Book Title: Aarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 42
________________ ગ્રંથા આપણી પ્રજામાં ધર્મ વિશે જરૂર ન પ્રકાશ પાડશે; અને એકબીજાના ધર્મ વિશે જે આપણું ગેરસમજ પ્રવર્તી રહી છે, તેને દૂર કરી તે તે ધર્મો પ્રત્યે આપણુમાં જિજ્ઞાસા પેદા કરશે; અને પરિણામે સૌ કોઈ પોતપોતાના ધર્મમાં દઢમૂળ બની બીજાના ધર્મો પ્રત્યે ઉદારતા કેળવવા જેટલી સર્વધર્મ સમભાવની ભાવનાથી રંગાશે. તેથી સર્વધર્મસમભાવના પ્રેમીઓનું અને ખાસ કરીને લોકહિતકર સાહિત્ય પ્રચારક આ “સરતું સાહિત્ય વર્ધક કાર્યાલય'ના સંચાલકોનું આ બાબત ખાસ ધ્યાન ખેંચું છું. આ સરળ અનુવાદની સાથે સાથે નીચે ટિપ્પણે આપેલાં છે. તેમાં ધમ્મપદ'ના કેટલાક લેકોના અર્થની વિશેષ સ્પષ્ટતા કરેલી છે. કોઈ પારિભાવક હકીકતનું વિવેચન કરેલ છે અને સાથે સાથે જૈન અને વિદિક પરંપરાના શબ્દોની સાથે પ્રસ્તુત “ધમ્મપદ'ના કેટલાક શબ્દની યથાસ્થાન આવશ્યક્તાનુસાર તુલના પણ કરેલી છે અને આવા વ્યાપક ગ્રંથમાં પણ સાંપ્રદાયિકતાની ગંધ પેટા સિવાય નથી રહી એ પણ સપ્રમાણ જણાવેલ છે. આ અનુવાદને સરળ કરવા યથામતિ લક્ષ્ય રાખેલ છે; છતાં કોઈ પારિભાષિક વા અન્ય ચૂક રહી ગયેલી ધ્યાનમાં આવે, તે બૌદ્ધ પંડિતો જરૂર સૂચન કરવા કૃપા કરે. આ અંગે કેટલી સફળતા મળી છે, એ તે વાચકે જાણે. આ પ્રવૃત્તિમાં સહાયભૂત થવા માટે માનનીય શ્રી ધર્માનંદજી કોસંબીજનો હું સવિશેષ ઋણું છું અને ભાઈ ધીરજલાલ ધનજીભાઈ શાહનો સહકાર મારે માટે સરને રમરણીય છે. ભૂલચૂક લેવી દેવી. બેચરદાસ દેશી

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54