Book Title: Aarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 24
________________ M આ અનુશાસન બધા લેાકેાનું છે. જે કાઈ જોર પર આવેલા પેાતાની વાણીના વેગને, મનના વેગને, ક્રોધના વેગને, તૃષ્ણાના વેગને, પેટના વૈગને અને ઉપસ્થના વેગને સારી રીતે સહન કરે છે, તેને જ હું બ્રાહ્મણ કહું છું, મુનિ કહું છું. ક્રોધ કરનારાએ! કરતાં ક્રોધી ઉત્તમ છે, સહન નહિ કરનારાઓ કરતાં સહન કરનારા ઉત્તમ છે, જનાવર કરતાં માણુસ ઉત્તમ છે અને અજ્ઞાની કરતાં નાની જ ઉત્તમ છે. પંડિત પુરુષ અપમાન મળતાં અમૃત મળવા જેવી સંતૃપ્તિ અનુભવે. અપમાન પામેલા સુખે સૂએ અને અપમાન કરનાર નાશ પામે. જે કાઈ ક્રોધી હાઈ ને યજ્ઞ કર, દાન દે, તપ તપે, હેામ કરે, તેનું બધું યમરાજા હરી જાય છે: ક્રોધી માણસના એ બધા શ્રમ અફળ થાય છે.' હવે જૈનપર પરાનાં આચારઅંગસૂત્રનાં વચનાના સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છેઃ— 66 આ સંસારી જીવ અનેક કામેામાં ચિત્તને દાડાવે છે. તે ચાળણી કે દરિયા જેવા લાભને ભરપૂર કરવા મથે છે; તેથી તે બાએને મારવા, હેરાન કરવા, કબજે કરવા, દેશને હવા, દેશને હેરાન કરવા અને દેશને કબજે કરવા તૈયાર થાય છે. “ પરાક્રમી સાધકે ક્રોધ અને તેનુ કારણ જે ગ તેને ભાંગી નાખવાં અને લેબને લીધે મેાટા દુઃખથી ભરેલી નરકગતિએ જવુ પડે છે એમ જાણવું; માટે મેક્ષના અથી સાધક વીર પુરુષ હિંસાથી દૂર રહેવું અને શેશક-સંતાપ ન કરવા. 66 - હે પુરુષ ! તું જ તારા મિત્ર છે; શા માટે બહાર મિત્રને શોધે છે?” “ હું પુરુષ ! તું તારા આત્માને જ કબ્જે કરી રાખીને દુ:ખથી છૂટી શકીશ.'' “ હું પુરુષ ! તુ સત્યને જ બરાબર સમજ. સત્યની આજ્ઞા પ્રમાણે વનારા મુદ્ધિમાન સાધકા મૃત્યુને તરી જાય છે અને ધર્માચરણ કરીને કલ્યાણુને સારી રીતે "" જુએ છે. '

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54