Book Title: Abhyasadashana Ketlak Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણે [૨૫૫ કહેવું જોઈએ. જે દોષ અમારી સંસ્થામાં હતો તે જ દોષ ઓછેવત્તે અંશે ત્યાંની બધી જૂની સંસ્થાઓમાં હતો જ. સિફિસ્ટના પ્રયત્ન અને આર્યસમાજીઓના સતત પ્રયાસોથી થોડું રૂઢ વાતાવરણ ભેદાતું જતું હતું. હું પણ ધીરે ધીરે બંધનોમાંથી છૂટતે જતો હતો. મને એક મિત્ર મળેલા એટલે અમે બંને આવી જૂની રૂઢિ સામે બંડ કરતા. સંસ્થાના સંચાલક સાધુ સામે થયા અને છેવટે જુદા પડ્યા. ૧૯૬૩ થી માંડી સાત વર્ષે અમારાં સ્વતંત્ર ગયાં. તે વખતે મેં શું ભણવું? કેમ ભણવું? શા માટે ભણવું? કોની પાસે ભણવું? અને કયાં રહી ભણવું? એ બધું મારા મિત્ર સાથે તે વખતની સંકુચિત દ્રષ્ટિ પ્રમાણે પણ સ્વાધીનપણે નક્કી કર્યું. અને એ નક્કી ક્રમ પ્રમાણે અમે બંનેએ અભ્યાસ શરૂ કર્યો. સંસ્થાથી છૂટા પડ્યા ત્યારે પાસે એક રૂપિયો હતો. તેમાંથી છ આના સંસ્થાના સેક્રેટરીને તાર કરવામાં ખર્ચાયા, એટલે દશ આના બાકી રહ્યા; પણ મને બરાબર યાદ છે કે એ વૈશાખ સુલ ત્રદશની રાતે જ્યાં બુદ્ધ ભગવાને પ્રથમ ઉપદેશ કરેલ છે તે સારનાથની પાસેના જૈન મંદિરમાં અમે ગયા. અમે અકિંચન છીએ એ ભાન જ ન હતું. સંસ્થાથી છૂટા થવાનો અને કઈ સ્વતંત્ર વાતાવરણમાં સુખપૂર્વક વિચારવાને આનંદ અમારામાં સમાત જ ન હતું. એ આનંદમાં અમે અમારી શક્તિનું ભાન ભૂલી ગયેલા અને એમ વિચારતા હતા કે સમાજના કેટલાક જવાબદારને પૂછી જોવું. જે તેઓ મદદ ન આપે તે બલા ટળે. અમેરિકા જઈશું અને ત્યાં ભણીશું. તે વખતે સત્યદેવના અમેરિકાથી સરસ્વતી માં પ છપાતા. રોકફેલર જેવા ધનાઢ્યોનાં જીવન વેંકટેશ્વરમાં વાંચેલાં, એટલે અમે બંને મિત્ર વિચારતા કે ત્યાં જઈશુ અને ગમે તે રીતે મદદ મળશે જ. પણ અમને તે સમાજના કેટલાક વિદ્યાપ્રિય સ્નેહીઓએ મદદ આપી, અને અમારે ને સ્વતંત્ર યુગ કાશીમાં જ શરૂ થયે. * આ યુગમાં બધું જાતે કરવાનું હતું. અનાજ આદિ ખરીરવું, મકાન મેળવવું, રસોઈને પ્રબંધ કર, પંડિતે શેધવા, તેમની પાસે ભણવું, અભ્યાસ ઉપરાંત બીજાં પુસ્તકો વાંચવા અને ગમે તેટલી દૂર હોય છતાં ઉચ્ચતમ વક્તાવાળી જાહેર સભામાં પહોંચવું. આ સ્વતંત્ર યુગમાં પણ ખરી રીતે અમારે કોઈ સાચે માર્ગદર્શક ન હતો, છતાં દૃષ્ટિ કાંઈક સારું ભણવાની-ઊંડાણથી ભણવાની અને સત્યશોધની હતી, એટલે એ ભૂલેમાંથી જ બેડામાં થોડું પણ કાંઈક મળી આવ્યું. પહેલાં પરીક્ષાની દૃષ્ટિ ન હતી, પણ પછી નેહીઓની પ્રેરણુએ એ તરફ પણ ધકેલ્યા. અનુભવ એવે થયું કે ત્યાં પણ પંડિતોનું સંકુચિત રાજ્ય છે. જે પ્રિન્સિપાલ અંગ્રેજ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16