Book Title: Aarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ લકની ભીડ જામે, પરંતુ ધર્મને મૂળ પાયે અહિંસા જ નષ્ટ થઈ ગયેલ છે. હવે તે વૈદિક ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ એ ત્રણના જ પરિચયથી પણ ચાલે એમ નથી; પારસી ધર્મ, ખ્રિસ્તિ ધર્મ અને ઇસ્લામ ધર્મના પણ પરિચય મેળવો રહ્યો. કેવળ જિજ્ઞાસા બુદ્ધિ રાખીને, આદરભાવ રાખીને એ ધર્મોને રહસ્યને સમજવું જરૂરી છે. એ વિના આપણો સર્વધર્મ સમજવાનો પ્રયત્ન અધૂરો જ રહેવાને છે. આપણે “રામો ઃ સર્વભૂતેષુને જીવનવ્યાપી સિદ્ધાંત માત્ર પાઠમાં જ રહેવાનો છે; અને “મિલી સવમૂકુ” ની વાત પણ માત્ર પોપટવાણી જ બનવાની છે. આપણું દેશની પ્રજાની અધોગતિ અટકાવવી હૈય, પ્રગતિ ફેલાવવી હોય, આપણી પરતંત્રતા તોડવી હોય, સ્વતંત્રતા મેળવવી હોય, તે સંગઠન એ અમેઘ ઉપાય છે. સર્વધર્મસમભાવની વૃત્તિ કેળવાયા વિના ખરું સંગઠન સંભવતું નથી. માટે દેશની તમામ ધર્મસંસ્થાઓ, સાહિત્યસંસ્થાઓ અને દેશના પ્રધાન પુરુષ, પંડિત પુરો સર્વધર્મસમભાવનું વાતાવરણ ઊભું કરવા વિશેષમાં વિશેષ આચારમય પરિસ્થિતિ આદરે અને એ વિશેના બીજા પણ શકય પ્રયત્નો કરે એ ભારે જરૂરનું છે. સર્વધર્મ સમભાવની વૃત્તિને ટેકે આપવાના જ ઉદ્દેશથી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય” દ્વાર, પવિત્ર ધમ્મપદને સરળ અનુવાદ કરવાનું માથે લીધું છે. જે શ્રદ્ધાથી કંઈ બૌદ્ધધર્મી આ ગ્રંથને જુએ, એવી જ શ્રદ્ધાથી આ સરળ અનુવાદ કરવાનો મારો પ્રયાસ છે. એ કેટલો સફળ થયેલ છે એ હું જાણુ નથી; પરંતુ મારી જાતને તો તે કામમાં ભારે રસ, સંતોષ અને ધર્માસ્વાદ મળ્યાં છે એમાં શક નથી. ધમ્મપદના પરિચય વિશે પણ લખવું જરૂરી છે. આરંભમાં એ ગ્રંથને બહિરંગ પરિચય કરાવી, બાદ તેના અંતરંગ પરિચયની ચર્ચા કરીશ :– વૈદિક પરંપરામાં જે મહત્ત્વ અને આદરણીય સ્થાન શ્રી “ગીતા'

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54