Book Title: Aarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 40
________________ ૩૭ છે. એ બધું વાંચ્યા પછી જે તાર્કિકે બુદ્ધગુરુને “અનાત્મવાદી' કહીને વગેરે છે, તેમના વિશે અનાસ્થા થઈ આવે છે. આ વર્ગમાં એમ પણ કહેલું છે, કે શુદ્ધિ કે અશુદ્ધિ વ્યક્તિગત હોય છે, બીજે કોઈ બીજા કોઈ ને શુદ્ધ કરી શકતો નથી; અર્થાત વ્યક્તિમાત્ર પોતે પિતાની શુદ્ધિ-અશુદ્ધિમાં સ્વતંત્ર છે. આ ઉપરથી પણ બુદ્ધ ગુને અનાત્મવાદી કહીને શી રીતે વગેવાય? દીઘનિકાયના પાયાસિસુરંતમાં પણ આ વિશે વિગતવાર ચર્ચા સંવાદરૂપે કરેલી છે, એ વાંચ્યા પછી પણ બુદ્ધભગવાનને “અનાત્મવાદી' માનવાને મન તૈયાર થતું નથી. ચિત્ત અને આત્મા એ બન્ને જુદાં જુદાં છે, માટે જ ધમ્મપદમાં એક ચિત્તવર્ગ છે અને તેથી જુદો આ આત્મવર્ગ છે. એથી કંઈ ચિત્ત અને આત્માને એક સમજવાની ભૂલ ન કરે; આત્માના સ્વરૂપ વિશે બુદ્ધ ભગવાનને ભલે કઈ જુદો અનુભવ હોય, પણ ઉપરનાં તેમનાં વચનો જોતાં નિર્વાણુવાદી તે મહાપુરાને “અનાત્મવાદી” કહેવાની હિંમત થતી નથી જ. ગુજરાતના પ્રખર તત્વચિંતક સત્રત વિદ્યાવારિધિ શ્રી આનંદશંકરભાઈ એ પિતાને “આપણે ધર્મ'માં ગૌતમબદ્ધ નિરીશ્વરવાદી કે સેવરવાદી' આ મથાળા નીચે જે કાંઈ લખ્યું છે, તે વિશેષ ધ્યાનપૂર્વક વાંચવા લાયક છે; અને તેમણે એ જ પુસ્તકમાં “ધમ પદ’ના મથાળા નીચે જે ગંભીર અને મનનીય હકીકત લખેલી છે, તે પણ ધ્યાનપૂર્વક વાંચવા જેવી છે. મહાભારતકારે ઢોલ વગાડીને કહેલું છે, કે – “ોયાત્રાર્થ ઘસ્ય નિયમ: શ્રતઃ ” અર્થાત્ યાત્રાની વ્યવસ્થા માટે જ ધર્મને નિયમ કરેલ છે. લોક્યાત્રા એટલે નજરે દેખાતા સંસારની સુવ્યવસ્થા. એ સુવ્યવસ્થા ટકે, લેકમાં શાંતિ જળવાય અને તમામ પ્રજા સંતોષી રહી એકબીજાને સુખકર નીવડે, એ માટે જ ધર્મનો નિયમ કરેલ છે; છતાં મૂઢમનવાળા આપણે એ ધર્મને કેવળ પરલેક માટે-જે લોક દેખાતા નથી તેવા પક્ષ લાક માટે–આદરપાત્ર માનેલ છે; અને આ લેક માટે ધર્મનું જાણે કશું જ પ્રયોજન નથી એમ વર્તી રહ્યા છીએ. આપણે એ અજ્ઞાન ભાંગે અને ધર્મને આપણે આપણું પ્રત્યક્ષ આચરણમાં જ ઉપયોગમાં

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54