________________
અભ્યાસંદશાનાં કેટલાંક સ્મરણા
·
[ ૨૫૯
આવતા
વધવા લાગ્યા છે. નાનપથના ઉદાસી એમાં આગળ જાય છે. તેમના મા છે અને પાઠશાળાઓ પણ છે. મારવાડી અનેક સાઠે, અનેક પાઠશાળાઓને અને અનેક સાધુસંતના માને પોષે છે; પણ મારવાડી ત્યાં ભાગ્યે જ વિદ્વાન મળે. કાશીના વિદ્યાસુઅકે જૈતા અને બૌદ્ધોને ખેચ્યા છે. ખરમી અને સિંહલી ઘણા બૌદ્ધો ત્યાં આવતા થયા છે. વિદ્યાના રમ્યત્વ ઉપરાંત પ્રાકૃતિક રમ્યત્વ પણ ઓછું નથી. ખરી રીતે ગ ંગાતટ, વૃક્ષરાજી અને ફળદ્રુપ ભૂમિને લીધે જ ત્યાંનું વાતાવરણુ જામેલું છે. ઘણી વાર હું મિત્રા સાથે વિદ્યાના સ્રોતની જેમ ગંગાના સ્રોતમાં પડતો. મને યાદ છે કે એથી વધારે વાર હું એમાં એવા તણાયેલા કે તત્કાળ મિત્રો ન આવ્યા હોત તો મહાસમુદ્રમાં જ પહેાંચત. મારુ' તરવાનું બળ ગંગાના વેગ સામે કુંઠિત થઈ જતું. પછી તે ચેતી જ ગયેલા.
મને ભણવા કરતાં ભણાવવાના શેખ પહેલેથી જ વધારે હતા. જૈન વિદ્યાર્થીઓ તો ભણે જ. કેટલાક બ્રાહ્મણ વિદ્યાર્થીઓ ભણે; પણ જૈન પાસે ભણવામાં કાઈ નિ માટે તે અહુ જ સાવધાનીથી છુપાઈ ને ભણવા આવતા. હું પણ અંદરઅંદર કેવળ વિદ્યાવૃદ્ધિ ખાતર ધણી વાર તેને માત્ર સરખે જ નહિ પણ ઊંચે આસને બેસાડી શિખવાડતા. જૈન સાધુઓને ભણાવનાર જો નીચે આસને બેસવું પસંદ કરે તો તેને ભાગ્યે જ ખાટું લાગે. એ ગુરુપદમાંથી જન્મેલી અભિમાન–વૃત્તિ મેં ત્યાંના બ્રાહ્મણવગ માં અનેક રીતે જોઈ છે. ગાંધીયુગ આવ્યા પછી જોયેલ કાશીના વાતાવરણને પહેલાંના વાતાવરણ સાથે મેં સરખાવ્યું ત્યારે કેટલે યુગપલટો થયો છે તે સ્પષ્ટ જણાયું. હમણાં તો કેટલાયે સનાતની બ્રાહ્મણા અસ્પૃશ્યને અડતાં સકાચાતા નથી; અને ઇતર ઉચ્ચ ગણાતા વર્ણના લોકા સાથે તે તેમને ચેાકા લગભગ એક જ થઈ ગયા છે. છતાં એમ લાગે છે કે હજી કાશી રાગારનું અચલાયતન છે.
ખામ એ બુદ્ધિવર્ધક છે માટે ખવાય તેટલી ખાવી; એ અજ્ઞાનને લીધે માંદગીમાં પડવાના દિવસો તેા જૈન પાઠશાળા છેડી ત્યારથી ગયા જ હતા. પણ ખીજાં આરોગ્યવિષયક અજ્ઞાન ઘણું જ ખાકી હતું તે ડગલે અને પગલે નડતું. આપરેશન કરાવ્યું હોય છતાં સવાર-સાંજ ત્રણ ત્રણ માઈલ દૂર ચાલીને ભણવા જવું અને વળી વિશેષ બીમારીમાં સપડાવું એ ક્રમ ચાલુ જ હતા. એતે લીધે અને વિશેષ ન્યાયના અભ્યાસ કરવાની વૃત્તિને લીધે કાશી સ્થળ છેડવાનું મન થયું. મિથિલા પસંદ કરી ત્યાં સખત દેરીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org