Book Title: Aarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 9
________________ પ્રવાહમાં મૂળતઃ એકતા અને પરિણામે પણ એકતા ચાલુ રહી છે. આ હકીકતને પંડિત લોકોએ જનતામાં ગાઈ વગાડીને ફેલાવવી જોઈએ. તે માટેની તમામ સમજૂતી આમજનતાના કાન સુધી પહોંચાડવી જોઈએ અને તેમ કરીને પૂર્વના પંડિતેએ જનતા વચ્ચે ધર્મને નામે જે મેટી ખાઈ દેલી છે, તેને પૂરી નાખવા કટિબદ્ધ થઈ પોતાની જાતનું કલંક દૂર કરવું જોઈએ. શાળા-પાઠશાળાઓમાં, મહાવિદ્યાલયોમાં કે વિદ્યાપીઠમાં, મંદિરમાં, મસિજદોમાં, અગિયારીઓમાં કે જ્યાં ક્યાં ય ધર્મનું શિક્ષણપઠન-પાઠન ના વ્યાખ્યાન ઉપદેશ ચાલતાં હોય, ત્યાં બધે સ્થળે એકબીજાના ધર્મની તુલના કરવા સાથે તટસ્થભાવપૂર્વક–સમભાવપૂર્વક એકબીજાના ધર્મ પ્રતિ આદરબુદ્ધિ રાખવા સાથે એ ધર્મશિક્ષણ ચાલે એ માટે જરૂર પ્રયત્ન કરવો જોઈએ. તે તે ધર્મસંસ્થાના સંચાલકે આ વિશે ખાસ વાત કરે, તો આપણી નવી પેઢીમાં તૈયાર થનારા છાત્રામાં સર્વધર્મસમભાવની વૃત્તિ જરૂર ખીલે; અને ઉત્તરોત્તર તે વૃત્તિ વધુ વિકાસ પામતાં માનવમાનવ વચ્ચે ધર્મને નામે જે કહો ચાલે છે, તે ઓછા થતા થતા જરૂર સમૂળગા શાંત થઈ જાય. શિક્ષણસંરથાઓની પેઠે આપણું પિતાનાં ઘરમાં, શેરીઓમાં, અખાડાઓમાં, ચારામાં કે ચૌટામાં પણ એક બીજાના ધર્મ પ્રત્યે સમભાવ કેળવી શકાય એવું વાતાવરણ રચવા આપણા કુટુંબના વડીલોએ અને તે તે સ્થાનના નાયકે એ જરૂર સવિશેષ પ્રયત્ન કરો જોઈએ; એ પ્રયત્ન એટલે બીજી બીજી ધર્મપરંપરાના મૌલિક કે મિશ્ર સાહિત્યનું ઊંડું અવગાહન કરી તે વિશે મનન કરી એકબીજા ધર્મોના મૂળ સિદ્ધાંતમાં કેવી રીતે એકતા સચવાયેલી છે અને એકબીજાના ધર્મોનો હેતુ પણ કે એકરાર છે, એ બાબત તટસ્થપણે વાત જમાવી ફેલાવવી જોઈએ. બાળવામાં, કિશોરવાતમાં અને યુવકકથાઓમાં પણ એકબીજા ધર્મના ગુણે, વિશેષતાઓ, વિવિધ ક્રિયાકાંડે વગેરેની ગૂંથણું સર્વધર્મસમભાવની વૃત્તિ જેવી રીતે ખીલે તેવી રીતે જરૂર થવી જોઈએ. એ વાતોમાં નરદમ કૃત્રિમતા ન હેવી ઘટે; પરંતુ એક બીજા ધર્મવાળા વચ્ચે જે હજુ પણ એખલાસ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54