Book Title: Aarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય'ના સંચાલક તરફથી ધમ્મપદને સરળ અનુવાદ કરી આપવાનું નિમંત્રણ મળ્યા પછી હું એ ગ્રંથને લગભગ પાંચ સાત વાર આઘોપાંત વાંચી ગયો અને મને જ્યાં જ્યાં સ્પષ્ટ ન સમજાયું વા સંદેહ જેવું લાગ્યું, ત્યાં ત્યાં નિશાને કરી રાખ્યાં. પછી વિદ્યાપીઠમાં નિવાસ કરતા માનનીય શ્રી ધર્મનંદજી કોસંબીને પત્ર લખી ધમ્મપદ વિશે કેટલીક ચર્ચા કરવાનો સમય માગી લીધે; અને તે પ્રમાણે કેટલીય વાર વિદ્યાપીઠમાં શ્રી કબીજીને નિવાસે જઈ ધમપદ વિશે જે પૂછવા જેવું હતું, તે બધું પૂછી લઈ એ બાબત ત, દન અશક થઈ આ તેને સરળ અનુવાદ કરેલ છે. આમ તો મેં ધમપદ ઘણીવાર વાંચેલું, પરંતુ એ વાચન માત્ર સમજવા પૂરતું હતું. જ્યારે તેના આ અનુવાદને પ્રસંગ આવ્યા, ત્યારે મારે તેને સવિશેષ ગંભીરપણે વાંચવું પડયું અને તેનાં અનેક પારાયણ કરવાં પડ્યાં. આ પારાયણે પૂરાં કર્યા પછી મહાભારતના શાંતિપર્વનું અને જૈન આગમ આચારાંગ, ઉત્તરાધ્યયન અને દશવૈકાલિકનું સવિશેષ સાવધાનતા સાથે અવલોકન કર્યું–તેથી મને એવાં અનેક વચન મળ્યાં, જે ભાવમાં એ બધા ગ્રંથમાં એક સમાન છે; બીજાં પણ એવાં કેટલાંક વચન મળ્યાં, જે શબ્દમાં અને ભાવમાં એ બધા ગ્રંથમાં એક સમાન છે. આ પ્રસંગે એક રૂપકકથા યાદ આવે છે: એક મોટા કુટુંબના મુખ્ય મુખ્ય ત્રણ પુરુષે વેપારવણજ માટે જુદી જુદી દિશા તરફ આવેલા પરગણાઓમાં જઈને વસ્યા. આરંભમાં તે બધા વચ્ચે કામકાજને અંગે પરિચય ટકી રહ્યું; પણ પછી કામકાજ અને સંતતિપરંપરા વધતાં એકબીજાના સમાચાર આવતા ઓછા થઈ ગયા અને ધીમે ધીમે સમૂળગા બંધ થઈ ગયા. એ એક પ્રસંગ બન્યો, કે તે જુદા જુદા પરગણામાં વસેલાં ત્રણે કુટુંબ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54