Book Title: Abhyasadashana Ketlak Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણા [ ૫૩ છે? પાણિનીય વ્યાકરણના અભ્યાસી કાશીને જૂના પૉંડિત કદી ખીજા વ્યાકરણને નજ અડે, અને અડે તો ન છૂટકે જ. ન અડવામાં ગૌરવ માને. સનાતન પતિ જૈન અને બૌદ્ધ શાસ્ત્ર ભણાવે તે આવિકાની પરવશતાને લીધે જ. જિજ્ઞાસાદષ્ટિ કે ઉદારતાથી તે કદી અડે જ નહિ.. ઊલટું, જો કાઈ ભણાવતા હાય તા તેઓને નિદે અને કહે કે અમુક અમુક પતિ જૈતા વગેરેને ભણાવે છે. આનું પરિણામ એ આવતું કે તે જ્ઞાનના સંકુચિત ક્ષેત્રમાં જ ક્રૂસાઈ રહેતા, અને સનાતની ન હોય એવા અભ્યાસીઅને ને ભણવાની બહુ જ હાડમારી પડતી, જૈન, આસમાજી ઉદાસીને વગેરેએ કિવન્સ કૉલેજમાં પોતાને પરિતા ભણાવે એ માટે ખૂબ હિલચાલ કરેલી; પણ છેવટે કોલેજના અધિષ્ટતાને એ જ ફ્રેંસલા આવે પડેલા કે પડિતો ભણાવે તે! સરકારને ના નથી. જે પંડિતે કૉલેજમાં નિંદાના ભયથી સનાતની સિવાયનાને ભણાવતા ન હતા તે જ પડિતે ખાનગી રૂપિયા લઈ પાછા ખાનગી શાળાઓમાં સનાતની ન હાય તેવાઓને પણ ભણાવતા. પડતામાં ધમ અને લાભ અનેનાં પ્રબળ તત્ત્વો સાથે જ કામ કરતાં, તેથી એક બાજુ સનાતનને જાતે ચીલે ચાલ્યા કરતા; અને ખીજી ખા પૈસા મળ્યા એટલે ગમે તેવી વાતને શાસ્ત્રીય ઠરાવવા પોતાના હસ્તાક્ષર આપી દેતા. સ્વામીનારાયણી પેાતાને વૈદિક સિદ્ધ કરવા કાશીમાં કાથળીએ ઠાલવે, કાયસ્થા પોતાને ઊંચી વર્ણના સાબિત કરવા કાશીના પરિતાને નૈવેદ ધરે, જૈન સાધુએ કાશીમાં આવીને અભ્યાસ કર્યો વિના પણ પદવી મેળવવાને લાભ રાખે અને આ બધાયે કાશીના પંડિતાના લાભદેવતાને લીધે સફળ પણ થાય. હું જૈન પાઠશાળામાં ભણતા એટલે ત્યાં તે પડિંતા રાખેલા એટલે ભણાવે જ. પણ શહેરમાં ઉચ્ચતમ પડિતાને ત્યાં ભણવા જતાં તેમને ધ મને આડે આવતા. જે પતિ મને ચાહવાની વાતો કરતા તે જ જ્યારે તેમને ત્યાં ભણવા જવાનું કહું ત્યારે વાત ટાળી દેતા. મેં પહેલેથી જનેાઈ પહેરી હૈાત અને બ્રાહ્મણ જ પ્રસિદ્ધ થયા હોત તો આમ તે ન કરત. અલબત્ત, મારે એ કહેવું જોઈએ કે આવી સકુચિત દૃષ્ટિના કેટલાક અપવાદો પણ હતા. અને હવે તે એ અપવાદો થાડા વધ્યા પણ છે. કાશીની જૂની પાઠશાળામાં શિક્ષણ-પ્રણાલિ બહુ જ દૂષિત ચાલે છે. તેના પ્રભાવ અમારી જૈન પાઠશાળામાં પણ પૂર્ણ હતો. ગેાખવું અને શબ્દશઃ રટી જવું એ ભણતરનું પહેલું અંગ. લખવા અને લોકભાષા કુળ- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16