________________
અભ્યાસદશાનાં કેટલાંક અરણે
[૨૫૧. દાખલાઓ આજે યાદ આવે છે. રેલમાં તે વખતે હાજત દૂર કરવાની સગવડ બહુ ઓછી હતી. મહેસાણાથી પેશાબની હાજત થઈ. રેલ ઊભી રહે; પણ મનમાં થયા કરે કે ઊતરશું અને ચાલશે તે ? આ શંકાએ
જ્યાં જ્યાં વીસ અને ત્રીસ મિનિટ રેલવે ઊભી રહેતી ત્યાં પણ નીચે ઊતરવા ન દીધા. અને અંદર બીજા ડબામાં સગવડ શોધવા પણ જવા ન દીધા. મારા સાથી મારે જ ભાગ્યે કાશી માટે નીકળેલા. તેઓ હતા તે ટ્રેઈન્ડ. પણું કશું જ ન જાણે. છેવટે મારવાડના નાના સ્ટેશને મેં કહ્યું કે હવે તે છેવટે ઊતરી જ જવું; પણ આમ મરી નહિ જવાય. ત્યાં ઊતર્યા, પણ દબા-- ણને લીધે પેશાબની હાજત જ રોકાઈ ગઈ અને વધારામાં દરદ ઊઠયું. ગાડી ચાલી ગઈ. ગુજરાતના એક વૈષ્ણવ વૃદ્ધ સ્ટેશન માસ્તરે જાણ્યું કે. અમે કાશી જઈએ છીએ અને તે પણ સંસ્કૃત ભણવા, ત્યારે તે તેઓએ પ્રેમ વર્ષાવ્યો અને બીજી ગાડી સગવડવાળી શેધી આપી. અમે રેલવેમાં તે. વખતે મુખ્ય ત્રણ કામ કરતા. ખૂબ ખાતા, સ્ટેશને ગણતા અને બાકી. વખત બચે ત્યારે ઊંધતા.
પહેલાં સાંભળેલું કે આગ્રા, કાશી, એ ધૂર્તનાં સ્થાને છે. એટલે આગ્રા સ્ટેશન આવ્યું ત્યારે સાવધ થઈ ગયા. અનુભવ પણ ધૂર્તતાને જ છે. જેમ તેમ કાશી પહોંચ્યા. ત્યાંની સાંકડી ગલીઓમાં પગ મૂકતાં જ વિવિધ અનુભવ થવા લાગ્યા. એક બાજુથી ભયંકર દુર્ગધ આવે, બીજી બાજુ બચો, હઠ, કહાં જાઈયેગા વગેરે અમૃતપૂર્વ ભાષા કાનમાં પડવા લાગી. અને ધીરે ધીરે જોયું કે અહીંની તે બધી જ રહેણુકરણે જુદા પ્રકારની છે. મકાન તદન પથ્થરનાં, લાકડું ફક્ત કમાડમાં દેખાય. પાયખાનાં એવાં સાંકડાં અને ગંદાં કે એમાં મનોનિગ્રહને અભ્યાસ જ કરે પડે. અધૂરામાં પૂરું જે પાઠશાળામાં રહેવાનું હતું ત્યાં જૈન સાધુઓનું સામ્રાજ્ય હોવાથી સ્વચ્છતાનો આદર્શ જ લગભગ લેપાઈ ગયું હતું. આ બધી કંટાવાવાળી સ્થિતિ હતી. પણ આશા એક જ હતી અને તે બહુ જ મોટી હતી કે કાશીમાં ભરીને પણ સંસ્કૃત શીખવું જોઈએ.
- કાશી એટલે માત્ર વિશ્વનાથ અને ગંગાને લીધે જ તીર્થ નથી, પણ એ અનેક જૂની વિદ્યાઓનું રક્ષણધામ હોઈ તીર્થ છે. કાશીમાં જેમ લુચ્ચાઈ ને ગુંડાશાહીનું રાજ્ય છે, તેમ વિવિધ ભારતીય વિદ્યાઓનું પણ રાજ્ય છે. ત્યાં સંગીત, નૃત્ય, કુસ્તી, કારીગરી આદિની સાથે જ શાસ્ત્રીય બધી વિદ્યાઓ. હજી જીવે છે. પ્રત્યેક વિદ્યામાં વિશાળતા ઓછી છે, પણ ગહનતા ઘણું છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org