________________
અભ્યાસક્રશાનાં કેટલાંક સ્મરણે
[ સ્પ સંતવ્ય ગણાય, પણ હજી ઉચ્ચારણનું સ્થાન કેઈ નેગ્રામાંથી ઉદ્ભવતી વિદ્યા ન લે ત્યાં સુધી ઉચ્ચારણને દેવ કદી જ ક્ષેતવ્ય નહિ ગણાય.
જૈન પાઠશાળાની પડદા જેવી દશા ગઈ ત્યાર બાદ સ્વાશ્રય અને અભ્યાસની વ્યવસ્થા આવ્યાં હતાં. તેને લીધે કાંઈક કાંઈક ગુણદોષ-વિવેચક દૃષ્ટિ પણ જાગી હતી. એટલે કેાઈ ગુરુ કે કઈ પંડિત કહે તેટલામાત્રથી તે સ્વીકારી લેવાનું નહિ. આને પરિણામે ઘણુ વાર પંડિતે સાથે અને ખાસ કરી વિદ્યાગુઓ સાથે વિરોધ કરવાને પણ પ્રસંગ આવતા. વિદ્યાર્થીથી કાંઈ પંડિત સામે કે ગુરુ સામે સાચું પણ તેમનાથી વિરુદ્ધ કહેવાય ? આ તે માટે ગુન ગણાય. અને એ ગુનાની સજા એટલી જ કે તેઓ ભણાવે નહિ. પણ ઘણી નમ્રતા રાખ્યા છતાં જ્યારે દિવસને જ રાત કહેવડાવવાને તેઓનો આગ્રહ દેખાતે ત્યારે પછી છેવટે તેઓને છેડવાને જ માર્ગ બાકી રહે. એમ કેટલાયે પંડિતેને છેડ્યાં, પણ હજીયે મને લાગે છે કે એમાં મેં મેળવ્યું જ છે, ગુમાવ્યું નથી. કાશી એટલે સનાતનીઓનું કેન્દ્ર. ત્યાં બીજા ધર્મો અને પથે પિતાના પ્રચારને ભગીરથ પ્રયત્ન કરે છે, પણ સનાતન પંથના ખીલા ભારે મજબૂત હોવાથી તેઓ બહુ જ ઓછું ફાવે છે. આર્યસમાજના ઉત્સા અવારનવાર ચાલે. તેમાં ઘણીવાર શ્રોતાઓ કરતાં વક્તાઓ વધે, સાંભળનારાઓની ગમે તેટલી ધીરજને પણ ખુટાડી દે એવા ૧૪-૧૪ કલાકના લાંબા કાર્યક્રમ હોય, અને ભયંકર ખંડનમંડન ચાલતાં હોય ત્યાં જવું અને ધીરજ રાખી ખૂબ સાંભળવું, એ ટેવ પણ કાશીમાં કેળવાઈ
કાશીમાં શાસ્ત્રાર્થની એક વિશેષતા છે અને તે એ કે, દલીલે સાથે કયારેક કયારેક ઈટ અને પથ્થર ચાલે. આવા પ્રસંગે ખાસ કરી આર્યન સમાજના જાહેર ખંડનવાળા મેળાવડાઓમાં જ આવતા. કાશના પંડિતની શાસ્ત્રચર્ચા વળી બીજા જ પ્રકારની હોય છે. કેઈ દાની આવે, પંડિતે મળે અને દક્ષિણ વહેંચાયા પહેલાં શાસ્ત્રાર્થ કરે. ઘણી વાર મહાન પંડિતો પણ અંદરોઅંદર અસભ્યતાથી હોંસાતુંસી કરે, અને તદ્દન ખાટાં મન કરી ઘેર જાય. જે પંડિતોને મોટામેટા રાજા, મહારાજા અને દેશનાયકે દ્વારા ભાન પામતા જોયા છે તે જ પંડિતે અને તેમના શિષ્ય વાદગીમાં ભાગ્યે જ સભ્યતા રાખે. આ વસ્તુથી સિદ્ધસેનનું પદ યાદ આવે છે કે “એક માંસના ટુકડા માટે લડતા બે કૂતરાએ કયારેક એકઠા થઈ શકે, પણ બે વાદી ભાઈઓનું સખ્ય કદી જ સંભવતું નથી. ઘણી વાર એમ થતું કે જે સાચા
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org