Book Title: Abhyasadashana Ketlak Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 15
________________ અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણે [૨૧૧ કે આ માણસ હજી ઘણું આપી શકે તેવો છે. આને લીધે મારે ત્યાં પણ જુદાં જુદાં સ્થાન બદલવાં પડ્યાં. છેવટે એક પંડિત મને એવા મળ્યા કે જેને હજી હું મારા સાચા વિદ્યાગુરુ તરીકે લેખું છું, અને તેમના ચરણમાં માથું નમાવું છું. ગયે વર્ષે જ્યારે હિંદુ યુનિવર્સિટીમાં કાશીમાં એમને મળે ત્યારે તેમનું પહેલું વાક્ય એ હતું કે “ક્યા સતરહ વર્ષ તક વિદ્યા કે ભૂલ ગયે ?' એમનામાં વિદ્યા, ખાસ કરી દાર્શનિક વિદ્યા અપાર છે, અને પ્રેમ તથા સૌમ્યતા તેથી અપાર છે. એમણે કદી જ મારી પાસેથી લેવાની વૃત્તિ રાખી જ ન હતી. એમને હું જૈન હોવાને અને મને ભણાવવાને ભય જ નહે. એમના એ આકર્ષણે મને દરભંગા શહેરમાં ખેંચ્યો. ત્યાં ત્યારે આજુ કુત્તા અને જીવજંતુથી ખદબદતા એક ભાંગેલા મકાનમાં કેટલાક દિવસ એ ગુને લીધે જ વિતાવ્યા. મિથિલામાં શાસ્ત્રીય શિક્ષણ પહેલાંથી ઘણું છે. પણ વ્યાવહારિક શિક્ષણ છે જ નહિ એમ કહીએ તે ચાલે. જે સિંહવાળા ગામમાં નદીકિનારે આંબાના વનમાં તૂટેલ મકાનમાં રહેલે ત્યાં જ નિશાળ હતી. પૂછતાં માસ્તરે કહ્યું કે “મને ત્રણ રૂપિયા મળે છે.’ તે જ મુખ્ય માસ્તર હતું. આ અશિક્ષણને લીધે પોલીસ અને બીજો નોકરિયાત વર્ગ લેને ખૂબ હેરાન કરે. પિસ્ટમેન મનીઓર્ડર આપે તે માલિકને પૂછ્યા વિના જ ચાર–આઠ આના કાપીને રૂપિયા આપે. મેં કહ્યું, હું તો પૈસા કાપી ન જ આપું. પિોસ્ટમેન મહારાજ નારાજ થયા. વળી હતા મુસલમાન એટલે પિસ્ટ ઓફિસે લેવા આવજો એમ કહી ચાલતા થયા. જરાએ બીધા વિના બીજે દિવસે પિસ્ટમાસ્તર પાસે હું પહોંચ્યા અને એ પિસ્ટને મૂકેલી બધી અડચણ વટાવી કાંઈ પણ આપ્યા સિવાય પૈસા લઈ આવ્યો. આ વાત જાણી મારા વિદ્યાગુરુએ કહ્યું: “તુમ તે બડે બહાદૂર છે.’ મને મારી એ બહાદૂરી અને ગુરજીની આપેલી શાબાશી બંને ઉપર ખૂબ જ વિચાર આવ્યા, અને કેમે કરી હાસ્ય રોકી શકો નહિ. મિથિલાના ધુરંધર પંડિતો હિંદુસ્તાનના જુદા જુદા ભાગમાં વિદ્યાગુરુ બનીને જાય છે, પણ એ દીપક જેવા છે એટલે તેમના ઘરમાં ઘેર અંધારું હોય છે. છેલ્લાં વર્ષોમાં અંગ્રેજી શિક્ષણને પરિણામે નીકળેલ છાપાંઓ બાદ કરીએ તે ત્યાં સાર્વજનિક હિલચાલ અને લેકશિક્ષણ જેવું કશું જ નથી એમ તે વખતે મને લાગેલું. લખેલા કાગળનાં અને ભાજપત્ર ઉપરનાં કીમતી પુસ્તકો હજીયે ત્યાં પલળી પલળી સડી જાય છે અને એને કોઈ જોતું નથી. બંગાળ એ ન્યાયવિદ્યામાં નિથિલાને શિષ્ય છે. પણ મિથિલે કહે છે કે હમણાં તે બંગાળ જ ગુરુ છે. આ વાત નવદીપ, શાંતિપુર અને કલકત્તાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16