SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫ર દર્શન અને ચિંતન હમણાં હમણાં પરીક્ષાઓનું વર્ચસ વધવાને લીધે વિશાળતા વધવા લાગી છે, પણ તેટલા જ પ્રમાણમાં ઊંડાણ ધટતું જાય છે. ત્યાં જે વિષયને જે પંડિત હેય તે તે વિષયને ખાં હોય. વૈયાકરણ ઘણી વાર કાવ્ય અને સાધારણ દર્શનની વાત ન જાણે. કેટલાક પ્રામાણિક વિદ્વાનો તે તે ડાળ પણ ન કરે; છતાં પિતાના વિષયને તે પૂરા વફાદાર હોય. પંડિતો આ વીસમી સદીમાં પણ એટલે સુધી શાસ્ત્રને વળગી રહેનારા હેય છે કે તેમની આજુબાજુ શું થઈ રહ્યું છે તેની તેમને ભાગ્યે જ ખબર હોય છે. વિશિષ્ટ પંડિત વિદ્યાના એટલા બધા ઉપાસક હોય છે કે તેમને પૈસાનો લોભ કાશી બહાર લઈ જઈ શકતું નથી. ડું કે ઘણું જે મળે તે ઉપર ચલાવી લે છે. પણ ભણવા અને ભણાવવાની સગવડ હોવાથી તેમાં તેઓ મસ્ત રહે છે. મારા વખતમાં પંદરથી ત્રીસ રૂપિયા સુધી માસિક પગારમાં સારામાં -સારા દરેક વિષયના પંડિત મળી જતા. આ ધરણ જેકે કિવન્સ કોલેજ અને હમણું હમણાં હિંદુ યુનિવર્સિટીને લીધે બદલાયું છે; છતાં હજી પ્રમા-ણમાં કાશીમાં પંડિત માટે વધારે પગાર ખરચ નથી પડતો. જેવી રીતે પંડિત પિતાપિતાના વ્યાકરણ, અલંકાર કે દર્શન આદિ વિષયમાં ડૂબેલા હોય છે તેવી રીતે જે તેઓમાં આધુનિક દ્રષ્ટિ અને ખાસ કરી રાષ્ટ્રીય દષ્ટિ આવે તે તેઓ વડે ઘણું કામ સધાય. પણ કાશીને પંડિતવર્ગ એટલે સંકુચિતતમ અને સખત રૂઢિચુસ્ત એક વર્ગ. એ વર્ગમાં બળ શાસ્ત્રનું ખરું; પણ દષ્ટિસંકોચને લીધે એમના શાસે રાષ્ટ્રનું હિત સાધ્યું નથી, એમ મને અત્યારે સ્પષ્ટ લાગે છે. જે જૈન પાઠશાળામાં રહે ત્યાં વિશિષ્ટ બે પંડિતે તે હતા જ. જેમની પાસે હું ભણ તે મહાન વૈયાકરણ હજીયે વિદ્યમાન છે અને કિવન્સ કોલેજમાં ભણાવે છે. તેમનું પાહિત્ય તે વખતે મને જેટલું પૂજ્ય લાગતું તેટલું આજે નથી લાગતું. તેનું કારણ એટલું જ કે તેઓ પિતાના વિષયને પિષે એવી આજુબાજુની સુલભ જ્ઞાનસામગ્રીથી પણ તદ્દન બેપરવા રહે છે. જૂના પંડિત એટલે સંસ્કૃત સિવાય બીજી બધી ભાષાને અને પિતાના સનાતન સિવાય બીજા બધા સંપ્રદાયને અવગણનારા, એટલી જ તેમની વ્યાખ્યા છે, પંડિત હોય અને સામયિક પત્રો જાએ એ નવાઈની વાત તે વખતે હતી. મને યાદ છે કે એક વાર ગોખલે કેગ્રેસના સભાપતિ થઈ કાશમાં આવ્યા ત્યારે મારા સર્વશ્રેષ્ઠ અધ્યાપકે કહેલું કે આ ગોખલે કોણ છે? એટલું બધું એમનામાં શું છે કે લેકે ટોપલે ને ટોપલે ફૂલથી વધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249305
Book TitleAbhyasadashana Ketlak Smarano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size290 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy