Book Title: Aarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 16
________________ ૧૩ કે પ્રતિષ્ઠા આપે છે. વૈદિકપર પરા (શ્રી કુમારિલ ભટ્ટ) એમ કહે છે, પડિતાની ભાષામાં રચાયેલાં શાસ્ત્રો પ્રમાણભૂત છે અને લેાકભાષામાં રચાયેલાં શાસ્ત્રો પ્રમાણભૂત નથી; ત્યારે બૌદ્ધપરંપરા અને નપરપરા ખાસ કાઈ ભાષાને મહત્ત્વ કે પ્રામાણ્ય ન આપતાં જે સમયે જે ભાષા લેાકપ્રતિષ્ઠિત હેાય, તેને પેાતાના વિચારાનું વાહન બનાવે છે. ભારતવર્ષના સતયુગમાં તમામ સ ંતાએ પેાતાના વિચારનું વાહન તે તે સમયની લેાકભાષાને જ બનાવેલ છે; અને તેમ કરતાં તેમને 'પડતા તરફથી જે જે કષ્ટ સહન કરવાં પડ્યાં છે, તે સૌને સુવિદિત છે. ધમ્મપદની ભાષા પણ તેના સમયની લેાકભાષા છે– એનું નામ માગધી ભાષા છે. જૈનશાસ્ત્રોના પ્રધાન ભાગ અ માગધીમાં લખાયેલે છે, આ અર્ધમાગધી અને માગધીમાં ઝાલાવાડની ભાષામાં અને ગાહિલવાડની ભાષામાં જેટલુ અંતર છે તેનાથી કશું વિશેષ અ`તર નથી. માગધી એટલે મગધની પ્રચલિત ભાષા અને અમાગધી એટલે મગધ અને મગધ બહારના પ્રદેશની પ્રચક્ષિત ભાષા. હમણાં હુમાં ‘માગધી ’ને બદલે બૌદ્ધસાહિત્યની ભાષા માટે ‘ પાલિ’શબ્દ વિશેષ ખ્યાતિ પામેલ છે; પરંતુ ખરી રીતે ‘પાલિ ' શબ્દ કંઈ પ્રકારની ભાષાના સૂચક નથી. પાકિ' શબ્દને અમુક ભાષાના વાચક સમજી આણુ દેશના અને પરદેશના મેટા મેટા પડિતાએ એની વ્યુત્પત્તિ માટે અનેક પ્રકારની ચિત્રવિચિત્ર કલ્પનાએ કરેલી છે: પાટિલપુત્રના ‘પાટિલ ’ ભાગ, પલ્લિ, પાલિ, પંક્તિ, મારવાડનું પાલિ ” ગામ, ‘ પહેલવી' શબ્દ વગેરે અનેક શબ્દો સાથે ભાષાવાચક ‘ પાલિ શબ્દના સંબંધ જોડવા પ્રયાસ થયા છે; પરંતુ તે બધા અસંગત છે. જ્યાં મૂળે પાલિ' શબ્દ ભાષાવાચક ન ઢાય, ત્યાં એ બધી સ્વરકલ્પનાએક બંધ બેસે પશુ શી રીતે ? માગધી ભાષામાં રચાય કે જિયાય શબ્દ ‘ ધર્મના ઉપદેશ ’ના અર્થમાં પ્રચલિત છે. તેનું એક બીજું ઉચ્ચારણ પાસિયાય થાય છે. આ ‘ વાઢિયાચ ’શબ્દનુ જ ટૂંક ઉચ્ચારણ ‘ પાહિ ’શબ્દ છે. ખુદ્દ ભગવાને જે જે ઉપદેશા આપેલા છે, તે તમામનુ નામ પાલિયાય કે " ૧ જુએ અભિધાનપ્પદીપિકા ત્રીજું કાંડ ક્ષેા ૮૩૭

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54