Book Title: Abhyasadashana Ketlak Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ૨૬૦]. દર્શન અને ચિંતન પહે. ત્યાંનું ગામડું એટલે થોડાંક ફુસ અને ઘાસનાં ઘરે. ખાવામાં ભાત, અને બિસ્ત્રમાં ડાંગરનું ફૂવળ. મિથિલાનો માટે ઉપકાર એ છે કે હું ભક્ત-ભાત-ભેજી થઈ ગયો. વ્યાકરણમાં “વેર સાચા ગ્રામ: ” એ ઉદાહરણ આવેલું તેને અર્થ મિથિલામાં સમજાય. એક ગામને કૂકડે બીજા ગામમાં પહોંચે એથી વધારે ભાગ્યે જ અંતર હોય. લગભગ દરેક ધર પાસે પિખરા (નાનાં જલાશ) હેય જ, સામાન્ય રીતે ત્યાંના લેકે કેઈની યાદગીરી પોખરાથી અગર બાગથી રાખે છે. ત્યાંના વિદ્વાને કહેતા કે ગ્રંથ, આરામ અને અપત્ય એ સ્થાયી યાદગીરીને ક્રમ છે. તેથી જ ઘણા વિદ્વાનો મિથિલામાં એવા થઈ ગયા છે કે જેઓએ પરિણીત છતાં ગૃહસ્થાશ્રમ ભોગવ્યો જ ન હતું. અને “યાવચ્ચદ્રદિવાકરો” કીર્તિ રાખે એવા ગ્રંથને જ જન્મ આપે છે. આંબા, જાંબુડા, બડહર, કટહર અને કેળાં એ ત્યાંની સમૃદ્ધિ. આપણા દેશના મહારાજાઓએ અને નવાબોએ જ માત્ર જૂની, જયાબંધ સ્ત્રીઓ પરણવાની પ્રથા સાચવી નથી રાખી. એ પ્રથા હજી મિથિલાના દરિદ્ર બ્રાહ્મણે પણ સાચવીને રહ્યા છે. હું જેમને ત્યાં રહેતા તે બ્રાહ્મણને અગિયાર સ્ત્રીઓ હતી. બે ઘેર, અને બાકીની પોતપોતાના પિતાને ત્યાં. પતિનું કામ મોસમમાં નવરા પડે ત્યારે દરેક સાસરાને ત્યાં થોડા થોડા દિવસ ફરવાનું અને દક્ષિણ લઈ પાછા ફરવાનું. મિથિલા એટલે જૂના કેટલાક મહર્ષિઓને જનપદ અને અત્યારે મોટી બ્રાહ્મણસંખ્યાને દેશ. ત્યાંની કટ્ટરતા કાશીને પણ લજવા. ડગલે ને પગલે પ્રાયશ્ચિત્ત. હમણાં હમણાં દાખલ થયેલ વૈષ્ણવ ધર્મને અનુસરનારા ગણ્યાગાંઠ્યા બાદ કરીએ તો મોટેભાગે બધા શૈવ અને તાંત્રિક જ. એટલે તેમને જેમ ઈશ્વરમાં અદ્વૈત તેમ અભક્ષ અને ભક્ષમાં પણ અદ્વૈત જ. ગરીબાઈ એટલી બધી કે બે રૂપિયા આપી તેના વ્યાજમાં અમારા પંડિત મજૂરો પાસે કામ લેતા. પણ કટ્ટરતા એવી કે બીજો કોઈ અન્યધ આવે તો તે અસ્પૃશ્ય જ. હું જ્યારે જૈન તરીકે જણમાં આવ્યો ત્યારે પ્રથમથી મહિને ચાર આનામાં કામ કરનારે માણસ પાછળથી ચાર રૂપિયા આપવાને કહ્યા છતાં આવતા અટકી જ ગયો. જે કે એ માછલી ખાતે અને તારી પી. મને લેકે ટે ધનાઢ્ય સમજતા, એટલે પતિ ભારે આશા રાખે. હું પણ વિદ્યાના લાભથી બધામાં કસર કરી બની શકે તેટલું પંડિતને જીત વામાં જ ખરચી નાખતે; પણ પરિણામ ઊલટું આવતું. પંડિત એમ ધારતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16