________________ 262] દર્શન અને ચિંતન લીધે સાચી છે. દરભંગાના સંસ્કૃત વિદ્યાલયમાં ભિન્ન ભિન્ન વિષયના ધુરંધર પંડિત જેતે અને બીજી બાજુ તેમની કંગાલિયત જે ત્યારે એમ જરૂર થતું કે શું સંસ્કૃતવિદ્યા સાથે દરિદ્રતાને, ભીરુતાને અને રૂઢિચુસ્તતાને નિકટનું સગપણ છે? પણ જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ સ્પષ્ટ લાગ્યું કે એ લેકનાં માનસને વિશાળ બનાવવા માટે જે શિક્ષણપ્રણાલિ જોઈએ તે જ નથી, એટલે તેઓ ખૂબ ભણી ભણુને પણ પોતાના અને બીજાના ઉપયોગના બહુ જ ઓછા રહે છે. પરિણામે નિર્વાહ માટે સંકુચિત ક્ષેત્રમાં પરાધીનતા ભગવે છે અને એ પરાધીનતાથી જ એમની વિદ્યા ઉપર આવતી નથી. આર્યસમાજી પંડિતોએ જે કામ કર્યું છે તે થયું ન હોત તે સનાતની સમાજને સંખ્યાબંધ પ્રખર વિદ્વાનો છતાં આજે એક પણ દાર્શનિક ગ્રંથને ભાષામાં અનુવાદ જેવામાં ન જ આવત. આવી વ્યવહારચતા જ એમને વિદ્યાની અને વિચારશક્તિની પૂંછ છતાં દરિદ્ર રાખી રહી છે. આ ભાન મને જ્યારથી પ્રગટયું ત્યારથી મેં પણ એ પતિની દિશામાં જવાનું પગલું ફેરવી નાખ્યું, અને શીખેલ વિદ્યાને વ્યવહારમાં મૂકવાના માર્ગો તરફ મન લગાડવું. આ કૃતિએ મિથિલા છેડાવી, અને એક કેન્દ્રમાં કાર્ય કરવા પ્રેર્યો. -સાબરમતી” દ્વિમાસિક [ પુ. 7, અંક 5-6, વસંત-શ્રીમ, વિ. સં. 1985 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org