Book Title: Aarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay Author(s): Bechardas Doshi Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai View full book textPage 8
________________ પરિણામે આપણા ત્રણે પરિવારો વચ્ચે ભારે અંતર પડી ગયેલ છે. એ અંતર પુરાઈ જાય અને આપણે ત્રણે પરિવારો એક બીજાને બરાબર ઓળખે, પિતાના મૂળપુરુષના સંબંધે જાણી પ્રેમ-એકતા અનુભવે, તો જ આપણું માનવતા શોભે એમ છે. આ અંતર શા. માટે પડયું છે? કોણે પાડયું છે? કેણે એ અંતરને વધાર્યું છે? એવા અનેક પ્રશ્નો ઉભા થાય એમ છે. તેનો ઉત્તર આપવા જતાં વહીવંચાની પેઠે અહીં પેઢીઓની પેઢીઓને ઈતિહાસ આપ જોઈએ; પરંતુ એ માટે આ સ્થળ ઉપયુક્ત નથી એટલે એ વિશે કશું ન લખતાં અંતરને દૂર કરવાના, અંતરને સાંધવાના, ત્રણે વચ્ચે પિતાની જૂની ઓળખાણ તાજી કરવાના ઉપાયો વિશે થોડું ઘણું જણાવવું જરૂરી છે. ભારતવર્ષનો નગાધિરાજ હિમાલય એક જ છે અને સમુદ્ર પણ એક જ છે. નગાધિરાજમાંથી ગંગા વગેરેના અનેક જળપ્રવાહ નીકળેલા છે અને તે બધા સમુદ્રમાં જઈને ભળી જાય છે. એ બધા પ્રવાહનું ઉમરથાન એક જ છે, તેમ દિકધર્મ, જૈનધર્મ અને બૌદ્ધધર્મ-એ ત્રણે ધર્મપ્રવાહનું ઉદ્ગમસ્થાન એક આત્મનિષ્ઠા છે, અને જેમ એ જલપ્રવાડેનું સંગમસ્થાન એક મહાસાગર છે, તેમ આપણું ત્રણે ધર્મપ્રવાહનું સંગમસ્થાન નિર્વાણ છે-ત્રણ પ્રવાહનું પર્યાવસાન નિર્વાણુમાં જ થાય છે. આ રીતે આપણે બધા ધર્મ ના સંપ્રદાયોનું મૂળ અને પર્યાવસાન એક જ છે. એટલે આપણે એક બીજાને ઓળખવા-સમજવા વિશે સતત અભ્યાસ કરવો જોઈએ અથવા પૂછી પૂછીને એ બાબત જાણી લેવું જોઈએ, એમ કરી કરીને પરસ્પર સમતા ને મૈત્રી ખીલવવી જોઈએ. જળપ્રવાહ જેમ વિશેષ લાંબા તેમ તેમાં વાંકાંક, ઊંડાઈ છીછરાપણું, સ્વચ્છતા, મલિનતા વગેરે રહેવાનાં જ, આજ લગી કોઈ પણ જળપ્રવાહ એવો નથી જણાય, જે તદ્દન સી અને સ્વચ્છ વહી જઈ મહાસાગરમાં ભળી જતો હાય; તે જ પ્રમાણે બહુ સમયથી ચાલ્યો આવતો કઈ પણ ધર્મ પ્રવાહ એ નથી, કે જેમાં વાંકાંક, ઊંડાઈ, છીછરાપણું, સ્વચ્છતા, મલિનતા વગેરે ન પઠાં હેય. આમ છતાં આ વાત નક્કી છે કે ભારતીય ધર્મPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54