માછલી ખાતે અને તારી પી. મને લેકે ટે ધનાઢ્ય સમજતા, એટલે પતિ ભારે આશા રાખે. હું પણ વિદ્યાના લાભથી બધામાં કસર કરી બની શકે તેટલું પંડિતને જીત વામાં જ ખરચી નાખતે; પણ પરિણામ ઊલટું આવતું. પંડિત એમ ધારતા Page #15 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણે [૨૧૧ કે આ માણસ હજી ઘણું આપી શકે તેવો છે. આને લીધે મારે ત્યાં પણ જુદાં જુદાં સ્થાન બદલવાં પડ્યાં. છેવટે એક પંડિત મને એવા મળ્યા કે જેને હજી હું મારા સાચા વિદ્યાગુરુ તરીકે લેખું છું, અને તેમના ચરણમાં માથું નમાવું છું. ગયે વર્ષે જ્યારે હિંદુ યુનિવર્સિટીમાં કાશીમાં એમને મળે ત્યારે તેમનું પહેલું વાક્ય એ હતું કે “ક્યા સતરહ વર્ષ તક વિદ્યા કે ભૂલ ગયે ?' એમનામાં વિદ્યા, ખાસ કરી દાર્શનિક વિદ્યા અપાર છે, અને પ્રેમ તથા સૌમ્યતા તેથી અપાર છે. એમણે કદી જ મારી પાસેથી લેવાની વૃત્તિ રાખી જ ન હતી. એમને હું જૈન હોવાને અને મને ભણાવવાને ભય જ નહે. એમના એ આકર્ષણે મને દરભંગા શહેરમાં ખેંચ્યો. ત્યાં ત્યારે આજુ કુત્તા અને જીવજંતુથી ખદબદતા એક ભાંગેલા મકાનમાં કેટલાક દિવસ એ ગુને લીધે જ વિતાવ્યા. મિથિલામાં શાસ્ત્રીય શિક્ષણ પહેલાંથી ઘણું છે. પણ વ્યાવહારિક શિક્ષણ છે જ નહિ એમ કહીએ તે ચાલે. જે સિંહવાળા ગામમાં નદીકિનારે આંબાના વનમાં તૂટેલ મકાનમાં રહેલે ત્યાં જ નિશાળ હતી. પૂછતાં માસ્તરે કહ્યું કે “મને ત્રણ રૂપિયા મળે છે.’ તે જ મુખ્ય માસ્તર હતું. આ અશિક્ષણને લીધે પોલીસ અને બીજો નોકરિયાત વર્ગ લેને ખૂબ હેરાન કરે. પિસ્ટમેન મનીઓર્ડર આપે તે માલિકને પૂછ્યા વિના જ ચાર–આઠ આના કાપીને રૂપિયા આપે. મેં કહ્યું, હું તો પૈસા કાપી ન જ આપું. પિોસ્ટમેન મહારાજ નારાજ થયા. વળી હતા મુસલમાન એટલે પિસ્ટ ઓફિસે લેવા આવજો એમ કહી ચાલતા થયા. જરાએ બીધા વિના બીજે દિવસે પિસ્ટમાસ્તર પાસે હું પહોંચ્યા અને એ પિસ્ટને મૂકેલી બધી અડચણ વટાવી કાંઈ પણ આપ્યા સિવાય પૈસા લઈ આવ્યો. આ વાત જાણી મારા વિદ્યાગુરુએ કહ્યું: “તુમ તે બડે બહાદૂર છે.’ મને મારી એ બહાદૂરી અને ગુરજીની આપેલી શાબાશી બંને ઉપર ખૂબ જ વિચાર આવ્યા, અને કેમે કરી હાસ્ય રોકી શકો નહિ. મિથિલાના ધુરંધર પંડિતો હિંદુસ્તાનના જુદા જુદા ભાગમાં વિદ્યાગુરુ બનીને જાય છે, પણ એ દીપક જેવા છે એટલે તેમના ઘરમાં ઘેર અંધારું હોય છે. છેલ્લાં વર્ષોમાં અંગ્રેજી શિક્ષણને પરિણામે નીકળેલ છાપાંઓ બાદ કરીએ તે ત્યાં સાર્વજનિક હિલચાલ અને લેકશિક્ષણ જેવું કશું જ નથી એમ તે વખતે મને લાગેલું. લખેલા કાગળનાં અને ભાજપત્ર ઉપરનાં કીમતી પુસ્તકો હજીયે ત્યાં પલળી પલળી સડી જાય છે અને એને કોઈ જોતું નથી. બંગાળ એ ન્યાયવિદ્યામાં નિથિલાને શિષ્ય છે. પણ મિથિલે કહે છે કે હમણાં તે બંગાળ જ ગુરુ છે. આ વાત નવદીપ, શાંતિપુર અને કલકત્તાને Page #16 -------------------------------------------------------------------------- ________________ 262] દર્શન અને ચિંતન લીધે સાચી છે. દરભંગાના સંસ્કૃત વિદ્યાલયમાં ભિન્ન ભિન્ન વિષયના ધુરંધર પંડિત જેતે અને બીજી બાજુ તેમની કંગાલિયત જે ત્યારે એમ જરૂર થતું કે શું સંસ્કૃતવિદ્યા સાથે દરિદ્રતાને, ભીરુતાને અને રૂઢિચુસ્તતાને નિકટનું સગપણ છે? પણ જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ સ્પષ્ટ લાગ્યું કે એ લેકનાં માનસને વિશાળ બનાવવા માટે જે શિક્ષણપ્રણાલિ જોઈએ તે જ નથી, એટલે તેઓ ખૂબ ભણી ભણુને પણ પોતાના અને બીજાના ઉપયોગના બહુ જ ઓછા રહે છે. પરિણામે નિર્વાહ માટે સંકુચિત ક્ષેત્રમાં પરાધીનતા ભગવે છે અને એ પરાધીનતાથી જ એમની વિદ્યા ઉપર આવતી નથી. આર્યસમાજી પંડિતોએ જે કામ કર્યું છે તે થયું ન હોત તે સનાતની સમાજને સંખ્યાબંધ પ્રખર વિદ્વાનો છતાં આજે એક પણ દાર્શનિક ગ્રંથને ભાષામાં અનુવાદ જેવામાં ન જ આવત. આવી વ્યવહારચતા જ એમને વિદ્યાની અને વિચારશક્તિની પૂંછ છતાં દરિદ્ર રાખી રહી છે. આ ભાન મને જ્યારથી પ્રગટયું ત્યારથી મેં પણ એ પતિની દિશામાં જવાનું પગલું ફેરવી નાખ્યું, અને શીખેલ વિદ્યાને વ્યવહારમાં મૂકવાના માર્ગો તરફ મન લગાડવું. આ કૃતિએ મિથિલા છેડાવી, અને એક કેન્દ્રમાં કાર્ય કરવા પ્રેર્યો. -સાબરમતી” દ્વિમાસિક [ પુ. 7, અંક 5-6, વસંત-શ્રીમ, વિ. સં. 1985 ]