Book Title: Aarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 12
________________ શાસ્ત્રોને અપ્રમાણુ ઠરાવવા આપણે પૂર્વપુએ તર્કશાસ્ત્રો દ્વારા જે પ્રયત્ન કરેલ છે, તેનું પરિણામ ભારે ભયંકર આવેલું છે. એકબીજા વચ્ચે આપણામાં હેપબુદ્ધિ પેદા થયેલી છે, સંગઠન જતું રહેલ છે, એકબીજાને ધર્મ દ્વારા ઓળખવાની વૃત્તિ સમૂળગી નાબૂદ થઈ ગયેલ છે, વધારે શું કહેવું? આવડા મોટા ગુજરાત દેશમાં વૈદિક પરંપરાના કોઈપડિતને જઈને પૂછે, કે આપ જૈન અને બૌદ્ધ ધર્મ વિશે ખરી હકીકત કેટલી કહી શકે એમ છો? એ જ રીતે જૈનપરંપરાના કેઈ આચાર્યને જઇને પૂછો, કે આપ વિદિક પરંપરા વિશે ખરે પરમાર્થ કેટલે બતાવી શકો છો? તો મારી ખાતરી છે કે આને ઉત્તર આપનારો કોઈ જ મળવાનું નથી. આપણા દેશમાં બૌદ્ધપરંપરાને તે પ્રચાર નથી; એટલે એ વિશે શું લખવું? આખા દેશની વાત એક કોરે મૂકો, એક જૈન અને બ્રાહ્મણ જ્યાં શાખપાડેથી તરીકે રહેતા હોય, ત્યાં પણ તેઓ એક બીજાના ધર્મને કશો પરિચય સાધતા હોતા નથી, સાધતા હોય તે પરસ્પર ઘણા કે તિરસ્કારની લાગણી જ; ક એવો વિદિક પંડિત છે, કે જેણે જૈન શાસ્ત્રો પરમાર્થબુદ્ધિથી વાંચવા પ્રયત્ન કર્યો હોય? અને કયો એવો જૈન સૂરિ છે, કે જેણે સભાવ સાથે વૈદિક ગ્રંથ વાંચ્યા હોય? “ગીતાજી' જેવું પ્રસિદ્ધ પુસ્તક પણ જૈન સૂરિઓ વાંચવા આદર ન રાખે અને ઉત્તરાધ્યયન જેવાં પ્રસિદ્ધ જૈન પુસ્તકને વાંચવાનો આદર બ્રાહ્મણ પંડિત ન રાખે, ત્યાં સુધી એક બીજા ધર્મને ખરો પરિચય સધાવો કઠણ છે. એમ ન થાય ત્યાં સુધી અહિંસાધર્મનું પાલન પણ અશકય છે. કમનસીબ છે આપણું દેશનાં, કે જેના સાહિત્યમાં નિત્યવરના સમાસવાળા ઉદાહરણમાં “શ્રદ્ધાશ્રમમૂ” નું ઉદાહરણ હજુ પણ વિદ્યમાન છે, અને ભાષામાં પણ “જોગી જતિને વેર” વાળી કહેવત શામળભદની વાણીમાં ઊતરી છે. આવી ભારે દુઃખદાયી પરિસ્થિતિ વચ્ચે સર્વધર્મસમભાવની પ્રવૃત્તિ માટે ભારે પ્રયત્ન કરી રહ્યા. આપણે સૌએ ખાસ યાદ રાખવાનું છે, કે સર્વધર્મ સમભાવ સંધાયા વિના આપણું પિતાનાં ધર્માનુરાનની પણ સાધના ખરી રીતે અટકી પડી છે, ભલે મંદિરમાં ઘટ વાગે, શંખ ફૂંકાય કે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54