________________
અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણા
[ ૨૪૯
ભાજન મને ઉચ્છિષ્ટ નહોતું લાગ્યું, અને હુયે નથી લાગતું. કારણ, ભૂખ્યાતે એઠું શું ? પણ વ્યસ્થિત અભ્યાસ માટે માગ ન હતા. કેટલાક સંસ્કારી સાધુએ આવે અને સંસ્કૃત શીખવાનું કહે. કાઈ સ્નેહી બ્રાહ્મણ સંસ્કૃતની અતિ ઉત્સાહથી પ્રશંસા કરે અને શીખવાનું કહે. કાઈ કાશીના પડિતાની મહત્તા વર્ણવે, અને કાઈ કાઈ વાર એકાદ સુકÞ સાધુ સંસ્કૃત પટ્ટો ગાય. આ બધું ઉત્તરોત્તર મારા મનને ધર છેડાવવાની અને અહાર ધકેલવાની તૈયારી જ કરાવતુ. એ જિજ્ઞાસાના ઉત્કટ ઉન્માદમાં ધણી વાર આકાશે ઊષ્માનાં સ્વપ્રો આવેલાં આજે પણ સ્પષ્ટ યાદ આવે છે. સાધન ન હતુ, પણ જે મળ્યું તેને જિજ્ઞાસાએ સાધન બનાવ્યું.
એક વાર એક સાધુ રઘુવંશ લાવેલા. તેમણે જતી વખતે મને સાત દિવસ તે રાખવા કહ્યું. હું સંસ્કૃતમાં પુસ્તકા કયાં છે અને ક્રમ ભણવું જોઈએ એ જાણતા જ ન હતા. જાણતા હતા એટલું કે જે સામે આવે તે ખાઈ જવું. એટલે એ મળેલા સાત દિવસામાં રઘુવશના દશ સૌ યાદ કરી દીધા. વાંચનાર જે હતા તે અક્ષરે સંસ્કૃત ન જાણતા. હું પણ નહાતા જ જાણતા. પરંતુ એ વખતની સ્મૃતિ અને ઉત્સાહે એટલી તૈયારી કરાવી. આ અધી ગડમથલમાં એક વૃદ્ધ સાધુ મળ્યા. તેમને મેં પ્રથમ જ સંસ્કૃતના વદ્યાગુરુ બનાવ્યા. તે સ્થાનકવાસી હતા. આંખે ન દેખતા, સંસ્કૃતના તે બહુ જ સાધારણ અભ્યાસી હતા; પણ જૈન આગમે! જૂની ઢબે બહુ જ સારી રીતે જાણુતા, મારે મન તે તે વખતે વિશિષ્ટ વિદ્વાન હતા. તેમની પાસેથી સારસ્વત વ્યાકરણની પંચસંધિ અને લિંગ હું શીખ્યો, ત્યારે એ ગામડામાં મારા અધા ઓળખીતા મને મુનિ અને મનીષિ કહેવા લાગ્યા. ગામના બ્રાહ્મણો પણ મને એક વિદ્વાન સમજતા. જતા-આવતા નવાસવા સાધુસંત કે વિદ્વાન કાઈ ગામમાં આવે ત્યારે મારા સ્નેહી તેમની પાસે મને એક સારા વિદ્વાનરૂપે એળખાવતા. એનું તે સ્મરણુ જ આજે મને આપણી અજ્ઞાનતા ઉપર આંસુ વરસાવવા પ્રેરે છે.
એ વૃદ્ધ સાધુ લાંએ વખત ગામમાં ન રહ્યા, અને વળી મારી ભૂખ વધી. ખીજાં ગામામાં કયાં કર્યાં સૌંસ્કૃત પાઠશાળા છે ? ત્યાં મારું શી રીતે જવું ? જાઉં તેા સાથી કાણુ ? વાંચવાનું કામ કરે ક્રાણુ ? બીજી બધી શારીરિક સંભાળ કાણુ રાખે ? અને મમતાથી મને પરાધીન સ્થિતિમાં ટેકા કાણ આપે ? અથવા ટૂંકમાં, મારી બધી મૂંઝવણુતા નિકાલ લાવવા સહાનુભૂતિ કાણુ દર્શાવે? એ બધા પ્રશ્નો થતા જ હતા. મા ાતે જ કાઢવાના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org