Book Title: Aarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ ટકી રહ્યો છે, સહાનુભૂતિ સચવાઈ રહેલી છે, તેના બનેલા બનાવની સમુચિત હકીકતો રેચક ભાષામાં એ વાતમાં વણાયેલી હોવી જોઈએ, તે સમજી શકાય એવી વાત છે, કે માનવમાત્રને પિતાના કુળસંસ્કારથી આવેલા ધર્મને આગ્રહ હેય, એને વિશેષ આદર હોય અને પિતાનું કલ્યાણ પિતાની પરંપરાના ધર્માચરણથી જ છે એવી ખરી શ્રદ્ધા પણ હોય; તેટલા માત્રથી માનવ બીજાના ધર્મ પ્રતિ અરુચિ-તિરસ્કાર દાખવે, પોતાના સિવાય બીજાનો ધર્મ કલ્યાણું કરી શકે જ નહિ એવી વૃત્તિ રાખે, એ શું ઉચિત છે? પિતાનો જ ધર્મ ઈશ્વરપ્રણીત છે અને સર્વથા સંપૂર્ણ છે, અને બીજાને ધર્મ પાખંડ છે-મિથ્યા છે અને તદ્દન અપૂર્ણ છે એવું સમજે, એ પણ શું ઉચિત છે? મારા પિતા જેમ મારે માટે આદરણીય છે, છત્રરૂપ છે, તેમ બીજના પિતા બીજાને માટે આદરણીય છે અને છત્રરૂપ છે એની કેઈ ના પાડી શકે ખરું? મહાસાગરમાં તરતી મારી નાવ જ પાર પહોંચાડી શકે છે અને જે બીજી બીજી ના ચાલે છે તે તેમાંના બેસારુઓને પાર પહોંચાડી શકવાની નથી જ, એમ કહેવું કેટલું બધું બેઠું છે ? આપણુમાં પરસ્પર એકબીજાના ધર્મની ઓળખ વધે અને તે દ્વારા પરસ્પર સમભાવ કેળવાય, તે માટે સભાઓ, મંડળો વગેરે ગોઠવાયાં કરવાં જોઈએ; તે જ માટે મેળા, ઉત્સ, વનવિહાર, રમતગમત વગેરે પ્રવૃત્તિઓ પણ યોજાયા કરવી જોઈએ, અને બની શકે તેટલા પ્રામાણિક પ્રયત્નોદ્વારા એકબીજાના ધર્મ તરફ સમભાવ રાખવાની વૃત્તિ વિશેષ ખીલે એ સાર વિવિધ પ્રયાસો ચાલ્યા જ કરવા જોઈએ; એવાં નાટકો, ભવાઈ, ચલચિત્રો વગેરે પણ યોજાવાં જોઈએ; આપણે બધા સમૂહમાં કે વ્યક્તિગત જ્યારે જ્યારે ભેગા થઈએ, ત્યારે બીજી બીજી વાત સાથે એકબીજાના ધર્મની ખૂબી સમજવાની પણ વાત અવશ્ય કરવી જ એવો દઢ નિયમ .રાખવો જોઈએ. આવા પ્રબળ પ્રયત્ન સિવાય હજાર વર્ષથી ચાલી આવતી આ ધાર્મિક અસ્પૃશ્યતા દૂર થવાનો કે ઓછી થવાને સંભવ નથી. આપણા પૂર્વ પુરુષોએ એટલે વૈદિક પરંપરાના તાર્કિક આચાર્યોએ જૈન પરંપરા અને બ્રાદ્ધપરંપરા વિશે ભારે ગેરસમજૂતીઓ ઊભી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54