Book Title: Aarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay Author(s): Bechardas Doshi Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai View full book textPage 7
________________ અકસ્માત રીતે પ્રવાસમાં ભેગાં થઈ ગયાં. પાસે પાસે જ બેઠેલાં, વાતચીત ચાલી અને તે બધાંએ સાથે ભોજન પણ કર્યું, પરંતુ તેઓ એકબીજાને ઓળખી ન શક્યાં તેમ જ તેમને એક બીજાનો પરસ્પર કેવો સંબંધ છે તે પણ જાણ ન શક્યાં. ત્રણે કુટુંબની ભાષામાં અને પિશાકમાં થોડે થોડે ફેર હં, આમ છતાં તેઓ એકબીજાના પ્રેમને રસ અનુભવતા હતા; પ્રવાસ લાંબો હતો એટલે તેમને છૂટા પડવાને વાર હતી. કોને ક્યાં જવાનું છે એની પડપૂછ ચાલી તો જણાયું, કે તેને ત્રણે પરિવારોને એક જ સ્થળે અને એક જ કુટુંબમાં જવાનું નીકળ્યું; આથી તો તેમનામાં એકબીજાની ઓળખાણ માટે આશ્રય સાથે વધુ પ્રશ્નોત્તરે થયા તો તેમને માલૂમ પડયું, કે તેઓ બધા એક જ કુટુંબના છે અને કાળબળે તેમના વડવાઓ જુદી જુદી દિશાઓમાં આવેલા પરગણાઓમાં જઈને વેપાર માટે વસેલા હતા, પરંતુ ઘણું સમયથી પરિચય ઓછો થઈ ગયેલું તેથી તેઓ એક બીજાને તરતમાં ન ઓળખી શક્યા, પરંતુ જ્યારે અંદર અંદર ઊંડી ઓળખાણ અને સંબંધ નીકળ્યા, ત્યારે તેમનામાંના દરેક નાનાથી મેટા સુધી સૌને મનમાં ભારે આનંદ આનંદ થયો અને કલેલ કરતા એ ત્રણે પરિવારે પોતાના મૂળ વડવાને સ્થાને જઈ પહેચ્યા. આ રૂપક જેવી જ પરિસ્થિતિ આપણી એટલે ભારતવર્ષના ત્રણ મહાન ધર્મ પ્રવાહોના અનુયાયીઓની થઈ ગઈ છે; એટલું જ નહિ, પણ એ રૂપક કરતાં આપણી પરિસ્થિતિ વિશેષ બગડેલી છે. એ રૂપકના પરિવારો એકબીજાને ઓળખતા ન હતા એટલે જ એમના વચ્ચેનો સંબંધ જણાયે નહિ, પરંતુ જ્યારે ઓળખ પડી, ત્યારે તેઓ એકબીજાને રહ સાથે ભેટી પડયા; ત્યારે એ પવિત્ર પ્રાચીન ત્રણે પ્રવાહના અનુયાયીઓ આપણે તદ્દન પાસે પાસે રહેવા છતાં હળવા-મળવા છતાં અરે શાખપાડોશીની પેઠે સાથે રહેવા છતાં એક બીજાની ઓળખાણ માટે કશી જિજ્ઞાસા જ પ્રકટ કરતા નથી. ઊલટું એક બીજા વિશે ગેરસમજ ફેલાવી પરસ્પર વૈમનસ્ય ઊભું કરવા કટિબદ્ધ રહીએ છીએ; આપણું આ પરિસ્થિતિ કાંઈ આજની નવી નથી, પરંતુ આજ હજારે વર્ષથી ચાલી આવે છે, અને તેનેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54