Book Title: Abhyasadashana Ketlak Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૪૮] દર્શન અને ચિંતન મારું મન ઢળ્યું. એક તરફ એવાં ભજનોની શાબ્દિક યાદી અને બીજી તરફ તેના અર્થનું ચિંતન એ બનેમાં મન ગરક થયું, અને તેથી પ્રાથમિક ભૂખ કાંઈક ભાગવા લાગી. રસ્તાનું ગામ એટલે જેન સાધુ તેમ જ સાધ્વીઓ અવારનવાર આવ્યા જ કરે. ઠાકરદ્વાર ઘર પાસે એટલે કેઈ કોઈ વાર ચારણે, ભાટી અને બાવાઓ પણ મળે જ. ગામ બહારની ધર્મશાળામાં સદાવ્રતને લેભે હમેશાં જુદા જુદા પંથના બાવાઓ આવે જ. ગામની ભાગોળે સ્વામીનારાયણના મંદિરમાં, પાળાઓ અને બ્રહ્મચારીઓ પણ આવે જ. થોડાંક શેષ રહેલ બ્રાહ્મણગ્રહમાં જે બેત્રણ ઘરડા અને જુવાન સનાતની બ્રાહ્મણ રહ્યા હતા તે પણ મળે જ, મનને જાણવાની ભૂખ હતી એટલે એ બધી સામગ્રી તેને કામ આવી. બધાં પાસે જવું, કાંઈકે પૂછવું, ક્યારેક અભિમાનથી તે ક્યારેક તદ્દન નમ્ર જિજ્ઞાસાથી વાદવિવાદ કરવા, અને નવું દેખાય તે ગમે તે રીતે શીખી લેવું, એ તે વખતને ભારે ધધ જ થઈ પડ્યો હતો. પુસ્તકાલયમાં જે ગણ્યાગાંઠયાં પાંચદશ જૈન જૂનાં પુસ્તકે તે જ. તેમ છતાં એ ગામડાના ચોમેર પથરાયેલા ઉકરડાઓમાંથી જિજ્ઞાસુ મને અને થોડાઘણા પુરુષાર્થે કાંઈક મેળવી જ લીધું. તે વખતની ભારી અભ્યાસ સામગ્રીમાં મુખ્યપણે ત્રણ વસ્તુઓ આવે છે. પહેલી, ભાષામાં જૈન ભજનેને અપાર સંગ્રહ. બીજી, ભાષામાં રચાયેલાં જૈન તત્ત્વજ્ઞાનનાં પ્રાચીન ઢબનાં પુસ્તકને જ. અને ત્રીજી વસ્તુ, પ્રાકૃત - ભાષામાં રચાયેલાં જૂનાં કેટલાંક જૈન આગમો તથા છૂટાંછવાયાં સંસ્કૃત પડ્યો. આ ત્રણ પ્રકારની જ્ઞાનસામગ્રી અસ્તવ્યસ્તપણે મેળવી. પણ તેમાંથી એ સૂઝયું કે પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવો જ જોઈએ. સંસ્કૃત વિના પ્રાકૃત ભાષા પૂર્ણ ન આવડે એ માહિતી પણ મળી. અને સંસ્કૃત ભાષાની રમણીયતાએ દિલ જીતી લીધું. એટલે કોઈ પણ રીતે સંસ્કૃત શીખવું એ એક જ નાદ લાગે. પણ એની સગવડ ક્યાં ? મારા ગામમાં મેટે ભાગે સ્થાનકવાસી જૈન સાધુઓ આવે. તેઓમાંના સંસ્કૃત કોઈ ભાગ્યે જ જાણે. કોઈ તેનો જાણકાર આવે તે ટકનાર ન હોય. એટલે વધેલી અને વધતી જતી જિજ્ઞાસા પૂર્ણ થવામાં જેટજેટલે વિલંબ થતો તેટલી વ્યાકુળતા વધે જ જતી. આને લીધે ક્યાંકથી છૂટું છવાયું સંસ્કૃતનું એકાદ વાક્ય કાને પડ્યું કે એકાદ પદ્ય સાંભળવામાં આવ્યું છે તે જીવ માટે જ થઈ જતું. ગામમાં બ્રાહ્મણ ચોરાશીમાં જમે અને લાડુ પેટમાં નાખવા સાથે સામસામાં પડ્યો પેટમાંથી કાઢી લાડુ માટે જગા ખાલી કરતા જાય, ત્યારે એ ફેંકેલાં પદ્ય દૂર બેસી અતિ ઉત્સાહથી હું જ જમી જતો. સંસ્કૃતનું એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16