Book Title: Abhyasadashana Ketlak Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 12
________________ ૫૮] દર્શન અને ચિંતન દિલથી ધર્મસ્તંભ ગણાતા કાશીના પંડિતે એકત્ર થાય તે બચી રહેલી વિદ્યાઓને ત્વર સુંદર ઉદ્ધાર થાય. એક વૃદ્ધ પાદરી ઘણી વાર મળતા. તેઓ બહુ જ સ્પષ્ટ અને શુદ્ધ સંસ્કૃત બોલતા અને સંસ્કૃતમાં જ બીજા ધર્મોનું ખંડન કરતા. એમનું કામ જ્યાં જ્યાં પાઠશાળાઓ હય, જ્યાં જ્યાં પંડિત હોય, ત્યાં પહોંચવાનું અને ખૂબ સંભળાવી પાછા ફરવાનું હતું. એમનું સંસ્કૃત પહેલવહેલાં સાંભળ્યું ત્યારથી મનમાં નિશ્ચય કરે કે વિશિષ્ટ સંસ્કૃત બેલતાં શીખી જ લેવું. એ નિશ્ચયે કેટલાક દિવસ સંસ્કૃત બેલવાની પ્રતિજ્ઞા લેવડાવેલી. શ્રાવણ માસમાં નાગપંચમી આવે છે, ત્યારે એક નિયત સ્થાને વિદ્યાર્થીઓ અને પંડિતનું મોટું દળ એકઠું થાય છે અને સૌ છૂટથી અરસપરસ ચર્ચા અને ખંડનમંડન કરે છે. આ બધું સંસ્કૃતમાં જ થાય છે. ક્યારેક એ પ્રથા બહુ જ વ્યવસ્થિત હશે. કાશીનું બીજું નામ શિવપુરી છે તેથી તેમાં શિવનાં મંદિર જ્યાં ત્યાં ખડકાયાં છે. જ્યાં મહાદેવ ત્યાં નંદી અને ભાંગ હેય. કાશીમાં જ્યાં જાઓ ત્યાં મત સાંઢ હોય અને ઘણી વાર તેમની મસ્તી મુશ્કેલીમાં પણ મૂકે. ભાંગ એ ત્યાં અહીંની પેઠે ચાનું કામ આપે છે. વિદ્યાર્થી હોય કે પંડિત, બાબુ હોય કે કહાર, ભાંગ પીવામાં કોઈને સંકોચ નહિ. ક્યારેક કોઈ પંડિત એમ પણ કહે કે “જબ ભાંગ પી. કર ગ્રંથ દેખતે હે તબ સામને સરસ્વતી આતી હૈ.' કેટલાક પંડિત શાક્ત પણ જોયેલા, જેઓ ધુરંધર વિદ્વાન છતાં ઉપાસના વખતે મદ્યપાન અવશ્ય કરતા. કાશીમાં પંચવણ વસ્તી મુંબઈ જેવી જ છે. બંગાળી પંડિતને ત્યાં જઈએ ત્યારે હેકે ગુડગુડ ન કરતો હોય તે છેવટે માછલીની ગંધ આવે જ. મથિલ પંડિતને ત્યાં અભક્ષને સંભવ ખરે જ, પણ હુકાની વાત નહિ. દક્ષિણી પંડિતે એ બધાં વ્યસનોથી મુક્ત અને વિશેષમાં એમની ઘર અને કપડાંની ખાઈ બીજા બધાને મહાત કરે. યુક્ત પ્રાંતના પંડિતમાં કોઈ દુર્વ્યસન ખાસ ન હોય; પણ દક્ષિણીઓ જેવી ચેખાઈ તે નહિ જ. ગુજરાત અને મારવાડના પંડિત ત્યાં નથી એમ કહીએ તે ચાલે. જે છે તેમણે ખાસ નામ નથી કાઢ્યું. જેમાં દેશનાયકામાં ગુજરાતીનું નામ ન હતું અને આવ્યું ત્યારે સૌથી મોખરે આવ્યું, તેમ કાશીમાં ધ્રુવ સાહેબને લીધે આજે ગુજરાતીઓ મોખરે રહેવાનું અભિમાન લઈ શકે છે. વિદ્યાઓ પણ પ્રાંતવાર વહેંચાયેલા જેવી છે. બંગાળી મેટે ભાગે તાર્કિક હેય, મિથિલ પણ તૈયાયિક હોય, દક્ષિણાય વેદાંતી હોય અને બીજાઓ વૈયાકરણ હોય. આ સામાન્ય નિયમના અપવાદ છે જ. પંજાબી વિદ્વાનો હમણાં હમણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16